Morbi, તા.22
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસપરામાં બાઇકની ચોરી કરવામાં આવી હતી દરમ્યાન મોરબીના અમરેલી રોડ ઉપર આવેલ શ્રદ્ધા પાર્ક પાસેથી ચોરાઉ બાઇક સાથે પોલીસ દ્વારા એક શખ્સને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વીસીપરા વિસ્તારમાં રોહીદાસપરા ગુજરાત સોસાયટી સામે રહેતા રાહુલભાઈ કાંતિભાઈ અંબાલીયા (26)એ અજાણ્યા શખ્સ સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, ગત તા. 16/4 ના રોજ રાત્રિના દરમિયાન કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ફરિયાદીના ઘર પાસે પડેલા તેના બાઈક નં જીજે 3 ઇજે 3559 15,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ છે.
દરમિયાન મોરબી બી ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે શ્રદ્ધા પાર્ક પાસે અમરેલી રોડ ઉપરથી શંકાસ્પદ હાલતમાં બાઈક નંબર પ્લેટ વગરનું બાઈક લઈને પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે તેની પૂછપરછ કરી હતી દરમ્યાન આ બાઈકની રોહીદાસપરામાંથી ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ચોરાઉ બાઇક સાથે દિલીપ ઉર્ફે ઇમરાન રાજેશ જાની રહે. રોહીદાસપરાની બાજુમાં ખાડા વિસ્તાર મોરબી વાળાની ધરપકડ કરેલ છે.

