Morbi તા 21
હળવદમાં વર્ષ 2025 માં હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ ફરીયાદ આપવામાં આવી હતી જે ગુનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. આ બનાવમાં પકડાયેલ આરોપી હિંમત કાનજીભાઈ પરમારની રેગ્યુલર જામીન પર મુક્ત થવા મોરબી ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં વકીલ મારફતે અરજી કરવામાં આવી હતી.
આરોપી છેલ્લા પાંચ માસથી કસ્ડીમાં છે. અને એફ.આઈ.આર. અને ચાર્જશીટ જોતા આરોપીએ કોઈ ફરીયાદપક્ષને શારીરિક હુમલો કરેલ હોય તેવો કોઈ આરોપ નથી. માત્ર આક્ષેપો કરવામાં આવેલ છે જે તદન ખોટા છે.
આમ, બંન્ને પક્ષની દલીલોને ધ્યાને લઇ આરોપી પક્ષના યુવા એડવોકેટ નરેશ પી.ડાભી ની દલીલોને માન્ય રાખીને કોર્ટે આરોપીના રેગ્યુલર શરતી જામીન મંજૂર કરેલ છે આ કામમાં આરોપી તરફે યુવા ધારાશાસ્ત્રી નરેશ પી.ડાભી, દેવકરણ એ.પરમાર, હિના એન.સંઘાણી, જલ્યા કે.વેગળ, નીતા ટી. પરમાર રોકાયેલા હતા.

