૫૦ થી વધુ કંપનીઓ ઉપસ્થિત રહેશે : કોઈપણ કોલજના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે
Junagadh તા. 14
કોલેજ માં ભણતા વિદ્યાર્થીઓ માટે સૌથી અગત્યની બાબત એટલે પ્લેસમેન્ટ. જો વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન પૂર્ણ થાય તે પહેલાજ કોલેજ માંથી જ બેસ્ટ જોબ મળી જાય તો વિદ્યાર્થીઓ નું ભવિષ્ય ઉજજવળ બની જાય. ત્યારે નોબલ યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા તા. ૨૫ એપ્રિલ ૨૦૨૬, શનિવારના રોજ એક મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવશે. આ જોબ ફેરમાં ૫૦ થી વધુ કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા નોબલ યુનિવર્સિટીના ભેસાણ રોડ કેમ્પસ ખાતે જોબ ઇન્ટરવ્યુ યોજાશે.
આ જોબ ફેરમાં એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, કોમર્સ, ફાર્મસી, સાયન્સ તેમજ અન્ય ફિલ્ડની મલ્ટિનેશનલ કોર્પોરેટ કંપનીઓ ભાગ લેશે. જૂનાગઢ અને આજુબાજુના વિસ્તારમાં કોઈપણ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ આ જોબ ફેરમાં ભાગ લઈ શકશે.આ મેગા જોબ ફેરમાં પ્રતિષ્ઠિત કંપનીઓ યોગ્ય ઉમેદવારોને કેમ્પસ ઇન્ટરવ્યુ સાથે ઓન ધ સ્પોટ જોબ ઓફર આપવામાં આવશે. જેને લઈને વિદ્યાર્થીઓ માટે આ જોબ ફેર સોનેરી અવસર સાબિત થશે.
.. આ જોબ ફેરમાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ નોબલ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ પર જઈને ફ્રી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. મર્યાદિત બેઠકોને ધ્યાનમાં રાખીને વહેલી તકે નોંધણી કરાવવી અનિવાર્ય રહેશે.

