Rajkot. તા.23
મેટોડા જીઆઇડીસીમાં આવેલી બી.જી. સ્ટીલ કંપનીની આગળ જાહેરમાં જુગાર રમતા સાત જુગારીને પોલીસે ઝડપી પટમાંથી રૂ. 35,700 ની રોકડ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
દરોડાની વિગતો મુજબ, મેટોડા જીઆઇડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન મળેલી બાતમીના આધારે અહીં આવેલી બી.જી.સ્ટીલ કંપની આગળ જાહેરમાં જુગાર રમતા સાત શખસોને ઝડપી લીધા હતાં. જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં શમશેર રફીકભાઇ કુરેશી, હલીમ નુરમહોમદ કુરેશી, દિલીપ મુન્નાલાલ બંસલ, ધર્મેન્દ્ર સંજય યાદવ, પ્રેમ અરૂણ ચૌધરી, વિજય વાલજી ધલવાણીયા અને વાલજી કપુરજી ચૌહાણનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રૂ.35,700 ની રોકડ કબજે આ શખસો સામે જુગારધારની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

