Bhavnagar, તા.21
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર ભાવનગર વિભાગ મુસાફર જનતા ને સારી સુવિધા આપવા માટે બસ સ્ટેશન પરિસર અને બસોની સ્વચ્છતા માટે ’સ્વચ્છતા હી સેવા’ અને ’સ્વચ્છતા હી પરમો ધર્મ’ ઉદેશ્ય ને સાચા અર્થ મા સાર્થક કરવા માટે સતત પ્રયત્નશીલ અને કટીબધ્ધ છે અને નિગમ પરિસર મા જયાં ત્યાં પાન મસાલાની પીચકારી ન મારવી બસ કે બસ સ્ટેશનમા ગંદકી ન ફેલાવવા અનુરોધ પણ કરવામા આવે છે તેમ છતાં કેટલાક તત્વો આ બાબતને નજર અંદાજ કરી રહયા હોય તેવું જોવા મળેલ આવા તત્વો સામે એસ.ટી. પ્રસાશન દ્વારા સરકારશ્રીના તમાકુ નિયંત્રણ અધિનિયમ-2003 અનવયે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવા ઝુંબેશ ચલાવવા મા આવેલ છે.
જેમા માહે-માર્ચ-26 દરમિયાન ભાવનગર વિભાગના અલગ અલગ ડેપો ખાતે આવી કાર્યવાહી જેમા અધિનિયમની અલગ અલગ કલમો હેઠળ જેવા કે જાહેર સ્થળો એ ધુમ્રપાન કરવું, સીધી કે આડકતરી રીતે અધિનિયમ-2003 ના ભંગ બાબતે કુલ 256 ઈસમો પાસેથી દંડ પેટે રૂા. 6470/- ની રકમ વસુલવામા આવેલ હતી.
જેમાં ભાવનગર ડેપોમાં કેઈસની સંખ્યા 34 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ. 780/-, તળાજા ડેપો કેઈસ ની સંખ્યા 29 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ. 860/-, મહુવા ડેપો કેઈસની સંખ્યા 34 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ. 1540/-, પાલીતાણા ડેપો કેઈસની સંખ્યા 29 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ. 585/-, ગારીયાધાર ડેપો કેઈસની સંખ્યા 35 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ. 390/-, બરવાળા ડેપો કેઈસની સંખ્યા 30 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ. 730/-, બોટાદ ડેપો કેઈસની સંખ્યા 34 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ. 945/-, ગઢડા ડેપો કેઈસની સંખ્યા 31 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ. 640/- આમ, કુલ 256 કેઈસ દ્વારા રૂ. 6470/- દંડ પેટે લેવામાં આવ્યા હતા.

