Junagadh તા.4
હાલ રાજકોટ ટોયોટાના શોરૂમ પાછળ રહેતા મુળ શીલના નગીચાણા ગામે રહેતા હરેશભાઈ ભીમશીભાઈ પીઠીયા (ઉ.46)ના પિતા નગીચાણા ગામે તેમની વાડીએ રહેતા હોય ખેતરની શેઢાની દડીઓ બાબતે ફરીયાદીના પિતા ભીમશીભાઈ સાથે આરોપી રાજુભાઈ અરજણભાઈ પીઠીયાએ બોલાચાલી કરતા સાહેદ રમેશભાઈ બચુભાઈ ફૂલીયા, જગદીશ મગન નાણેચા, તથા નારણભાઈ અરજણભાઈ પીઠીયા વિગેરે સમજાવવા માટે તેમની વાડીએ જતા આરોપી રાજુભાઈ અરજણભાઈ પીઠીયા તમામને ઘરમાંથી કુહાડી લઈ આવી હરેશભાઈ પીઠીયાને મારવા જતા કુહાડી ઝુંટવી લેતા આરોપી તલવાર લઈ આવી સાહેદોને મારવા દોડેલ જેમાં સાહેદ રમેશભાઈ તથા જગદીશભાઈના શરીરે તલવારના છરકા પાડી લોહી લુહાણ કરી દીધેલ.
સામા પક્ષે રાજેશ ઉર્ફે રાજુ અરજણભાઈ પીઠીયા (ઉ.37) રે. નગીચાણાએ ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી હરેશ ભીમા પીઠીયાએ વાડીએ જવાનો રસ્તો બંધ કરી દેતા જે બાબતે રકઝક મનદુ:ખ રાખી આરોપીઓ હરેશ ભીમા પીઠીયા, નારણ અરજણ પીઠીયા, અને અન્ય બે અજાણ્યા ઈશમો મળી ચારેયએ ગાળાગાળી કરી આરોપી નારણ પીઠીયાએ રાજેશ ઉર્ફે રાજુને પકડી રાખી ત્રણ આરોપીઓએ લાકડી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા શીલ પોલીસે તપાસ હાથ ધરી છે.

