Junagadh તા.21
શીલ પોલીસ સ્ટેશનના સાઈબર ક્રાઈમના ગુન્હામાં ચર માસથી નાસતો ફરતો જુનાગઢનો કેવીન રમેશ દેકીવાડીયાને અમદાવાદ મેમનગરથી એસઓજી પોલીસે દબોચી લીધો છે.
બીએનએસ કલમ 317 (2) 317 (4) તથા આઈટી એકટ કલમ 66 (ડી)ના ગુન્હામાં ગુન્હામાં ચાર માસથી નાસતો ફરતો સાઈબર ક્રાઈમનો આરોપી કેવીન રમેશ દેકીવાડીયાને જુનાગઢ એસઓજીના એએસઆઈ વિક્રમ ચાપડા અને સ્ટાફે હાલ અમદાવાદ રહેતો હોય
.જેની બાતમીના આધારે નીલમણી સોસાયટી મેમનગર ખાતેથી દબોચી લીધો હતો આરોપી પાસેથી જુદી જુદી બેંકની 25 પાસબુક, 43 એટીએમ કાર્ડ, 23 સીમકાર્ડ, 5 મોબાઈલ સહિત 42,000નો મુદામાલ કબ્જે કરી શીલ પોલીસના હવાલે કરી દેવામાં આવતા રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

