Junagadh તા.30
વિસાવદરના હસ્નાપુર ગામે રહેતા નિલેષભાઈ વલ્લભભાઈ પારડીયા (ઉ.29) ગઈકાલે બપોરના 12-10 કલાકે તેમના પુત્ર અંશ (ઉ.2)ને નીંદામણનું કામ કરતા હોય જયારે અંશ વાડીના કુવા પાસે રમતો હતો. રમતા રમતા પાણીના કુંડામાં પડી જતા મોત નોંધાતા પિતા પર આભ તુટી પડયું હતું.
બીજી આવી જ ઘટના માણાવદરના પાજોદ ગામે ઘટવા પામી હતી. મુળ મહારાષ્ટ્રના નંદુરબાદ જીલ્લાના તલોદા ગામના રહીશ હાલ પાજોદ ગામે વિજયભાઈ સવાણીની વાડીએ રહી મજુરી કામ કરતા મીનાબેન રવીભાઈ રાયસીંગભાઈ સુરવંશી (ઉ.22)નો દીકરો અરવીંદ રવીભાઈ (ઉ.2) રમતા રમતા વાડીએ કુંડામાં પડી જતા મોત નોંધાતા પરિવાર ભાંગી પડયો હતો. બાંટવા પોલીસે તપાસ હાથ ધરી છે.
આપઘાત
માંગરોળના સોલવાવ ધમુચલા વિસ્તારમાં રહેતા સલાઉદીન હુસેનભાઈ લુવાણીયા (ઉ.40)ને પાંચ છ માસથી બેચેની રહેતી હોય જે માનસીક ટેન્શનના કારણે ગઈકાલે ગળેફાંસો ખાઈ લેતા મોત નોંધાતા માંગરોળ પોલીસે તપાસ હાથ ધરી છે.

