Surendranagar તા.13
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જે બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે જેમાં હવે 06 વધી અને બ્લેક સ્પોટ સંખ્યા 09 થઈ ગઈ છે આજે સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર વિરમગામ હાઇવે ઉપર આવેલા ભાસ્કર પરાના પાટીયા નજીક અકસ્માત સર્જાયો છે.
ગમ્મખવાર અકસ્માતમાં ઘટના સ્થળે સાત લોકોના મોત નીપજવામાં પામ્યા છે ત્યારે આ બાબત ની જાણ લખતર પોલીસને થતા તાત્કાલિક લખતર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે અને આ સંદર્ભે તપાસ શરૂ કરવામાં આવી છે બેફામ દોડતા ટ્રક ચાલક દ્વારા 10 લોકોને હડફેટે લેવામાં આવ્યા છે જે પૈકી 07 લોકોના મોત થયા છે.
લખતર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી રહી અને આ મુદ્દે તપાસ શરૂ કરવામાં આવતા રાજકોટના ગઢકા ગામેથી દેકાવાડા ખાતે મહાદેવજીના મંદિરે સંઘ લઈને જતા હતા તે દરમિયાન બેફામ દોડતા ટ્રક ચાલક દ્વારા ભાસ્કર પરા ગામના પાટીયા નજીક યાત્રાળુઓને હડફેટે લેવામાં આવ્યા છે.
અકસ્માતમાં પાંચ મહિલા અને બે પુરુષોના મોત નીપજવા પામ્યા છે હજુ પણ અન્ય ત્રણ લોકોની હાલત ગંભીર છે અને તપાસ કરવામાં આવતા ભરવાડ સમાજના મૂંધવા પરિવાર હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે હાલમાં મૃતકોની ઓળખ શરૂ કરવામાં આવી છે.
અકસ્માત એટલો ગમખ્વાર હતો કે જે મૃતદેહ છે તેને પાવડાથી હાઇવે ઉપરથી ભરવામાં આવ્યા છે અને હાલ લખતર પોલીસે ટ્રાફિક હળવો કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે. હાલના તબક્કામાં તમામ મૃતદેહોને સુરેન્દ્રનગરની લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ઈજા ગ્રસ્તોને વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
ત્યારે મૃતક રાજકોટના જિલ્લ્ાના હોવાના કારણે તેમના પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા છે અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળવા પામ્યું છે લખતર પોલીસે આ મુદ્દે ગુનો દાખલ કરી અને વધુ તપાસ શરૂ કરી છે
આ દુર્ઘટનામાં મસાભાઇ કરશનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઇ મુંધવા, રાણીબેન મંગાભાઇ લાંબરીયા, અને વજીબેન વીભાભાઇ મુંધવા સહિત કુલ 7 લોકોના પ્રાણ પંખે ઉડી ગયા હતા. અકસ્માતને પગલે યાત્રાળુઓની કણ ચીસોથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતા જ લખતર પોલીસ કાફલો ત્વરિત ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતા ગેડીયા મહંત સહિત વિવિધ સમાજના અગ્રણીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ભરવાડ સમાજના એકસાથે 7 સભ્યોના મોતથી સમગ્ર માલધારી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
લખતર-વિરમગામ હાઈવે પર આવેલા છારદ અને ભાસ્કરપરા ગામ વચ્ચે ગતરાત્રે ડમ્પરની અડફેટે અકસ્માતની એક ભયાનક ઘટના સામે આવી છે. રાજકોટથી મેરા જઈ રહેલા ભરવાડ સમાજના યાત્રાળુઓના સંઘને આ ગોઝારો અકસ્માત નડ્યો હતો. રાજકોટથી નીકળેલા આ પદયાત્રીઓ જ્યારે છારદ અને ભાસ્કરપરા વચ્ચે પહોંચ્યા, ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે તેમને હડફેટે લીધા હતા.
ભીષણ અકસ્માતનો ભોગ બનનારા તમામ કમનસીબ મૃતકો ભરવાડ સમાજના મુંધવા પરિવારના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ પદયાત્રીઓ પોતાની આસ્થાના પ્રતીક સમાન રાજકોટના ગઢકા ગામે સ્થિત મંદિરે સંઘ લઈને જઈ રહ્યા હતા.
આજે સવારે મંદિરે આ સંઘની ધજા ચઢવાની હતી તે દરમિયાન લખતર-વિરમગામ માર્ગ પર કાળમુખા ટ્રકે તેમને પોતાની અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં 5 મહિલાઓ અને 2 પુરુષો એમ કુલ 7 સભ્યો કાળનો કોળિયો બની જતાં પરિવાર પર વજ્રઘાત થયો છે.
આ અકસ્માતમાં મસાભાઇ કરશનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઇ મુંધવા, રાણીબેન મંગાભાઇ લાંબરીયા અને વજીબેન વીભાભાઇ મુંધવા સહિત કુલ 7 લોકોના કણ મોત નિપજ્યા હતા.

