Junagadh તા.17
ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી આવતીકાલે જુનાગઢ કવિ નરસિંહ મહેતા યુનિ.નો ચતુર્થ પદવી સમારોહ તેમની ધ્યક્ષતામાં યોજાઈ રહ્યો છે. જુનાગઢના વંથલી રોડ પરની બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ખાતે આવતીકાલે તા.18/4ના 11 કલાકે આ પદવી સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજયપાલ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવાની સાથે સંબોધન કરશે.
આ પદવી સમારોહમાં કુલ 36 કોલેજીયન વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરશે સાથે વિવિધ વિષયોમાં સંશોધન પૂર્ણ કરનાર 109 જેટલા કોલેજીયનોને પીએચડીની પદવી પણ એનાયત કરશે. આ પદવી સમારોહમાં યુનિવર્સિટીની વિવિધ 6 ફેકલ્ટીના જુદા-જુદા કોર્સના કુલ 27,476 વિદ્યાર્થીઓને સ્નાતક અનુસ્નાતક અને ડીપ્લોમાં પદવી એનાયત કરશે.
ફેકલ્ટી વાઇઝ આટર્સમાં 9805 કોમર્સમાં 6871, સાયન્સમાં 1520, યુમેનીટી અને સોશ્યલ સાયન્સ 1137, લાઇફ સાયન્સ 99, એજ્યુકેશન-2534, મેનેજમેન્ટ 470, હોમ સાયન્સ 151, મેડ્રીસન 483, નર્સીંગ 266, હોમીયોપેથીમાં 95, લો 799, કોમ્પ્યુટર સાયસન્સ 1942, પીએચડી ઓલ ફેકલ્ટી 109 મળી કુલ 7476 વિદ્યાર્થીઓને પદવી હાંસલ થશે.
આ પ્રસંગે આઇઆઇએમ અમદાવાદના પૂર્વ પ્રોફેસર અને પદ્મશ્રી અનિલકુમાર ગુપ્તા મુખ્ય અતિથી તરીકે હાજર રહી વિદ્યાર્થીઓને પ્રેરણાયાદક સંબોધન કરશે.

