Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હોટલ અને રેસ્ટોરન્ટવાળાની દાદાગીરી હવે ચાલશે નહીં

    June 27, 2026

    Ram temple મેનેજમેન્ટના અર્જુન દેવની ભૂમિકા પર શંકા

    June 27, 2026

    Famous Actor -ડાયરેક્ટર કે. ભાગ્યરાજનું હાર્ટ એટેકથી નિધન

    June 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હોટલ અને રેસ્ટોરન્ટવાળાની દાદાગીરી હવે ચાલશે નહીં
    • Ram temple મેનેજમેન્ટના અર્જુન દેવની ભૂમિકા પર શંકા
    • Famous Actor -ડાયરેક્ટર કે. ભાગ્યરાજનું હાર્ટ એટેકથી નિધન
    • PM Narendra Modi ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે સેશેલ્સ પહોંચ્યા
    • તમામ ક્રિયાઓ અને પદાર્થોને પોતાના ન માનીને ભગવાનના જ માનવા એ ‘દૈવયજ્ઞ’ છે.
    • આ જગતમાં કોઇ કોઇને સુખ કે દુઃખ આ૫તું નથી,જગતમાં તમામ લોકો પોતપોતાના કરેલા કર્મોનું જ ફળ ભોગવતાં હોય છે
    • જેવી કરણી તેવી ભરણી
    • 28 જૂનનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»જેવી કરણી તેવી ભરણી
    લેખ

    જેવી કરણી તેવી ભરણી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 27, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વિનોદભાઇ માછી નિરંકારી

    આપણે જેવા કર્મ કરીશું તેનાં ફળ આજે નહી તો કાલે ભોગવવા પડશે.એક ગામના જમીનદાર ઘણા વર્ષોથી બિમાર હતા.બિમારીના ઇલાજ માટે કોઇ ર્ડાકટર,વૈધને બતાવવાનું બાકી રાખ્યું નહોતું તેમ છતાં તબિયતમાં કોઇપણ પ્રકારનો સુધારો ન થયો.ગામમાં એક સંતનું આગમન થાય છે.જમીનદાર સંતના દર્શન કરવા જાય છે.સંતને પ્રણામ કરીને ખુબ જ દુઃખી હ્રદયે કહે છે કે મહાત્માજી..હું આ ગામનો જમીનદાર છું,મારી પાસે સેકડો વિઘા જમીન છે અને સુખના તમામ સાધનો હોવા છતાં મને જે ગંભીર પ્રકારની બિમારી થઇ છે તેમાં આરામ થતો નથી.મહાત્માએ પુછ્યું કે તમોને કયો રોગ થયો છે? ત્યારે જમીનદાર કહે છે કે મળ ત્યાગ કરતાં ઘણું જ લોહી નીકળે છે અને સહન ના થાય એટલું દર્દ થાય છે, લાગે છે કે મારા પ્રાણ નીકળી જશે.આપ આર્શિવાદ આપો કે મારી આ બિમારીમાંથી છુટકારો મળે. 

    મહાત્માએ આંખો બંધ કરી શાંત બેસીને પછી કહ્યું કે ખરાબ ના લાગે તો એક વાત પુછું? તમે ક્યારેય કોઇનું દિલ એટલુ બધું દુભાવ્યું છે કે તેના નિશાસાનો દંડ તમો આજે ભોગવી રહ્યા છો? તમે તેને એટલું બધું દુઃખ આપ્યું હશે કે તેની પીડા તમે ભોગવી રહ્યા છો? ત્યારે જમીનદાર કહે છે કે મેં કોઇનું દિલ દુભાવ્યું હોય કે કોઇને દુઃખ આપ્યું હોય તેવું મને યાદ નથી.ત્યારે મહાત્મા કહે છે કે યાદ કરો ક્યારેય તમે કોઇનો હક્ક તો નથી છીનવી લીધોને? કોઇની પીઠ પાછળ છરો મારીને કોઇની આજીવિકા તો નથી છીનવી લીધીને? કોઇની સાથે તેના હિસ્સાનું બળજબરીથી પચાવી તો નથી પાડ્યુંને? મહાત્માની પુરી વાત સાંભળીને જમીનદાર શર્મસાર બનીને કહે છે કે મારી એક વિધવા ભાભી તેના પિયરમાં રહેતી હતી, તે તેના ભાગના હિસ્સાની માંગણી કરતી હતી પરંતુ ભવિષ્યમાં તેના ભાગનો હિસ્સો લઇને તેના ભાઇને આપી દેશે એ ભયથી મેં તેના હિસ્સાની જમીન-જાયદાદ અને સંપત્તિ મેં ન આપતાં હું તેનો ઉપભોગ કરૂં છું. 

    મહાત્માએ કહ્યું કે આજથી તમે તમારી વિધવા ભાભીને દર મહિને સો રૂપિયા આપવાનું શરૂ કરી દો. આ પુરાતન સમયની વાત છે તે જમાનામાં સો રૂપિયામાં સમગ્ર પરીવારનું ભરણપોષણ થઇ જતું હતું. બીજા મહિનેથી જમીનદાર કેટલાક રૂપિયા વિધવા ભાભીને આપવાનું ચાલુ કરે છે.મહિના પછી મહાત્મા પાસે આવીને જમીનદાર કહે છે મારી બિમારીમાં પંચોત્તેર ટકા સારૂં લાગે છે.મહાત્માજીએ વિચાર્યું કે જમીનદારને સો ટકા સારૂં થઇ જવું જોઇએ તેમછતાં આમ કેમ બન્યું? મહાત્માજીએ કહ્યું કે તમે તમારી વિધવા ભાભીને દર મહિને કેટલા રૂપિયા મોકલાવો છો? ત્યારે જમીનદાર કહે છે કે દર મહિને પંચોત્તેર રૂપિયા મોકલું છું.ત્યારે મહાત્મા કહે છે કે એટલે જ તમોને સો ટકા સારૂં થતું નથી,તમે વિધવા ભાભીને બોલાવીને તેમના હક્કનું તમામ આબરૂભેર આપી દો.તેમના હક્કની સંપત્તિનું તેમને મન ફાવે તેમ ભલે ખર્ચ કરે કે ગમે તેને આપી દે તેમાં તમારે કોઇ દખલગીરી કરવાની નથી. 

    તમોને ખબર છે? તમે તેમનો હક્ક પચાવી પાડ્યો છે તેથી તે નિરાધાર વિધવા ભાભી કેટલી રડતી કકળતી હશે? બીજાના સહારે જીવન જીવતાં અંતરથી કેટલા શ્રાપ આપતી હશે તેના ફળસ્વરૂપે જ તમારી બિમારી મટતી નહોતી.વિચાર કરો..મૃત્યુ પછી આપણી સાથે શું આવવાનું છે? મૃત્યુ ક્યારે આવી જાય તેની આપણને ખબર ૫ડતી નથી એટલા માટે પોતાના સ્વભાવ અને ચિંતનને નિર્મળ બનાવી રાખીને પ્રત્યેક ક્ષણે સાવધાન રહેવું જોઇએ અને પ્રભુ ૫રમાત્માનું નિત્ય નિરંતર સુમિરણ કરતા રહેવું જોઇએ.જમીનદારને ઘણો જ પશ્ચાતાપ થાય છે, તેમને તરત જ પોતાની વિધવા ભાભી તથા તેમના ભાઇઓને બોલાવીને સમગ્ર ગામના લોકોની સાક્ષીએ તેના ભાગની જમીન,તેના હક્કના પૈસા આપી દીધા તથા પોતાની ભૂલ બદલ જાહેરમાં ભાભીની માફી માંગે છે.ભાભીએ વિશાળ દિલથી તેમને માફ કરી દીધા અને જમીનદારને ઘણા જ આર્શિવાદ આપે છે જેના પરીણામસ્વરૂપ જમીનદારની બિમારી કાયમ માટે મટી જાય છે. 

    જો તમોને પણ કોઇ અસાધ્ય રોગ થયો હોય તો જરૂરથી વિચાર કરજો કે સત્તા અને સંપત્તિના નશામાં મેં કોઇનો હક્ક તો નથી લઇ લીધોને? મેં કોઇનું દિલ તો નથી દુભાવ્યુંને? યાદ રાખો પ્રભુ પરમાત્માની લાઠીનો અવાજ નથી સંભળાતો પરંતુ આપણે જેવી કરણી કરીશું તેવું ફળ આજે નહી તો કાલે ભોગવવું જ પડશે જ.! સારા માનવ બનો અને બધાનું ભલું કરો.ભૂતકાળમાં જે ભૂલો કરી છે તેને સુધારી લઇએ અને ભવિષ્યમાં સમજી વિચારી એવા કર્મો કરીએ કે અમારી વાણી વર્તનથી કોઇની લાગણી ના દુભાય.અમારૂં એક ખરાબ કર્મ અમોને અનેક જન્મો લેવાનું કારણ બનતા હોય છે.

    વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    તમામ ક્રિયાઓ અને પદાર્થોને પોતાના ન માનીને ભગવાનના જ માનવા એ ‘દૈવયજ્ઞ’ છે.

    June 27, 2026
    લેખ

    આ જગતમાં કોઇ કોઇને સુખ કે દુઃખ આ૫તું નથી,જગતમાં તમામ લોકો પોતપોતાના કરેલા કર્મોનું જ ફળ ભોગવતાં હોય છે

    June 27, 2026
    લેખ

    તંત્રી લેખ…ડ્રગ હેરફેર

    June 27, 2026
    લેખ

    જીવ પરમાત્માનો અંશ હોવા છતાં પરમાત્માથી વિમુખ થઇને અનિત્ય સંસારમાં ફસાઇ ગયો છે

    June 26, 2026
    લેખ

    ભગવાનનું નામ સુમિરણ કરવાથી પાપ અને વાસના છૂટે છે

    June 26, 2026
    લેખ

    ભારતમાં ગેરકાયદેસર ગૌણ ખનીજ ખાણકામ એક મિલીભગત છે

    June 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    હોટલ અને રેસ્ટોરન્ટવાળાની દાદાગીરી હવે ચાલશે નહીં

    June 27, 2026

    Ram temple મેનેજમેન્ટના અર્જુન દેવની ભૂમિકા પર શંકા

    June 27, 2026

    Famous Actor -ડાયરેક્ટર કે. ભાગ્યરાજનું હાર્ટ એટેકથી નિધન

    June 27, 2026

    PM Narendra Modi ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે સેશેલ્સ પહોંચ્યા

    June 27, 2026

    તમામ ક્રિયાઓ અને પદાર્થોને પોતાના ન માનીને ભગવાનના જ માનવા એ ‘દૈવયજ્ઞ’ છે.

    June 27, 2026

    આ જગતમાં કોઇ કોઇને સુખ કે દુઃખ આ૫તું નથી,જગતમાં તમામ લોકો પોતપોતાના કરેલા કર્મોનું જ ફળ ભોગવતાં હોય છે

    June 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હોટલ અને રેસ્ટોરન્ટવાળાની દાદાગીરી હવે ચાલશે નહીં

    June 27, 2026

    Ram temple મેનેજમેન્ટના અર્જુન દેવની ભૂમિકા પર શંકા

    June 27, 2026

    Famous Actor -ડાયરેક્ટર કે. ભાગ્યરાજનું હાર્ટ એટેકથી નિધન

    June 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.