Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkummar Rao and Vamika ની પ્રહાર ઓગસ્ટમાં રીલિઝ થશે

    June 10, 2026

    Shraddha Kapoor and Sidharth Malhotra ની ફિલ્મો ટકરાશે

    June 10, 2026

    Salman Khan ના ખૂબ જ નજીકના અને પરમ મિત્ર Kumud Raneનું નિધન થયું

    June 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkummar Rao and Vamika ની પ્રહાર ઓગસ્ટમાં રીલિઝ થશે
    • Shraddha Kapoor and Sidharth Malhotra ની ફિલ્મો ટકરાશે
    • Salman Khan ના ખૂબ જ નજીકના અને પરમ મિત્ર Kumud Raneનું નિધન થયું
    • CM ઓફીસ, અમદાવાદ મ્યુ.કચેરી તથા આરએસએસ મથકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
    • Modi શાસનના 12 વર્ષ : મુખ્યમંત્રી દ્વારા ત્રિમંદિર ખાતે દર્શન અને આરતી
    • Gold 1.50 લાખ, Silver 2.40 લાખની નીચે
    • Bharuch: એક જ પરિવારના 3 સભ્યો પર ચપ્પુથી ઘાતકી હુમલો, 2ના મોત
    • Jammu and Kashmir ના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»વોલેટિલિટી વચ્ચે બુલિશ રિકવરી, ગ્લોબલ જોખમ છતાં બજારમાં મજબૂતી…!!!
    વ્યાપાર

    વોલેટિલિટી વચ્ચે બુલિશ રિકવરી, ગ્લોબલ જોખમ છતાં બજારમાં મજબૂતી…!!!

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 7, 2026No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૪.૨૦૨૬ ના રોજ…

    ઈરાનને યુદ્વનો અંત લાવવા અને હોર્મુસ સ્ટ્રેટ ખોલવાની એક તરફ અમેરિકાની આજીજી અને બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પની મુદ્દત પર મુદ્દત આપીને ધમકી સાથે પાકિસ્તાન થકી બે તબક્કામાં યુદ્વ વિરામ પર સંમતિ બની રહી હોવાના પોઝિટીવ અહેવાલ ખરીદી જોવા મળી હતી.અલબત યુદ્વ મોરચે પોઝિટીવ અહેવાલ બાદ ઈરાને પોતાની શરતોએ જ યુદ્વ વિરામ કરવાનું કહી પાકિસ્તાન થકી આવેલા પ્રસ્તાવને ફગાવી દીધાના અહેવાલ અને ટ્રમ્પની ૨૪ કલાકમાં હોર્મુસ સ્ટ્રેટ નહીં ખોલવાના સંજોગોમાં ઈરાન પર મહાહુમલા કરવાની ધમકીએ અને સાઉદી અરેબિયાએ એશીયા માટેના ઓઈલ પરના પ્રીમિયમાં ધરખમ વધારો કર્યાની નેગેટીવ અસરે શેરોમાં ઉછાળે મોટી પોઝિશન લેવામાં સાવચેતી જોવાઈ હતી.

    દિવસ દરમિયાન બજારમાં વોલેટિલિટી રહી હતી, પરંતુ અંતે ખરીદદારો થોડીક હદે હાવી રહ્યા હતા.લાર્જકેપ શેરોમાં સ્થિરતા જોવા મળી હતી, જ્યારે મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટમાં પસંદગીયુક્ત ખરીદી નોંધાઈ હતી. બજારમાં વ્યાપક તેજી નહોતી, પરંતુ ચોક્કસ સેક્ટરોમાં મજબૂતી જોવા મળી હતી, જે “બુલિશ” ટ્રેન્ડનું પ્રતિબિંબ છે.

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૧૦૬ સામે ૭૩૭૩૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૩૨૮૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૦૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૦૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૪૬૧૬ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૦૫૭ સામે ૨૨૮૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૮૦૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૭૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૮  પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૧૬૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    ટ્રેડિંગ સેશનની ગતિ : બજારની શરૂઆત નબળા વૈશ્વિક સંકેતોને કારણે ગેપ-ડાઉન સાથે થઈ હતી. શરૂઆતના સત્રમાં બેન્કિંગ અને આઈટી સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી.મધ્ય સત્ર દરમિયાન બજાર કન્સોલિડેશનમાં રહ્યું હતું, જ્યાં ખરીદદારો અને વેચનાર વચ્ચે સંતુલન જોવા મળ્યું હતું.અંતિમ સત્રમાં શોર્ટ કવરિંગ અને મર્યાદિત વેલ્યુ બાયિંગના કારણે બજારમાં સુધારો નોંધાયો હતો અને સૂચકાંકો પોઝિટિવ ઝોનમાં બંધ થયા હતા.મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટમાં થોડો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ વ્યાપક રીતે હજુ સાવચેતીનો માહોલ છે.

    બુલિશ પરિબળો : સ્થાનિક ફંડ ફ્લો અને એસઆઈપી ઇનફ્લો બજારમાં સતત લિક્વિડિટી પૂરી પાડે છે.ભારતની મજબૂત આર્થિક વૃદ્ધિ લાંબા ગાળે બજાર માટે પોઝિટિવ છે.બેન્કિંગ સેક્ટરમાં સ્થિરતા અને મજબૂત બેલેન્સ શીટ રોકાણકારોને આકર્ષે છે.

    બેરિશ પરિબળો : વૈશ્વિક જીઓ-પોલિટિકલ તણાવ હજુ પણ બજાર માટે જોખમરૂપ છે.ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ મોંઘવારી વધારવાનો ખતરો ઊભો કરે છે.વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા વેચવાલી બજારના ઉછાળાને મર્યાદિત કરે છે.

    વિશ્વ સમાચાર અને વૈશ્વિક પરિબળો : મધ્ય પૂર્વમાં તણાવ હજુ યથાવત છે, પરંતુ પરિસ્થિતિ વધુ ખરાબ નહીં બને તેવી અપેક્ષા બજાર માટે થોડી રાહતરૂપ છે.ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો અને વૈશ્વિક કૂટનીતિક પ્રયાસો બજારના સેન્ટિમેન્ટને પ્રભાવિત કરે છે.ક્રૂડ ઓઈલના ભાવમાં સ્થિરતા આવવાના સંકેતો બજાર માટે પોઝિટિવ છે. વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો હતો. અમેરિકન બજારમાં ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ અને નાસ્ડેક કમ્પોઝિટમાં વોલેટિલિટી જોવા મળી હતી.

    સ્થાનિક પરિબળો  : ભારતમાં મજબૂત જીડીપી વૃદ્ધિ અને સરકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ બજાર માટે સકારાત્મક પરિબળ છે.સ્થાનિક રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઇનફ્લો બજારને સપોર્ટ આપે છે.

    સેક્ટરવાઇઝ થયેલી મૂવમેન્ટ : બેન્કિંગ સેક્ટરમાં સ્થિરતા સાથે મર્યાદિત તેજી જોવા મળી હતી.આઈટી સેક્ટરમાં મિશ્ર ટ્રેન્ડ રહ્યો હતો.ઓટો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં પસંદગીયુક્ત ખરીદી જોવા મળી હતી.મેટલ સેક્ટરમાં નબળાઈ રહી હતી.એફેમસીજી અને ફાર્મા સેક્ટરમાં સ્થિરતા જોવા મળી હતી.

    કોમોડિટી બજાર અપડેટ : કોમોડિટી બજારમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો હતો.ક્રૂડ ઓઈલમાં થોડો સ્થિરતા જોવા મળતા બજારને સપોર્ટ મળ્યો હતો.ગોલ્ડમાં સલામત રોકાણ તરીકે મર્યાદિત તેજી જોવા મળી હતી.સિલ્વરમાં મિશ્ર ચાલ જોવા મળી હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા પર વોલેટિલિટી નોંધાઈ હતી.બેઝ મેટલ્સમાં નબળાઈ જોવા મળી હતી.

    રોકાણકારો માટે વ્યૂહરચના : વર્તમાન પરિસ્થિતિમાં “પસંદગીયુક્ત ખરીદી” અને “બાઈ ઓન ડીપ્સ” સ્ટ્રેટેજી અપનાવવી યોગ્ય રહેશે.મજબૂત ફંડામેન્ટલ ધરાવતા સ્ટોક્સમાં તબક્કાવાર રોકાણ કરવું જોઈએ.ટૂંકા ગાળાના ટ્રેડર્સ માટે વોલેટિલિટી તકો પૂરી પાડે છે.

    આગામી ટ્રેન્ડ : આગામી દિવસોમાં બજારમાં લાઇટ બુલિશ ટ્રેન્ડ સાથે વોલેટિલિટી ચાલુ રહેવાની શક્યતા છે.વૈશ્વિક પરિસ્થિતિ અને ક્રૂડ ઓઈલના ભાવ બજાર માટે મુખ્ય ટ્રિગર રહેશે.જો વૈશ્વિક પરિસ્થિતિ સ્થિર રહેશે તો બજાર ધીમે ધીમે ઉપર જઈ શકે છે.કુલ મળીને આજના સેશનમાં ભારતીય શેરબજારમાં “લાઇટ બુલિશ” ટ્રેન્ડ જોવા મળ્યો છે, જેમાં શરૂઆતની નબળાઈ બાદ અંતે મર્યાદિત તેજી જોવા મળી હતી.બજારમાં અંદરની મજબૂતી ધીમે ધીમે દેખાઈ રહી છે, પરંતુ વૈશ્વિક જોખમોને ધ્યાનમાં રાખીને રોકાણકારોએ સાવચેતીપૂર્વક અને વ્યૂહરચનાથી રોકાણ કરવું જરૂરી છે.

    તા.૦૮.૦૪.૨૦૨૬ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૦૭.૦૪.૨૦૨૬ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૧૬૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૦૦૩ પોઈન્ટના પ્રથમ અને ૨૨૯૦૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૩૨૦૨ પોઈન્ટ થી ૨૩૨૩૨ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૩૨૭૨ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૩૩૬ ) :- કોમ્પ્યુટર્સ – સોફ્ટવેરે & કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૨૯૭ ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.૧૩૪૭ થી રૂ.૧૩૫૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૩૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • આઈસીઆઈસીઆઈ બેંક ( ૧૨૫૦ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૨૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૧૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૬૪ થી રૂ.૧૨૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • હવેલ્લ્સ ઇન્ડિયા ( ૧૨૩૬ ) :- રૂ.૧૨૧૩ નો પ્રથમ તેમજ રૂ.૧૨૦૮ ના બીજા સપોર્ટથી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૪૭ થી રૂ.૧૨૫૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • વોલ્ટાસ લીમીટેડ ( ૧૨૧૮ ) :- હાઉસહોલ્ડ એપ્લાયન્સીસ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૩૪ થી રૂ.૧૨૪૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૮૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • ટાટા કન્ઝ્યુમર ( ૧૦૬૬ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા પ્રાઈવેટ બેંક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૧૭ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી ટી એન્ડ કોફી તરફી રૂ.૧૦૭૮ થી રૂ.૧૦૮૫ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • સન ફાર્મા ( ૧૭૨૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૪૭ આસપાસ સપોર્ટથી રૂ.૧૭૦૩ થી રૂ.૧૬૯૬ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૬૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
    • અરબિંદો ફાર્મા ( ૧૩૩૩ ) :- રૂ.૧૩૫૭ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૩૬૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૩૧૭ થી રૂ.૧૩૦૮ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૭૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • એક્સીસ બેંક ( ૧૨૪૮ ) :- પ્રાઈવેટ બેંક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૧૮ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૩૦ થી રૂ.૧૨૧૮ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૧૧૫૯ ) :- સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૪૪ થી રૂ.૧૧૩૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૯૫ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ( ૧૦૩૦ ) :- રૂ.૧૦૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૫૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૧૭ થી રૂ.૧૦૦૮ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591

     Disclaimer – https://www.capsavaj.com/policies

    The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

    Indian Stock Market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Gold 1.50 લાખ, Silver 2.40 લાખની નીચે

    June 10, 2026
    મુખ્ય સમાચાર

    ફ્લેટના કબજામાં વિલંબ બદલ બિલ્ડરે દર મહિને વ્યાજ ચૂકવવું પડશે : Bombay High Court

    June 10, 2026
    રાષ્ટ્રીય

    Bank એ દિવસની શરૂઆત પહેલા દરરોજ પોતાનો વ્યાજ દર વેબસાઇટ પર જાહેર કરવો પડશે

    June 10, 2026
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ…!!!

    June 9, 2026
    રાષ્ટ્રીય

    SEBI એકાઉન્ટિંગ એન્ટ્રીઓ સમજવામાં નિષ્ફળ ગઈ

    June 9, 2026
    રાષ્ટ્રીય

    મોટા નિર્ણયની તૈયારી! Gold Loansની માહિતી મંગાવતી સરકાર

    June 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkummar Rao and Vamika ની પ્રહાર ઓગસ્ટમાં રીલિઝ થશે

    June 10, 2026

    Shraddha Kapoor and Sidharth Malhotra ની ફિલ્મો ટકરાશે

    June 10, 2026

    Salman Khan ના ખૂબ જ નજીકના અને પરમ મિત્ર Kumud Raneનું નિધન થયું

    June 10, 2026

    CM ઓફીસ, અમદાવાદ મ્યુ.કચેરી તથા આરએસએસ મથકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    June 10, 2026

    Modi શાસનના 12 વર્ષ : મુખ્યમંત્રી દ્વારા ત્રિમંદિર ખાતે દર્શન અને આરતી

    June 10, 2026

    Gold 1.50 લાખ, Silver 2.40 લાખની નીચે

    June 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkummar Rao and Vamika ની પ્રહાર ઓગસ્ટમાં રીલિઝ થશે

    June 10, 2026

    Shraddha Kapoor and Sidharth Malhotra ની ફિલ્મો ટકરાશે

    June 10, 2026

    Salman Khan ના ખૂબ જ નજીકના અને પરમ મિત્ર Kumud Raneનું નિધન થયું

    June 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.