New Delhi તા.16
સંસદના ત્રણ દિવસમાં ખાસ સત્રમાં આજે સરકાર દ્વારા મહિલા અનામત અને નવા સિમાંકનમાં બંધારણ સુધારા સહિતના ખરડો રજુ કરતા જ જબરી ધમાલ શરુ થઈ ગઈ હતી અને વિપક્ષે આ પ્રકારે સિમાંકનમાં બંધારણીય સુધારાની સરકારના ઈરાદા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.
મહિલા આરક્ષણ સંબંધી ત્રણ સુધારા કાનુન સંસદમાં રજુ થતા જ કોંગ્રેસના સાંસદ કે.સી.વેણુગોપાલને સરકાર પર આરોપ મુકયો કે તે બંધારણને હાઈજેક કરવા માટે છે તો સમાજવાદી પક્ષ દ્વારા મુસ્લીમ મહિલાઓને આરક્ષણ આપવાનો મુદો ઉઠાવાયો હતો જેનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહે જણાવ્યું કે ધર્મના આધારે મુસ્લીમ કે કોઈ સમુદાયમાં અનામત આપી શકાય નહી તે બંધારણની વિરુદ્ધ છે.
તેથી આ પ્રકારે મુસ્લીમ અનામતમાં કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી. જયારે અખિલેશ યાદવે પણ ફરી એક વખત મુસ્લીમ મહિલાઓને અનામતનો મુદો ઉઠાવતા કહ્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે જવાબ આપ્યો કે સમાજવાદી પક્ષ તમામ બેઠકો મુસ્લીમ મહિલાઓને લડવા આપે તો પણ અમને કોઈ વાંધો નથી.
લોકસભામાં રજુ થયેલ સંશોધન બિલમાં ગૃહની વર્તમાન 543 સભ્ય સંખ્યા સામે 850 બેઠકો કરવાનો સરકારે દરખાસ્ત કરી છે. સમાજવાદી પક્ષે જાતિ જનગણનાનો મુદો પણ ઉઠાવ્યો હતો અને અમીત શાહે જવાબ આપ્યો કે વસ્તી ગણતરીની સાથે તે પણ કરવામાં આવી રહ્યું છે.
આજે અને આવતીકાલે લોકસભામાં મહિલા અનામત તથા સિમાંકન મુદે ચર્ચા થશે અને સાંજે મતદાન થશે. જયારે રાજયસભામાં શનિવારે ચર્ચા અને મતદાન થશે અને તે દરમ્યાન આજે બપોરે વડાપ્રધાન ચર્ચામાં ભાગ લેશે.
જયારે તેનો જવાબ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ આપશે. કોંગ્રેસ તરફથી આ ચર્ચામાં ભાગ લેવા પ્રિયંકા ગાંધી, ગૌરવ ગોગોઈ, કે.સી.વેણુગોપાલન, મનીષ તિવારી, પ્રનિત શિંદે, કે.સુરેશ અને મહમદ જાવેદ ચર્ચામાં ભાગ લેશે.

