Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ

    April 18, 2026

    Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે

    April 18, 2026

    Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ
    • Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે
    • Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત
    • Morbi : યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાયેલી લાશ મળી
    • Morbi : માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું હાર્ટ એટેકથી મોત
    • Morbi : ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો
    • Morbi : ગુજરાતનો વિકાસ રોકનારાને ઘરભેગા કરવાનો સમય આવી ગયો છે
    • Morbi : યુવાને 9 લાખ સામે 7 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી કરતા ધાકધમકી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાંજે Rajkotમાં: એઈમ્સના કાર્યક્રમમાં હાજરી
    રાજકોટ

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાંજે Rajkotમાં: એઈમ્સના કાર્યક્રમમાં હાજરી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 13, 2026Updated:April 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkotતા.13
    ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બપોરે રાજકોટના મહેમાન બનશે. રાજકોટ એઈમ્સ ખાતે યોજાનાર દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહીને મેડીકલ વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરશે.

    રાષ્ટ્રપતિ આજથી ચાર દિવસની ગુજરાત-મહારાષ્ટ્રની મુલાકાતે રહેશે. ગુજરાતના રાજકોટથી પ્રવાસની શરૂઆત કરશે. આવતીકાલે ગાંધીનગરમાં આંબેડકર જન્મજયંતિ નિમિતે લોકભવન ખાતે સામાજીક સમરસતા મહોત્સવમાં હાજરી આપશે. ઉપરાંત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પાંચમા પદ્વીદાન સમારોહમાં ઉપસ્થિત થશે. 15 અને 16મીએ મહારાષ્ટ્રમાં કાર્યક્રમોમાં હાજરી આપશે.

    એઈમ્સ રાજકોટ ખાતે તેનો પહેલો દીક્ષાંત સમારોહ યોજશે, જે દરમિયાન 2020માં જોડાયેલા એમબીબીએસ વિદ્યાર્થીઓની પ્રથમ બેચને તેમની ડિગ્રી એનાયત કરવામાં આવશે.

    ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને દીક્ષાંત સંબોધન કરશે. રાષ્ટ્રપતિ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મેડલ અને સ્નાતક વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્રો પણ એનાયત કરશે.

    આ સમારોહમાં ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના કેન્દ્રીય રાજયમંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ અને ગુજરાતના રાજયમંત્રી (સ્વતંત્ર હવાલો) આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ પ્રફુલ પાનશેરિયા અને રાજય, સ્થાનિક વહીવટ અને અગ્રણી સંસ્થાઓના અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં રાષ્ટ્રીય મહત્વની સંસ્થામાં પ્રથમ દીક્ષાંત સમારોહની તૈયારીઓ પુરજોશમાં કરવામાં આવી છે.

    ઓગણપચાસ વિદ્યાર્થીઓને એમબીબીએસ ડીગ્રી અને એક વિદ્યાર્થીને વાયરોલોજીમાં પોસ્ટ ડોકટરલ સર્ટિફીકેટ એનાયત કરવામાં આવશે. વધુમાં, એમબીબીએસના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શનને માન્યતા આપવા માટે 10 મેડલ એનાયત કરવામાં આવશે, જેમાં 4 ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

    આ સમારોહમાં આશરે સાતસો ઉપસ્થિતો હાજર રહે તેવી અપેક્ષા છે, જેમાં સ્નાતકો, તેમના માતાપિતા, ફેકલ્ટી સભ્યો, વિદ્યાર્થીઓ અને આમંત્રીત મહાનુભાવોનો સમાવેશ થાય છે. 2019માં રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે સ્થાપિત એઈમ્સ રાજકોટનો ઉદેશ્ય ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના કાર્યક્ષેત્ર હેઠળ ગુણવતાયુક્ત તબીબી શિક્ષણ, સંશોધન અને તૃતીય સ્તરની આરોગ્યસંભાળની સમાન પહોંચને મજબૂત બનાવવાનો છે.

    સંસ્થાએ શિક્ષણમાં અનેક નવીનતાઓ રજુ કરી છે અને સ્થાનિક અને રાષ્ટ્રીય જરૂરિયાતોને અનુરૂપ અનેક સંશોધન પ્રોજેકટસ હાથ ધરી રહી છે. તે પ્રદેશમાં આરોગ્ય સંભાળ વિતરણ અને શૈક્ષણિક શ્રેષ્ઠતાને આગળ વધારવામાં તેની ભૂમિકાને સતત મજબૂત કરી રહી છે.

    આ દીક્ષાંત સમારોહ એક મુખ્ય સંસ્થાકીય સીમાચિહનરૂપ છે, જે શૈક્ષણિક કાર્યક્રમોની સફળ પ્રગતિને પ્રતિબિંબીત કરે છે અને તબીબી શિક્ષણ, સંશોધન અને દર્દી સંભાળના ઉચ્ચતમ ધોરણો પ્રત્યે સંસ્થાની પ્રતિબદ્ધતાને પુષ્ટિ આપે છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ

    April 18, 2026
    રાજકોટ

    Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકામાં છેલ્લા ૩ વર્ષમાં પાંચ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને પાંચના રહસ્યમય મોત

    April 17, 2026
    મુખ્ય સમાચાર

    Lok Sabhaમાં પસાર ન થઈ શક્યું મહિલા અનામત બિલ

    April 17, 2026
    રાષ્ટ્રીય

    Rahul Gandhiના ભાષણથી લોકસભામાં હોબાળો

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ

    April 18, 2026

    Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે

    April 18, 2026

    Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત

    April 18, 2026

    Morbi : યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાયેલી લાશ મળી

    April 18, 2026

    Morbi : માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું હાર્ટ એટેકથી મોત

    April 18, 2026

    Morbi : ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ટ્રમ્પ સરકાર, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ

    April 18, 2026

    Rajkot : વેકેશન-લગ્નગાળા માટે ST સજજ : 1-હજાર બસો દોડાવાશે

    April 18, 2026

    Morbi : આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.