Morbi તા 13
મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ રામકો વિલેજ સોસાયટી પાસે બાઈક સાથે બાઈક અથડાતાં આધેડનું મોત નીપજ્યું હતું મૂળ પોરબંદર જિલ્લાના અને હાલમાં મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ધર્મ મંગલ સોસાયટી ખાતે રહેતા હાર્દિકભાઈ કિશોરભાઈ નેનુજી (25) એ બાઈક નંબર જીજે 3 સીએચ 1840 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે.
તેઓના પિતા કિશોરભાઈ નેનુજી પોતાનું બાઈક નંબર જીજે 2 એસ 5914 લઈને ઉંચી માંડલ ગામ પાસે આવેલ ઝારકો સીરામીક ખાતેથી પોતાના ઘરે મહેન્દ્રનગર ગામ તરફ આવી રહ્યા હતા દરમિયાન રસ્તામાં રામકો વિલેજ સોસાયટીના ગેટ પાસે આરોપીએ તેનું બાઇક ફરિયાદીના પિતાના બાઈકની સાથે અથડાવ્યું હતું જેથી આ બનાવમાં ફરિયાદીના પિતાને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ છે

