New Delhi,તા.9
આમ આદમી પાર્ટીથી અલગ પડેલા રાજયસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ હવે પોતાના નવા રાજકીય પક્ષની રચના કરવાનો સંકેત આપ્યો છે. `આપ’ના વડા કેજરીવાલ અને ચઢ્ઢા વચ્ચે મતભેદ બાદ તેમને રાજયસભામાં આમ આદમી પાર્ટીના ઉપનેતા પદેથી દુર કરાયા હતા.
તે સમયે ચઢ્ઢાની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ થઈ છે જેમાં તેમને નવા રાજકીય પક્ષની રચનાના એક મુદાને રસપ્રદ વિચાર ગણાવ્યો છે અને ઈન્સ્ટાગ્રામમાં તેને ટેકો મળી રહ્યો છે.
બીજી તરફ રાઘવ ચઢ્ઢા પોતાના પીઆર વર્કને આગળ વધારી રહ્યા છે. બીજી તરફ દિલ્હીમાં તેમના નિવાસે બોલીવુડના અભિનેતા સંજયદત સાથેની તેમની મુલાકાત પણ ચર્ચામાં છે.
હાલ સુપરહીટ જઈ રહેલી આ ફિલ્મની રાઘવ ચઢ્ઢાએ અગાઉ પ્રશંસા કરી હતી અને દિલ્હીમાં તેઓની મુલાકાત એ પણ ચર્ચા જગાવી છે. ખુદ ચઢ્ઢાએ આ અંગે ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ મુકી છે અને લખ્યુ છે કે તમને જોઈને આનંદ થયો.

