Mumbai,તા,04
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન કેવિન પીટરસને લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંતની ટોપ-ઓર્ડર બેટ્સમેન તરીકેની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, ટોપ ત્રણમાં રમીને, ભારતીય વિકેટકીપર-બેટ્સમેન પોતાની રમતનો આનંદ માણવાને બદલે પોતાના પર દબાણ લાવી રહ્યો છે.
દિલ્હી કેપિટલ્સ સામેની IPL મેચમાં ઓપનર તરીકે પંત માત્ર સાત રન બનાવીને રન આઉટ થયો હતો. પીટરસને કહ્યું, “જ્યારે તમે લખનૌ ટીમની બેટિંગની ઊંડાઈ જુઓ છો, ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે શું ઋષભ પંત ખરેખર ઓપનર છે. પંત ઓર્ડર ઉપર આવીને પોતાના પર વધુ દબાણ લાવી રહ્યો છે.”

