Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkummar Rao and Vamika ની પ્રહાર ઓગસ્ટમાં રીલિઝ થશે

    June 10, 2026

    Shraddha Kapoor and Sidharth Malhotra ની ફિલ્મો ટકરાશે

    June 10, 2026

    Salman Khan ના ખૂબ જ નજીકના અને પરમ મિત્ર Kumud Raneનું નિધન થયું

    June 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkummar Rao and Vamika ની પ્રહાર ઓગસ્ટમાં રીલિઝ થશે
    • Shraddha Kapoor and Sidharth Malhotra ની ફિલ્મો ટકરાશે
    • Salman Khan ના ખૂબ જ નજીકના અને પરમ મિત્ર Kumud Raneનું નિધન થયું
    • CM ઓફીસ, અમદાવાદ મ્યુ.કચેરી તથા આરએસએસ મથકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
    • Modi શાસનના 12 વર્ષ : મુખ્યમંત્રી દ્વારા ત્રિમંદિર ખાતે દર્શન અને આરતી
    • Gold 1.50 લાખ, Silver 2.40 લાખની નીચે
    • Bharuch: એક જ પરિવારના 3 સભ્યો પર ચપ્પુથી ઘાતકી હુમલો, 2ના મોત
    • Jammu and Kashmir ના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»વેલ્યુ બાયિંગ અને શોર્ટ કવરિંગથી માર્કેટમાં સેન્ટિમેન્ટ તેજી તરફી…!!
    વ્યાપાર

    વેલ્યુ બાયિંગ અને શોર્ટ કવરિંગથી માર્કેટમાં સેન્ટિમેન્ટ તેજી તરફી…!!

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 21, 2026Updated:April 22, 2026No Comments8 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આજે ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં શરૂઆતી મિશ્ર સંકેતો બાદ બીજા સેશનથી દિવસ દરમિયાન ખરીદદારો સક્રિય બનતા ઈન્ડેક્સમાં સતત ઊંચા સ્તરોને સપાટીને સ્પર્શી મજબૂત બુલિશ મૂવમેન્ટ જોવા મળી હતી. સ્થાનિક સ્તરે લાર્જકેપ સ્ટોક્સ સાથે મિડકેપ અને સ્મોલકેપમાં પણ વ્યાપક ખરીદી દ્વારા બજારની અંદરની મજબૂતી સ્પષ્ટ રહી છે. આ મૂવમેન્ટ માત્ર ટેકનિકલ રિકવરી નહીં પરંતુ સેન્ટિમેન્ટ આધારિત મજબૂત તેજી દર્શાવે છે.

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છાશવારે રંગ બદલતા હોઈ તેમના પર પૂરા વિશ્વને વિશ્વાસ નહીં હોઈ અને હવે ઈરાને પણ પ્રથમ મંત્રણાના દોર બાદ ટ્રમ્પ-અમેરિકાના હોર્મુઝ સ્ટ્રેટને ઈરાનના બંદરો પરથી વહન થતાં વાહનો માટે બ્લોક કરતાં અને કાર્ગો શીપને જપ્ત કરતાં ઈરાને મંત્રણાના બીજા દોરમાં જોડાવાનો ઈન્કાર કરી દેતાં મામલો ફરી બિચક્યો છે ત્યારે આ બદલાયેલી પરિસ્થિતિએ વૈશ્વિક બજારોમાં આજે ફરી ગૂંગળામણ અનુભવાઈ હતી. ઈરાને પણ તેના કાર્ગો શીપને અમેરિકા દ્વારા જપ્ત કરાયા સામે ટૂંક સમયમાં કાર્યવાહી કરવાનો પડકાર આપતાં ફરી હોર્મુઝ માર્ગે ક્રુડ ઓઈલ, એલપીજી સહિતનું વહન અવરોધાવાના સંકેતે વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવ  ફરી પાંચથી છ ટકા વધી આવતાં વૈશ્વિક શેર બજારોમાં નરમાઈ  જોવાઈ હતી.

    યુદ્વ અને યુદ્વ વિરામના નામે વિશ્વના શેર બજારો અને ક્રુડ-કોમોડિટી બજારોમાં પણ અમુક વર્ગનો થઈ રહેલો ખેલો-ઉથલો પણ હવે વિશ્વને અચંબામાં મૂકી રહ્યો છે.

    ઈરાનના હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખોલવાના એનાઉસમેન્ટ પૂર્વે ક્રુડ ઓઈલમાં કહેવાતાં થયેલા મંદીના મોટા વેપાર અને બીજી તરફ શેર બજારોમાં આગોતરો તેજીનો વેપાર ગોઠવીને થઈ રહેલા તોફાને રોકાણકારોને સતત અસમંજસમાં મૂકવાનું ચાલુ રાખ્યું છે. યુદ્વથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિથી કોર્પોરેટ ઈન્ડિયા માટે પણ અણધાર્યા પડકારોનો સામનો કરવાનો વખત આવ્યો છે. ઘણા ઉદ્યોગો માટે કાચામાલના પુરવઠાની ખેંચને કારણે અને ભાવો વધવાના કારણે બિઝનેસ વૃદ્વિ સાથે માર્જિન પર અસર દેખાવા લાગી છે અલબત યુદ્વની પરિસ્થિતિ હળવી થવાની સાથે આગામી દિવસોમાં સ્થિતિ પૂર્વવત થવાની અપેક્ષા અને કંપનીઓની કામગીરીમાં સુધારાની અપેક્ષાએ ભારતીય શેર બજારોમાં પાછલા દોઢ મહિના પૂર્વે ઓવરવેલ્યુ ગણાતી ઘણી કંપનીઓના શેરો હવે આકર્ષક વેલ્યુએશને મળતાં થતાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ નીચા ભાવે મોટી ખરીદી કરવાની તક ઝડપવા માંડી છે.

    સેન્સેક્સ :-  સેન્સેક્સમાં મજબૂત ઉછાળો નોંધાયો હતો, જેમાં બેન્કિંગ, ઓટો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોક્સે મુખ્ય ભૂમિકા ભજવી હતી.ઇન્ડેક્સ દિવસ દરમિયાન હાઈર ટોપ-હાઈર બોટમ સ્ટ્રક્ચર સાથે ટ્રેડ થયો, જે સ્પષ્ટ બુલિશ ટ્રેન્ડ દર્શાવે છે.

    બીએસઇ સેન્સેક્સ મૂવમેન્ટ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૫૨૦ સામે ૭૮૬૧૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૮૫૨૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૫૩ પોઈન્ટના ઉછાળા સાથે ૭૯૨૭૩ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર મૂવમેન્ટ :-  ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૩૩૧ સામે ૨૪૩૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૩૫૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૫૩ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૫૮૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    તાજેતરના ઘટાડા બાદ સ્ટોક્સ આકર્ષક લેવલ પર આવ્યા હતા અને તે સમયે ડીઆઈઆઈ દ્વારા સતત ખરીદી દ્વારા સ્થાનિક લિક્વિડિટી બજાર માટે મજબૂત સપોર્ટ બની રહી હતી આ ઉપરાંત ડેરિવેટિવ માર્કેટમાં શોર્ટ પોઝિશન્સ કવર થતા ઝડપી ઉછાળો આવ્યો.

    સ્થાનિક પરિબળો :- ભારતીય અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે, જે બજાર માટે પોઝિટિવ છે. મ્યુચ્યુઅલ ફંડ ઇનફ્લો અને એસઆઈપી રોકાણ બજારને સપોર્ટ આપે છે. બેન્કિંગ સેક્ટરમાં ક્રેડિટ ગ્રોથ અને એસેટ ક્વોલિટી સુધારો રોકાણકારોના વિશ્વાસમાં વધારો કરે છે. સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપેક્સ પર ધ્યાન પણ બજાર માટે સકારાત્મક છે.

    વૈશ્વિક પરિબળો :- વૈશ્વિક બજારોમાં મિશ્ર પરંતુ સ્થિર ટ્રેન્ડ જોવા મળ્યો હતો. અમેરિકી બજારોમાં શરૂઆતમાં નબળાઈ બાદ સ્થિરતા જોવા મળતાં ભારતીય બજારમાં સેન્ટિમેન્ટ સુધર્યો. એશિયન બજારોમાં પણ મર્યાદિત વોલેટિલિટી સાથે ટ્રેડિંગ જોવા મળ્યું હતું.

    મધ્ય પૂર્વમાં જીઓ-પોલિટિકલ તણાવ યથાવત છે, પરંતુ તાત્કાલિક કોઈ મોટી એસ્કેલેશન ન થતાં બજારમાં ભય ઓછો થયો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં મર્યાદિત સ્થિરતા મોંઘવારીના ભયને થોડી રાહત આપે છે. અમેરિકન ફેડની વ્યાજદર નીતિ અંગે રોકાણકારો સાવચેતીપૂર્વક નજર રાખી રહ્યા છે. ચીન તરફથી અર્થતંત્રને સપોર્ટ કરવા માટેના પગલાં વૈશ્વિક માંગમાં સુધારો લાવી શકે છે.

    સેક્ટર તરફી માહોલ :- આજે બેન્કિંગ સેક્ટર માર્કેટનું લીડર રહ્યું હતું અને ઓટો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં મજબૂત તેજી જોવા મળી. આઈટી અને ફાર્મા સેક્ટર સ્થિરથી પોઝિટિવ રહ્યાં હતાં, મેટલ સેક્ટરમાં મર્યાદિત સુધારો જોવા મળ્યો. એફએમસીજી ડિફેન્સિવ રીતે સ્થિર રહ્યા. ઓવરઓલ બેન્કિંગ, ઓટો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મિડકેપ સ્ટોક્સમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી.

    મંદી તરફી કારણો :- એફઆઈઆઈદ્વારા મર્યાદિત વેચવાલી. જીઓ-પોલિટિકલ અનિશ્ચિતતા. ક્રૂડ ઓઈલના ભાવમાં વોલેટિલિટી. ઉંચા વેલ્યુએશનને કારણે પ્રોફિટ બુકિંગનું જોખમ વગેરે પરિબળો ટ્રેડર્સ અને રોકાણકારોએ ખાસ ધ્યાને લેવા.

    એફઆઈઆઈ / ડીઆઈઆઈ  :- ડીઆઈઆઈ સતત નેટ બાયર્સ તરીકે સક્રિય રહ્યા હતા, જ્યારે એફઆઈઆઈ મિશ્ર વલણ સાથે જોવા મળ્યા.સ્થાનિક લિક્વિડિટી બજારને મજબૂત આધાર આપે છે.

    મિત્રો, ૨૦.૦૪.૨૦૨૬ એપ્રિલ ના રોજ વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા રૂ ૧૦૫૯.૯૩ વેચવાલી જોવા મળી હતી. જયારે બીજી બાજુ સ્થાનિક સંસ્થાગત રોકાણકારો દ્વારા રૂ ૨૯૬૬.૮૯ ખરીદી જોવા મળી હતી.

    કોમોડિટી મૂવમેન્ટ :- ક્રૂડ ઓઈલમાં મર્યાદિત તેજી સાથે સ્થિરતા જોવા મળી.બેઝ મેટલ્સમાં સુધારો નોંધાયો. કોમોડિટી માર્કેટમાં વોલેટિલિટી યથાવત રહી છે.

    ગોલ્ડ :- ગોલ્ડમાં શરૂઆતમાં નબળાઈ બાદ સ્થિરતા જોવા મળી હતી, કારણ કે ડોલર મજબૂત રહેતા પ્રેશર જોવા મળ્યું હતું.

    સિલ્વર :- સિલ્વરમાં વધુ વોલેટિલિટી જોવા મળી હતી, જેમાં ઘટાડા બાદ ટેકનિકલ રિકવરી નોંધાઈ હતી.

    ભાવિ દિશા :- આગામી દિવસોમાં બજાર પોઝિટિવ ટ્રેન્ડ સાથે આગળ વધી શકે છે, પરંતુ વૈશ્વિક અસ્થિરતા ને ધ્યાને લઈને વોલેટિલિટી ચાલુ રહેશે. નિફ્ટી માટે હાયર લેવલ તરફ ગતિ શક્ય છે પરંતુ સપોર્ટ લેવલ જો યથાવત રહેશે તો આગામી દિવસો માં તેજી પ્રબળ બની શકવાની શક્યતા છે. વૈશ્વિક સંકેતો, ક્રૂડ ઓઈલ અને FIIs પ્રવાહ બજાર માટે મુખ્ય ટ્રિગર રહેશે.

    આજના ટ્રેડિંગ સેશનમાં બજારમાં મજબૂત બુલિશ મૂવમેન્ટ જોવા મળી છે, જેમાં વ્યાપક ભાગીદારી અને સેન્ટિમેન્ટમાં સુધારો સ્પષ્ટ દેખાયો છે. બજારની અંદરની મજબૂતી દર્શાવે છે કે ટ્રેન્ડ પોઝિટિવ દિશામાં આગળ વધી રહ્યો છે ત્યારે રોકાણકારો માટે આ સમય યોગ્ય સ્ટ્રેટેજી સાથે રોકાણ કરવાની તક પૂરી પાડે છે, જ્યાં લાંબા ગાળે સારા રિટર્ન મેળવવાની સંભાવના મજબૂત રહે છે.

    વૈશ્વિક અસ્થિરતા ને કારણે આગામી દિવસોમાં બજારમાં વોલેટિલિટી યથાવત રહેવાની શક્યતા છે. બજાર સ્પષ્ટ દિશા માટે વૈશ્વિક સંકેતો અને એફઆઈઆઈપ્રવાહ પર નિર્ભર રહેશે. મજબૂત ફંડામેન્ટલ ધરાવતા સ્ટોક્સમાં તબક્કાવાર રોકાણ કરવું. વોલેટાઇલ બજારમાં રિસ્ક મેનેજમેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજના સેશનમાં બજારમાં બુલિશ અને બેરિશ બંને પરિબળો વચ્ચે સંતુલન જોવા મળ્યું છે, પરંતુ અંતે બુલિશ ટ્રેન્ડ હાવી રહ્યો છે. બજારની અંદરની મજબૂતી યથાવત છે, જે લાંબા ગાળે પોઝિટિવ દિશામાં આગળ વધવાની સંભાવના દર્શાવે છે. રોકાણકારો માટે આ સમય સાવચેતી સાથે યોગ્ય સ્ટ્રેટેજી અપનાવીને રોકાણ કરવાની તક પૂરી પાડે છે.

    તા.૨૨.૦૪.૨૦૨૬ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે… 

    • તા.૨૧.૦૪.૨૦૨૬ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૫૮૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૨૪૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૬૦૬ પોઈન્ટ થી ૨૪૬૭૬ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૭૦૭ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૮૦૬ ) :- રેસિડેન્શિયલ કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૮૭ નો પ્રથમ તેમજ રૂ.૧૭૭૦ ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.૧૮૨૪ થી રૂ.૧૮૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૩૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ટેક મહિન્દ્રા ( ૧૫૦૩ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૪૮૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૭૬ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૧૭ થી રૂ.૧૫૨૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • વોલ્ટાસ લીમીટેડ ( ૧૪૫૫ ) :- રૂ.૧૪૩૭ નો પ્રથમ તેમજ રૂ.૧૪૩૦ ના બીજા સપોર્ટથી હાઉસહોલ્ડ એપ્લાયન્સીસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૬૭ થી રૂ.૧૪૭૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૫૭ ) :- ઓઈલ એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૬૪ થી રૂ.૧૩૭૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૩૩૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • એયુ બેંક ( ૧૦૩૯ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા પ્રાઈવેટ બેંક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૨૦ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૪૭ થી રૂ.૧૦૫૫ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • એસબીઆઈ લાઈફ ( ૧૯૧૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ લાઈફ ઈન્શ્યોરન્સ કંપની સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૪૭ આસપાસ સપોર્ટથી રૂ.૧૯૦૩ થી રૂ.૧૮૯૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૬૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
    • સન ફાર્મા ( ૧૬૬૬ ) :- રૂ.૧૬૯૦ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૭૦૩ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૬૮૬ થી રૂ.૧૬૮૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૧૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • આઈસીઆઈસીઆઈ બેંક ( ૧૩૮૫ ) :- પ્રાઈવેટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૦૪ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૭૩ થી રૂ.૧૩૬૭ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • જીન્દાલ સ્ટીલ ( ૧૨૯૦ ) :- સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૧૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૭૬ થી રૂ.૧૨૭૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૨૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • ટાટા કન્ઝ્યુમર ( ૧૧૪૪ ) :- રૂ.૧૧૭૪ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૮૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૧૩૨ થી રૂ.૧૧૨૫ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591

     Disclaimer – https://www.capsavaj.com/policies

    The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

    Indian Stock Market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Gold 1.50 લાખ, Silver 2.40 લાખની નીચે

    June 10, 2026
    મુખ્ય સમાચાર

    ફ્લેટના કબજામાં વિલંબ બદલ બિલ્ડરે દર મહિને વ્યાજ ચૂકવવું પડશે : Bombay High Court

    June 10, 2026
    રાષ્ટ્રીય

    Bank એ દિવસની શરૂઆત પહેલા દરરોજ પોતાનો વ્યાજ દર વેબસાઇટ પર જાહેર કરવો પડશે

    June 10, 2026
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ…!!!

    June 9, 2026
    રાષ્ટ્રીય

    SEBI એકાઉન્ટિંગ એન્ટ્રીઓ સમજવામાં નિષ્ફળ ગઈ

    June 9, 2026
    રાષ્ટ્રીય

    મોટા નિર્ણયની તૈયારી! Gold Loansની માહિતી મંગાવતી સરકાર

    June 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkummar Rao and Vamika ની પ્રહાર ઓગસ્ટમાં રીલિઝ થશે

    June 10, 2026

    Shraddha Kapoor and Sidharth Malhotra ની ફિલ્મો ટકરાશે

    June 10, 2026

    Salman Khan ના ખૂબ જ નજીકના અને પરમ મિત્ર Kumud Raneનું નિધન થયું

    June 10, 2026

    CM ઓફીસ, અમદાવાદ મ્યુ.કચેરી તથા આરએસએસ મથકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    June 10, 2026

    Modi શાસનના 12 વર્ષ : મુખ્યમંત્રી દ્વારા ત્રિમંદિર ખાતે દર્શન અને આરતી

    June 10, 2026

    Gold 1.50 લાખ, Silver 2.40 લાખની નીચે

    June 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkummar Rao and Vamika ની પ્રહાર ઓગસ્ટમાં રીલિઝ થશે

    June 10, 2026

    Shraddha Kapoor and Sidharth Malhotra ની ફિલ્મો ટકરાશે

    June 10, 2026

    Salman Khan ના ખૂબ જ નજીકના અને પરમ મિત્ર Kumud Raneનું નિધન થયું

    June 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.