Junagadh તા.3
જુનાગઢની સેન્ટ્રલ જેલમાં ઝડતી સ્કવોર્ડ વધુ એક કેદીએ તકીયા નીચે છુપાવેલ મોબાઈલ ફોન મળી આવેલ જેની એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે. જુનાગઢ જેલમાં રહેતો કાચા કામનો કેદી અયાન ઉર્ફે પાંચીયો અમીન મુળીયા ફોનનો ઉપયોગ કરતો હોવાની બાતમીના આધારે જેલની ઝડતી સ્કવોર્ડના સ્ટાફે રાત્રીના 12-30ની આસપાસ બેરેક નં.11માં તપાસ કરતા અમીન ઉર્ફે પાંચીયોના બિસ્તરની ઝડપી લેતા કાળા કલરનો ફોન મળી આવેલ ઉપરાંત બિસ્તરની બાજુમાં પડેલી ક્રિમની ડબ્બીમાંથી એડપ્ટર લાલ કલર સાથે મળી આવેલ તેમજ બેરેકમાં બંધ પડેલી ટયુબલાઈટની પટ્ટીમાં ભરાવેલ બે નંગ ટુ પીન હોલ્ડર પણ હાથ લાગ્યા હતા. આ અંગે જેલના સિપાઈ ભરતભાઈ વાળાએ એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ અયાન ઉર્ફે પાંચીયો અમીન મુળીયા સામે નોંધાવતા પોલીસ સબ ઈન્સ્પેકટર પી.બી. સોલંકીએ તપાસ હાથ ધરી છે.
ગત સાંજે 7-20ના સુમારે હવાલદાર વિક્રમભાઈ કે. મેર અને સ્થાનિક સ્કવોર્ડના કર્મીઓએ બેરેક નં.1માં ઝડતી લેતા કાચા કામના આરોપી અયાન ઉર્ફે પાંચીયો અમીન મુળીયા, ઈમ્તીયાઝ ઉર્ફે બકરો ઈબ્રાહીમ હીંગોરજા અને નદીમ ઉર્ફે નિકકી મુન્ના ચંદાણીની બેરેકની ઝડતી લેતા ખીતીમાં ટીંગાડેલ પેન્ટમાંથી સીમકાર્ડ એક મળી આવેલ જે સીમકાર્ડ અયાન ઉર્ફે પાંચીયાનું હોવાનું કબુલ્યુ હતું

