Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkummar Rao and Vamika ની પ્રહાર ઓગસ્ટમાં રીલિઝ થશે

    June 10, 2026

    Shraddha Kapoor and Sidharth Malhotra ની ફિલ્મો ટકરાશે

    June 10, 2026

    Salman Khan ના ખૂબ જ નજીકના અને પરમ મિત્ર Kumud Raneનું નિધન થયું

    June 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkummar Rao and Vamika ની પ્રહાર ઓગસ્ટમાં રીલિઝ થશે
    • Shraddha Kapoor and Sidharth Malhotra ની ફિલ્મો ટકરાશે
    • Salman Khan ના ખૂબ જ નજીકના અને પરમ મિત્ર Kumud Raneનું નિધન થયું
    • CM ઓફીસ, અમદાવાદ મ્યુ.કચેરી તથા આરએસએસ મથકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
    • Modi શાસનના 12 વર્ષ : મુખ્યમંત્રી દ્વારા ત્રિમંદિર ખાતે દર્શન અને આરતી
    • Gold 1.50 લાખ, Silver 2.40 લાખની નીચે
    • Bharuch: એક જ પરિવારના 3 સભ્યો પર ચપ્પુથી ઘાતકી હુમલો, 2ના મોત
    • Jammu and Kashmir ના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»જીઓપોલિટિકલ તણાવથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!
    વ્યાપાર

    જીઓપોલિટિકલ તણાવથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 23, 2026Updated:April 24, 2026No Comments7 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં સ્પષ્ટ બેરિશ ટ્રેન્ડ જોવા મળ્યો હતો, જેમાં શરૂઆતથી જ નકારાત્મકતા હાવી રહી હતી અને દિવસ દરમિયાન કોઈ પણ મહત્વપૂર્ણ રિકવરી જોવા મળી નહોતી. વૈશ્વિક જીઓપોલિટિકલ તણાવ, ઊંચા ક્રૂડ ઓઈલ ભાવ અને વૈશ્વિક બજારોમાં નબળાઈએ રોકાણકારોના સેન્ટિમેન્ટને ગંભીર રીતે અસર કરી હતી. બજારમાં ટેકનિકલ રીતે પણ મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ્સ તૂટતાં પેનિક સેલિંગ વધ્યું હતું, જેનાથી ટ્રેન્ડ વધુ નબળો બન્યો હતો. ઈરાન અને અમેરિકા વચ્ચે મંત્રણા નહીં યોજાતાં ફરી યુદ્વના ટેન્શને એક તરફ સેન્સેક્સ, નિફટીમાં કડાકા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં આકર્ષણે આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ઘટાડો થયો હતો.

    ઈરાન યુદ્વના અંત માટે પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ ખાતે બીજા તબક્કાની મંત્રણામાં જોડાવાના ઈરાનના ઈન્કારે અને ખાસ હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકા  નાકાબંધી નહીં ઉઠાવે ત્યાં સુધી વાટાઘાટ નહીં કરવાના અને અમેરિકાના  કોઈપણ  હુમલા સામે  લડી લેવાનો નિર્ધાર ઈરાને બતાવી ટ્રમ્પને હંફાવતા ફરી વૈશ્વિક બજારોમાં  સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. અમેરિકાને યુદ્વમાં  હારેલું હોવાનું ઈરાને સ્પષ્ટ કહીને ટ્રમ્પે પાકિસ્તાનની વિનંતી પર યુદ્વ વિરામને એક તરફી લંબાવવાનું જાહેર કર્યા છતાં ટસનું મસ નહીં થઈ ઈરાને અમેરિકાને પડકારતા મામલો બિચક્યો છે.

    આ પરિબળ સાથે વધારાનું એક પરિબળ, કોર્પોરેટ પરિણામોમાં આઈટી જાયન્ટ એચસીએલ ટેકનોલોજીસના ધારણાથી નબળા પરિણામ અને નવા વર્ષ માટેના આવક વૃદ્વિના નબળા અંદાજોની નેગેટીવ અસરે ફંડોનું આઈટી શેરોમાં હેમરિંગ થતાં કડાકો બોલાયો હતો.

    સેન્સેક્સ : સેન્સેક્સ દિવસ દરમિયાન સતત ઘટાડા સાથે ટ્રેડ થયો હતો. બેન્કિંગ, આઈટી અને મેટલ સ્ટોક્સમાં ભારે વેચવાલી જોવા મળતાં ઇન્ડેક્સ પર દબાણ વધ્યું હતું. હેવીવેઈટ સ્ટોક્સમાં પ્રોફિટ બુકિંગ પણ મહત્વપૂર્ણ કારણ રહ્યું હતું.

    બીએસઇ સેન્સેક્સ :- ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૫૧૬ સામે ૭૭૯૮૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૭૫૭૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૬૦૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી સેન્સેક્સ સરેરાશ ૮૫૨ પોઈન્ટના ઘટાડા સાથે ૭૭૬૬૪ પોઈન્ટ બંધ થયેલ.

    નિફ્ટી ફ્યુચર : નિફ્ટી ફ્યુચરમાં સ્પષ્ટ રીતે મંદી નોંધાયો હતો, જેમાં ભાવ ઘટતા ઓપન ઇન્ટરેસ્ટમાં વધારો થયો હતો.

    નિફ્ટી ફ્યુચર :- ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૩૮૧ સામે ૨૪૧૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૧૨૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૬૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૧૬૬ પોઈન્ટ બંધ થયેલ.

    આજના બેરિશ ટ્રેન્ડ માટે મુખ્ય કારણ વૈશ્વિક બજારોમાં નબળાઈ, મિડલ ઈસ્ટમાં વધતું જીઓપોલિટિકલ તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી રહ્યું હતું સાથે સાથે એફઆઈઆઈ દ્વારા સતત વેચવાલી અને ટેકનિકલ બ્રેકડાઉન બજારને વધુ નીચે ખેંચતા રહ્યા

    વૈશ્વિક બજારોની અસર : અમેરિકાના ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ અને નાસ્ડેક કમ્પોઝિટ માં ઘટાડો જોવા મળતાં વૈશ્વિક સેન્ટિમેન્ટ નબળું બન્યું હતું. યુરોપિયન બજારોમાં પણ ઘટાડો નોંધાતા રિસ્ક-ઓફ મૂડ વધ્યો હતો. એશિયન બજારોમાં પણ વ્યાપક નબળાઈ જોવા મળી હતી. મિડલ ઈસ્ટમાં વધતા સંઘર્ષને કારણે ઊર્જા સપ્લાય પર જોખમ ઊભું થયું છે, જેના પરિણામે ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી જોવા મળી છે આથી વૈશ્વિક મોંઘવારીમાં વધારો થવાનો ભય ઉભો થયો છે. વૈશ્વિક સ્તરે વ્યાજદર અને અર્થતંત્ર અંગેની અનિશ્ચિતતા રોકાણકારોના વિશ્વાસને અસર કરી રહી છે. મૂડીઝ જેવી એજન્સીઓએ એશિયા-પેસિફિક વૃદ્ધિમાં ઘટાડાની શક્યતા દર્શાવી છે, જે બજારો માટે નકારાત્મક સંકેત છે.

    સ્થાનિક પરિબળો : સ્થાનિક સ્તરે એફઆઈઆઈ આઉટફ્લો, રૂપિયામાં નબળાઈ અને ઊંચા વેલ્યુએશન બજાર માટે દબાણ ઊભું કરી રહ્યા છે. ડીઆઈઆઈ દ્વારા ખરીદી થતી હોવા છતાં તે વેચવાલીનું દબાણ ઓછું કરવામાં પૂરતી સાબિત થઈ નથી.

    સેક્ટર તરફી માહોલ : આઈટી મેટલ અને રિયલ્ટી સેક્ટરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સેક્ટરમાં પણ દબાણ જોવા મળ્યું હતું. એફએમસીજી અને ફાર્મા સેક્ટર ડિફેન્સિવ હોવાથી મર્યાદિત ઘટાડા સાથે ટ્રેડ થયા હતા.

    તેજી તરફી કારણો : ડિફેન્સિવ સેક્ટર્સમાં મર્યાદિત ખરીદી અને ડીઆઈઆઈનો સપોર્ટ બજાર માટે થોડો પોઝિટિવ પરિબળ રહ્યો હતો. કેટલાક પીએસયુ સ્ટોક્સમાં પણ ખરીદી જોવા મળી હતી.

    મંદી તરફી કારણો: વૈશ્વિક અનિશ્ચિતતા, ક્રૂડ ઓઈલમાં તેજી, એફઆઈઆઈ વેચવાલી, ટેકનિકલ બ્રેકડાઉન અને નબળા ગ્લોબલ સંકેતો બજારમાં મંદી માટે મુખ્ય કારણો રહ્યા છે.

    એફઆઈઆઈ / ડીઆઈઆઈ પ્રવૃત્તિ : મિત્રો,૨૨.૦૪.૨૦૨૬ એપ્રિલ ના રોજ વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા રૂ.૨૦૭૮.૩૬ વેચવાલી જોવા મળી હતી. જયારે બીજી બાજુ સ્થાનિક સંસ્થાગત રોકાણકારો દ્વારા રૂ.૧૦૪૮.૧૭ વેચવાલી જોવા મળી હતી.

    કોમોડિટી મૂવમેન્ટ : ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી નોંધાઈ છે, જે ભારત માટે નકારાત્મક છે કારણ કે તે આયાત આધારિત અર્થતંત્ર છે. મેટલ્સમાં ઘટાડો જોવા મળ્યો છે, જે વૈશ્વિક માંગમાં નબળાઈ દર્શાવે છે.

    ગોલ્ડ : મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા પર ગોલ્ડમાં શરૂઆતમાં તેજી જોવા મળી હતી, પરંતુ મજબૂત ડોલર અને પ્રોફિટ બુકિંગને કારણે ભાવમાં ઘટાડો નોંધાયો હતો. હાલ ગોલ્ડમાં મિશ્ર ટ્રેન્ડ છે.

    સિલ્વર : સિલ્વરમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી અને ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ નબળી પડતા ભાવ પર દબાણ આવ્યું હતું. સિલ્વર ગોલ્ડ કરતાં વધુ નબળું દેખાયું હતું.

    ભાવિ દિશા : આગામી દિવસોમાં બજારમાં નબળાઈ યથાવત રહેવાની શક્યતા છે. ગ્લોબલ સંકેતો, ક્રૂડ ઓઈલના ભાવ અને એફઆઈઆઈ પ્રવૃત્તિ બજારની દિશા નક્કી કરશે. જો વૈશ્વિક પરિસ્થિતિ સુધરે તો જ રિકવરી શક્ય છે. ડિફેન્સિવ અને મજબૂત ફંડામેન્ટલ ધરાવતા સ્ટોક્સમાં જ રોકાણ કરવું જોઈએ. કુલ મળીને આજના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં બેરિશ ટ્રેન્ડ હાવી રહ્યો હતો. વૈશ્વિક પરિબળો, કોમોડિટી કિંમતોમાં તેજી અને એફઆઈઆઈ વેચવાલી મુખ્ય ડ્રાઈવર રહ્યા છે. ટૂંકા ગાળે બજારમાં વોલેટિલિટી અને નબળાઈ યથાવત રહેવાની શક્યતા છે, તેથી રોકાણકારોએ સંયમ અને સ્ટ્રેટેજિક અભિગમ અપનાવવો જરૂરી છે.

    તા.૨૪.૦૪.૨૦૨૬ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૩.૦૪.૨૦૨૬ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૧૬૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૨૪૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૧૦૮ પોઈન્ટ થી ૨૪૦૮૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • ગ્લેનમાર્ક ફાર્મા ( ૨૩૪૭ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૩૦૩ નો પ્રથમ તેમજ રૂ.૨૨૮૦ ના બીજા સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા સમયગાળે રૂ.૨૩૬૦ થી રૂ.૨૩૭૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૩૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • એક્સીસ બેંક ( ૧૩૭૦ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૪૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૩૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૩૮૩ થી રૂ.૧૩૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૪૫ ) :- રૂ.૧૩૨૩ નો પ્રથમ તેમજ રૂ.૧૩૧૭ ના બીજા સપોર્ટથી ઓઈલ એન્ડ માર્કેટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૫૭ થી રૂ.૧૩૬૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
    • સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ( ૧૦૯૪ ) :- પીએસયુ બેંક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૦૩ થી રૂ.૧૧૧૪ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૬૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • એયુ બેંક ( ૧૦૫૮ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા પ્રાઈવેટ બેંક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૧૮ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૬૭ થી રૂ.૧૦૭૫ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ભારતી ઐરટેલ ( ૧૮૩૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સેવાઓ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૬૮ આસપાસ સપોર્ટથી રૂ.૧૮૧૮ થી રૂ.૧૮૦૮ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૮૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
    • અદાણી પોર્ટસ ( ૧૬૦૦ ) :- રૂ.૧૬૩૬ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૬૪૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૫૮૮ થી રૂ.૧૫૭૫ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • અરબિંદો ફાર્મા ( ૧૪૩૯ ) :- ફાર્માસ્યુટિકલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૮૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૨૪ થી રૂ.૧૪૦૮ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • આઈસીઆઈસીઆઈ બેંક ( ૧૩૪૬ ) :- પ્રાઈવેટ બેંક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૩૦ થી રૂ.૧૩૧૭ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૮૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
    • જીન્દાલ સ્ટીલ ( ૧૨૫૭ ) :- રૂ.૧૨૭૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૮૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૪૪ થી રૂ.૧૨૩૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591

     Disclaimer – https://www.capsavaj.com/policies

    The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

    Indian Stock Market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Gold 1.50 લાખ, Silver 2.40 લાખની નીચે

    June 10, 2026
    મુખ્ય સમાચાર

    ફ્લેટના કબજામાં વિલંબ બદલ બિલ્ડરે દર મહિને વ્યાજ ચૂકવવું પડશે : Bombay High Court

    June 10, 2026
    રાષ્ટ્રીય

    Bank એ દિવસની શરૂઆત પહેલા દરરોજ પોતાનો વ્યાજ દર વેબસાઇટ પર જાહેર કરવો પડશે

    June 10, 2026
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ…!!!

    June 9, 2026
    રાષ્ટ્રીય

    SEBI એકાઉન્ટિંગ એન્ટ્રીઓ સમજવામાં નિષ્ફળ ગઈ

    June 9, 2026
    રાષ્ટ્રીય

    મોટા નિર્ણયની તૈયારી! Gold Loansની માહિતી મંગાવતી સરકાર

    June 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkummar Rao and Vamika ની પ્રહાર ઓગસ્ટમાં રીલિઝ થશે

    June 10, 2026

    Shraddha Kapoor and Sidharth Malhotra ની ફિલ્મો ટકરાશે

    June 10, 2026

    Salman Khan ના ખૂબ જ નજીકના અને પરમ મિત્ર Kumud Raneનું નિધન થયું

    June 10, 2026

    CM ઓફીસ, અમદાવાદ મ્યુ.કચેરી તથા આરએસએસ મથકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    June 10, 2026

    Modi શાસનના 12 વર્ષ : મુખ્યમંત્રી દ્વારા ત્રિમંદિર ખાતે દર્શન અને આરતી

    June 10, 2026

    Gold 1.50 લાખ, Silver 2.40 લાખની નીચે

    June 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkummar Rao and Vamika ની પ્રહાર ઓગસ્ટમાં રીલિઝ થશે

    June 10, 2026

    Shraddha Kapoor and Sidharth Malhotra ની ફિલ્મો ટકરાશે

    June 10, 2026

    Salman Khan ના ખૂબ જ નજીકના અને પરમ મિત્ર Kumud Raneનું નિધન થયું

    June 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.