Jetpur,તા.23
જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળા ગામે રહેતો બુટલેગર કૃપાલસિંહ દિલુભા પરમાર અવારનવાર ગુનાની ટેવ ધરાવતો હોવાથી એલસીબી અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી વોરંટ બજવણી થી અટકાયત કરી અમદાવાદ જિલ્લા જેલ ખાતે ધકેલી દેવાયા હતો આ અંગે મળતી માહિતી મુજબ રેન્જ આઈ.જી નિર્લિપ્ત રાયની સૂચનાથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ તે માટે એસ.પી. વિજયસિંહ ગુર્જરએ ગુનાખોરી અટકવા, બુટલેગર અસમાજિક પ્રવુતિ સંડોવાયેલ શખ્શો વિરુધ્ધ પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરવા સૂચના અન્વયે એલસીબી દ્વારા ગુનાકીય ઇતિહાસ ચેક કરતા જેતપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 5 ગુના ધ્યાને લેતા જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળા ગામે રહેતો બુટલેગર કૃપાલસિંહ દિલુભા પરમાર કૃપાલસિંહ વિરુદ્ધ પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ને મોકલતા મેજિસ્ટ્રેટ દ્વારા પાસાની મંજૂરી ની મહોર મારતા વોરંટ ની બજવણી કરી આરોપી કૃપાલસિંહ ને અટકાયત કરી અમદાવાદ જિલ્લા જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો હતો.

