જીતુ પરમાર Mangrol તા.૫
માંગરોળ શહેર ભાજપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલ. શહેર ના ભગતી નગર ગાયત્રી નગર ગરબી ચોક અને કામનાથ ગણેશ મંદિર સહિતના અલગ અલગ વિસ્તારોમાં ભાજપના આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ
પાંચ જૂન એટલે પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવેશે વૃક્ષ વાવી આવતી કાલના ભવીષ્ય માટે આપણે સૌ સાથે મળી વૃક્ષા રોપણ કેરી તેનું જતન કરવું આપણી ફરજ સમજી આવનારું ભવિષ્ય ઓક્સિજન અને પોલ્યુશન મુક્ત રહે તેમાટે વૃક્ષો વાવી આપણા જીવનમાં ઉર્જા લાવીએ
આ વૃક્ષા રોપણ કાર્યક્રમ માં જિલ્લા ભાજપના મહામંત્રી વેલજીભાઈ મસાણી , શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, નગરપાલિકાના પ્રમુખ ક્રિષ્નાબેન થાપણીયા, મહામંત્રી ધનસુખભાઈ હોદાર, પરેશભાઈ જોશી, જિલ્લાના વૃક્ષારોપણના ઇન્ચાર્જ માલદેભાઈ ભાદરકા, શહેર ઇન્ચાર્જ મેહુલભાઈ વૈષ્ણવ તેમજ નગરપાલિકાના સદસ્ય ભગીરથભાઈ ચુડાસમા, જસ્મીનભાઈ ગઢીયા, યશભાઈ ગોહેલ તેમજ મોરચાના મહામંત્રી ઓ તેમજ કાર્યકર્તા ઓ ઉપસ્થિત સાથે રહી વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું

