New Delhi, તા.10
IPL 2026 ની શરૂઆતની મેચોએ સ્પષ્ટ કરી દીધું છે કે આ વર્ષે ઓપનિંગ અંદાજ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. જ્યારે કેટલીક જોડીએ મેદાનમાં ધૂમ મચાવી છે, ત્યારે કેટલાક મોટા નામો સૌથી ખરાબ પ્રદર્શન કરનારાઓની યાદીમાં આવ્યા છે.
જયસ્વાલ અને સૂર્યવંશીએ IPL ઇતિહાસમાં સૌથી ઝડપી 500 રનની ભાગીદારીનો રેકોર્ડ તોડ્યો. તેમણે આ રેકોર્ડ ફક્ત 248 બોલમાં જ બનાવ્યો. તેમનો રનરેટ 12.57 પ્રતિ ઓવર છે જે IPL ઇતિહાસમાં શ્રેષ્ઠ છે.
આ સિઝનમાં, આ જોડીએ 75, 70 અને 80 રન ઉમેર્યા છે. તેવી જ રીતે, ગુજરાતે ત્રણમાંથી ફક્ત એક જ મેચ જીતી હોવા છતાં, ઓપનિંગ જોડીએ વધુ સારું પ્રદર્શન કર્યું છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ
સંજુ સેમસન અને તુરાજ ગાયકવાડઃ
કેપ્ટન તુરાજ ગાયકવાડ વર્લ્ડ કપ સ્ટાર સંજુ સેમસન સાથે ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. જોકે, આ જોડી ત્રણ મેચમાં ફક્ત 14, 14 અને 9 રન બનાવી શકી છે.
દિલ્હી કેપિટલ્સ
કેએલ રાહુલ અને પથુમ નિસાન્કાઃ
આ જોડીએ બે મેચમાં ફક્ત 2 રન (0 અને 2) ઉમેર્યા છે. જોકે, તેમણે ગુજરાત સામેની ત્રીજી મેચમાં 76 રનની ભાગીદારી કરી હતી.
સનરાઇઝર્સ હૈદરાબાદઃ
અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડઃ
હૈદરાબાદની આ જોડીને “ખતરનાક” માનવામાં આવે છે. જોકે, કોલકાતા સામે 82 રનની ભાગીદારી સિવાય, તેઓ બાકીની મેચોમાં (18 અને 1) નિષ્ફળ રહ્યા છે.
મુંબઈ ઈન્ડિયન્સ
રોહિત અને રિકેલ્ટન
KKR સામે 148 રનની ભાગીદારીથી એવું લાગતું હતું કે મુંબઈ આ સિઝન પર નિયંત્રણ મેળવશે, પરંતુ દિલ્હી અને રાજસ્થાન (અનુક્રમે 18 અને 10 રન) સામે આ ચાલી નહીં.

