Junagadh, તા.16
રાજગોર બ્રાહ્મણ મહિલા મંડળ દ્વારા તારીખ 14નાં રોજ રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવનમાં પ્રમુખ રંજનબેન પાઠક અને તેની ટીમ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા, જ્ઞાતિના ભાઈઓ બહેનો કે જેઓએ વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલી હોય તેઓનું સન્માન નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો તેમજ ભગવાન પરશુરામ દાદા ની દિવ્ય આરતી રાખવાં માં આવેલ હતી આ ત્રિવિધ કાર્યક્રમમાં શ્રી સ્વામીજી નિજસ્વરૂપાનંદજીએ ઉપસ્થિત રહીે આશિર્વચન પાઠવ્યા હતા.
તેમજ બ્રહ્મ યુવા સંગઠનના ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા.તેમજ જ્ઞાતિજનો પણ્ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કથાનું રસપાન કરેલ હતું તેમજ જુદી જુદી સંસ્થાઓ નાં પ્રતિનિધિ ઓ હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન એલ.વી.જોષીએ કરેલ હતું. આ કાર્યક્રમ દાતાઓ તરફ થી મળેલ સહયોગ થી વધારે દીપી ઉઠ્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા માં મહિલા મંડળ ના બહેનો એ જહેમત ઉઠાવી હતી

