New Delhi,તા.૪
બળવાખોર આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ પાર્ટીના નેતાઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપ્યો છે. રાઘવ ચઢ્ઢાએ શનિવારે એક વીડિયો સંદેશ બહાર પાડ્યો, જેમાં આમ આદમી પાર્ટીના આરોપોનો જવાબ આપ્યો અને ત્રણ પ્રશ્નો પૂછ્યા. તેમણે જણાવ્યું હતું કે ગઈકાલથી તેઓ વ્યવસ્થિત રીતે મૌખિક હુમલાનો સામનો કરી રહ્યા છે. તેઓ દરેક મુદ્દાને એક પછી એક સંબોધશે.
રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટીને આ ત્રણ પ્રશ્નો પૂછ્યાઃ
આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કરવું જોઈએ કે તેમણે વિપક્ષી સાંસદોના વોકઆઉટને ક્યારે સમર્થન આપ્યું ન હતું. એક પણ ઉદાહરણ આપો.
પાર્ટીએ મને મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરવાનું ક્યારે કહ્યું? કૃપા કરીને આ જણાવો. મારા સિવાય, પાર્ટીના ૬-૭ અન્ય સાંસદોએ પણ સહી કરી ન હતી, તો આને મુદ્દો કેમ બનાવવામાં આવી રહ્યો છે?
હું સંસદમાં લડવા આવ્યો નથી. જ્યારે પાર્ટીના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા ન હતા ત્યારે પણ તે જણાવવું જોઈએ. મેં પંજાબના પાણીનો મુદ્દો ઉઠાવ્યો. મેં દિલ્હીની હવાનો મુદ્દો પણ ઉઠાવ્યો. અમે ય્જી્નો મુદ્દો પણ ઉઠાવ્યો.
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે ગઈકાલથી મારી વિરુદ્ધ ઝુંબેશ ચાલી રહી છે. એ જ આરોપો, એ જ ભાષા… પાર્ટીના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે મેં વિપક્ષી સાંસદોના વોકઆઉટમાં પાર્ટીને સમર્થન આપ્યું નથી. આ એકદમ જુઠ્ઠાણું છે. સંસદમાં દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લાગેલા છે. કોઈપણ મને એવા ફૂટેજ બતાવી શકે છે જેમાં મેં પાર્ટીને ટેકો આપ્યો ન હોય.
બળવાખોર આપ સાંસદે એમ પણ કહ્યું કે પાર્ટીએ તેમને મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ પ્રસ્તાવ પર ઔપચારિક કે અન્ય રીતે સહી કરવાનું કહ્યું ન હતું. પાર્ટીનો આ આરોપ પણ એકદમ જુઠ્ઠો છે. તેમણે કહ્યું કે પાર્ટીના ઘણા અન્ય સાંસદોએ પણ સહી કરી નથી. ફક્ત મને જ કેમ દોષી ઠેરવવામાં આવી રહ્યો છે?
શુક્રવારે, આમ આદમી પાર્ટીએ પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા પર સંસદમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ મુદ્દાઓ ઉઠાવવામાં શરમ અનુભવવાનો આરોપ લગાવ્યો. આમ આદમી પાર્ટીના પ્રમુખ સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો કે રાઘવ સંસદમાં ઘણા મુદ્દાઓ પર પાર્ટીની લાઇન પર ચાલતા નથી. દરમિયાન, આપના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી અનુરાગ ઢાંડાએ પણ ચઢ્ઢાની ટીકા કરી હતી અને પ્રશ્ન કર્યો હતો કે શું કોઈ વ્યક્તિ જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી “ડરતો” છે તે દેશ માટે લડી શકે છે. ઢાંડાએ ઠ પર કહ્યું, “પશ્ચિમ બંગાળમાં મતદાનનો અધિકાર છીનવાઈ રહ્યો છે. જ્યારે ગૃહમાં મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ ઠરાવ આવ્યો, ત્યારે તમે (ચડ્ઢા) તેના પર સહી કરવાનો ઇનકાર કર્યો.”

