Junagadh તા. 14
જૂનાગઢ ખાતે સંધી મુસ્લિમ ગામેતી સમાજ જૂનાગઢ દ્વારા હુસેનભાઈ હાલા કપ અંતર્ગત હેન્ડમેડ પ્રીમિયર લીગ ૨૦૨૬ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જ્યારે ક્રિકેટ પ્રેમીઓએ આ ક્રિકેટ ટુર્નામેન્ટને મન ભરી માણી હતી, આયોજકો દ્વારા વિજેતા ટીમને પ્રાઈઝ અને ચકચકિત ટ્રોફી આપી, ખેલાડીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.
જૂનાગઢ નગરપાલિકા તથા મહાનગરપાલિકામાં લોકોની ચાહના ચાહના સાથે અનેક વર્ષો સુધી નગર સેવક અને કોર્પોરેટર તરીકે સેવા આપનાર તથા દુઃખિયાના બેલી અને લોકોનો અડધી રાતના હોકારા સમાન મરહૂમ હુસેનભાઈ હાલાની યાદમાં ઓર્ગેનાઈઝર હાજી અસરફભાઈ હાલાના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ શહેરના વિવેકેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે “હુસેનભાઈ હાલા કપ” પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં વિવિધ ટીમોએ ભાગ લીધો હતો, તો આ ટૂર્નામેન્ટનો ક્રિકેટ પ્રેમીઓએ મન ભરી માણી હતી.
આયોજકો દ્વારા પ્રોફેશનલ ગ્રાઉન્ડ સેટ, લાઈવ સ્કોરિંગ અને કોમેન્ટ્રી જેવી સુંદર વ્યવસ્થા કરી, આ ક્રિકેટ ટુર્નામેન્ટને હાઇ કલાસ જેવી બનાવી હતી. વિજેતા ટીમ અને રનર્સ ટીમને પ્રાઈઝ અને ટ્રોફી એનાયત કરી, ખેલાડીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ આયોજનને સફળ બનાવવા રસીદ નોતિયાર, સાદિક સુમરા, વસીમ સુમરા, આરિફ સુમરા, ઈમ્તિયાઝ સંધી સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

