Morbi તા 23
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ જૂની પોસ્ટ ઓફિસ સામે શોભેશ્ર્વર રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો હતો જેથી સરકારી હોસ્પિટલ ખાતે મૃત જાહેર કર્યા હતા.
નાનીવાવડી ગામે રહેતા આંબાભાઇ દેવશીભાઈ મકવાણા (66) નામના વૃદ્ધ સામાકાંઠા વિસ્તારમાં જૂની પોસ્ટ ઓફિસ સામે આવેલ પેટ્રોલ પંપ ખાતે નાઈટમાં સિક્યુરિટીની ફરજ બજાવતા હોય ગઈકાલે વહેલી સવારે તેઓને હાર્ટ અટેકનો હુમલો આવ્યો હતો જેથી સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા. બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે
જુગાર રમતા
મોરબીમાં કુબેર ટોકીઝના ગ્રાઉન્ડમાંથી જુગાર રમતા મહેશ લક્ષમણભાઇ આદરોજિયા (40) અને સાગર રાજેશભાઈ અગેચાણીયા (27) રહે. બંને કુબેર ટોકીઝ પાછળ મોરબી મળી આવ્યા હતા જેથી તેની ધરપકડ કરી તેની પાસેથી 1420 ની રોકડ કબજે કરી હતી.
ત્રણ બોટલ દારૂ
લીલાપર રોડ ઉપર આવેલ ફિદાય પાર્ક પાસેથી બાઈક નંબર જીજે 7 બીએસ 9613 પોલીસ દ્વારા ચેક કરતા દારૂની નાની ત્રણ બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ અને વાહન મળીને 30,360 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી રેન્ચોરાય જલકુરામ રાય (26) રહે. ઇસ્કોન એપાર્ટમેન્ટ પાછળ સનાળા મૂળ રહે.
હરિયાણા
તથા ચંદન કનૈયાલાલ ચૌધરી (31) રહે. સનાળા સર્કલ ઇસ્કોન એપાર્ટમેન્ટ બ્લોક નંબર 602 મૂળ રહે. વેસ્ટ બંગાળની ધરપકડ કરેલ છે.

