પાકિસ્તાનની કપડાની બ્રાન્ડ પર લોકોનો ગુસ્સો ફૂટ્યો છે જેના કારણે આ મુદ્દો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે
New Delhi,તા.૨૧
ભારતની ફિલ્મોની સ્ટોરી અને ગીતો તો અત્યાર સુધી પાકિસ્તાન કરતું આવ્યું હતું. જોકે હવે તો પાકિસ્તાને હદ પાર કરી નાખી છે. પાકિસ્તાનની એક કપડાની બ્રાન્ડે બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની છૈં તસવીરો બનાવીને તેની બ્રાન્ડનું પ્રમોશન કરી રહી છે. સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટની એઆઈ તસવીરો વાયરલ થતાની સાથે પાકિસ્તાનની કપડાની બ્રાન્ડ પર લોકોનો ગુસ્સો ફૂટ્યો છે જેના કારણે આ મુદ્દો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
Wajayesha Official નામની પાકિસ્તાની બ્રાન્ડે સોશિયલ મીડિયા પર માર્કેટિંગ માટે પોતાની અમુક તસવીરો શેર કરી છે. જોકે પોતાના કપડાં વેચવા માટે આ બ્રાન્ડે કેપ્શનમાં આલિયા ભટ્ટના નામનો ઉપયોગ કર્યો છે. સાથે જ તેણે આલિયા ભટ્ટની એઆઈ તસવીરો પણ વાપરી છે. કેપ્શનમાં એવું લખવામાં આવ્યું છે કે આલિયા ભટ્ટને પણ અમારી પ્યોર શીશા સિલ્ક કલેક્શન ઘણું પસંદ આવ્યું છે.
પાકિસ્તાની ક્લોથિંગ બ્રાન્ડે સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટની એઆઈ તસવીરો અપલોડ કરતા ફેન્સનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. ફેન્સ કોમેન્ટમાં ક્લોથિંગ બ્રાન્ડને ખરી ખોટી સંભળાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે માર્કેટિંગ કરવા માટેની આ રીત ઘણી ખોટી છે. ઘણા લોકોનું માનવું છે કે એઆઈ હવે એક મોટો ખતરો બની ગયો છે.મહત્વનું છે કે આલિયા ભટ્ટની પોપ્યુલારિટી માત્ર ભારત સુધી સીમિત નથી. હવે તે એક ગ્લોબલ સ્ટાર બની ગઈ છે અને વિશ્વના ઘણા દેશોમાં તેની મોટી ફેન ફોલોવિંગ છે. આલિયા ભટ્ટનું નામ અને ફોટો જોડીને આ પાકિસ્તાની બ્રાન્ડને ભલે ફાયદો થયો હોય, પરંતુ એક્ટ્રેસની નકલી તસવીરો બનાવવી એક શર્મશાર હરકત છે. આના પરથી એ વાત સાબિત થાય છે કે પાકિસ્તાનની બ્રાન્ડને પોતાની દેશની પોપ્યુલર હિરોઈનો પર ભરોસો નથી. જેથી તેઓ તેમના દેશની અભિનેત્રીઓને છોડીને આલિયા ભટ્ટનું નામ અને તેના ચહેરાનો ઉપયોગ કરી રહ્યા છે.

