Junagadh તા.6
પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની 1988ના 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય કાર્યક્રમમાં જાહેરમાં હત્યા કરી નાખનાર રિબડાના અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને આજીવન કેદની સજા થવા પામેલ. બાદ 2018માં સજા માફી થતા જેલમુકત કરાયેલ જેમાં પૂર્વ ધારાસભ્યના પૌત્રએ હાઈકોર્ટમાં સજા માફી વિરૂધ્ધ અરજી કરતા ફરી જેલની હવાલે કરવાનો હુકમ થયો હતો. અમીત ખુંટના આપઘાત કેસમાં તે ફરાર રહ્યા બાદ ગોંડલ કોર્ટમાં આત્મ સમર્પણ કરેલ.
હાલ જુનાગઢ જેલમાં હોય તેને જેલ અધિક્ષક નાસુરૂદીન લોહારના જણાવ્યા મુજબ સરકારની નીતિ-નિયમો અને વહીવટી કારણોસર અનિરૂધ્ધસિંહને અમદાવાદ સાબરમતી જેલમાં મોકલવાનો હુકમ થતા ગઈકાલે સવારે 7 કલાકે સુરત ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જુનાગઢની જેલમાંથી અમદાવાદ જેલમાં મોકલી દેવામાં આવેલ છે.
આ કેસમાં ઘણા ચડાવ ઉતાર આવ્યા બાદ આજીવન કેદની સજા થવા પામી હતી. પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની હત્યા કેસમાં આજીવન કેદની સજા પામી રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજાને પુરાવાના અભાવે 1994માં નિર્દોષ જાહેર કરાયેલ બાદ 1997માં સુપ્રિમ કોર્ટએ આજીવન સજા જીવન પર્યંતની ફટકારી હતી. બાદ 2018માં આરોપીને સજા માફી મળી હતી. 18 વર્ષની સજા કાપી હતી.
સુપ્રિમ કોર્ટે આજીવન સજા માન્ય રાખી ફરી જેલમાં મોકલવાનો હુકમ થતા તે સમયે રીબડાના અમીત ખુંટ આપઘાત પ્રકરણમાં અનિરૂધ્દસિંહ અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજા, સહિતના આરોપીઓ સામે ગુન્હો નોંધાયેલ તે ફરાર થઈ ગયા બાદ ગોંડલ કોર્ટમાં આત્મ સમર્પણ કરી દેતા જુનાગઢ જેલમાં મોકલી દીધા બાદ જુનાગઢ જેલમાંથી ગઈકાલે સવારે અમદાવાદ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવેલ.
જુનાગઢની જેલમાં જેલવાસ દરમ્યાન જેલમાં પુરતી સુવિધા મળતી હોવાના આક્ષેપો સાથે અમીત ખુંટના ભાઈ મનીષ ખુંટે ગત નવેમ્બર માસમાં રાજયના જેલ વડાને જેલ ટ્રાન્સફરની અરજી કરી હતી

