Morbi તા 21
મોરબીના રવાપર ગામ પાસે આવેલ શિવ શક્તિ સોસાયટીના નાકા નજીક આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર હાર જીતનો જુગાર રમતા એક શખ્સ ઝડપાયો છે ફૂલછાબ કોલોનીમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રવાપર ગામ પાસે આવેલ શિવશક્તિ સોસાયટીના નાકા પાસે આઇપીએલની ટી – 20 ક્રિકેટ મેચ ઉપર હાર જીત અને રનફેરનો જુગાર રમવામાં આવતો હોવાનો સામે આવ્યું હતું.
જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી વિપુલ નરસંગભાઇ બાલાસરા (30) રહે શિવ શક્તિ સોસાયટી રવાપરની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 1,200 રોકડા અને 5,000 રૂપિયા ની કિંમતનો એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 6,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને અન્ય એક શખ્સનો મોબાઈલ નંબર હાલમાં પકડાયેલ આરોપી પાસેથી મળ્યો હોય એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે વ્યક્તિ સામે ગુનો નોંધી મોબાઈલ નંબરના ધારક ને પકડવા ોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે.
બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ફૂલછાબ સોસાયટીના મેઇન રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા હરેશઅમરશીભાઈ સુરેલા (33), સલીમ રહીમ સુમરા (38), ઇમરાન ઈસ્માઈલ હિંગોરજા (22) અને મુસ્તાક ડોસુ પીંજારા (25) રહે. બધા મોરબી જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા અને તેની પાસેથી 2,010 ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

