Junagadh,તા.23
મુળ થાણા પીપડી હાલ જુનાગઢ રહેતા શખ્સને જુનાગઢ- પોરબંદરના બન્ને શખ્સોને ડુંગળી, બટેટા, લસણ, આદુના પાકોની ખરીદી કરી રોકાણ કરાવવાના બહાને રૂા.2 લાખનો ધુંબો મારી દીધાની વિશ્ર્વાસઘાત- છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે.
મુળ થાણા પીપળી (વંથલી) હાલ જુનાગઢ ઝાંઝરડા રોડ કૈલાશ પાર્ક-2 બ્લોક નં.39માં રહેતા ફરીયાદી મુકેશભાઈ શાન્તીલાલ ભાખર (ઉ.50)ને આરોપીઓ રમેશ ઉર્ફે રૂદ્રભાઈ પરસોતમ ગોકાણી રે.પોરબંદર અને રામભાઈ ભુપતભાઈ નગાભાઈ દીવરાણીયા રે. જુનાગઢ વાળાઓએ ગત તા.24-5-25થી તા.20-7-25 દરમ્યાન બટેટા, ડુંગળી, લસણ, આદુ જેવા પાકોની ખરીદી કરી રોકાણ કરવાના બહાને મુકેશભાઈ ભાખરને વિશ્ર્વાસમાં લઈ રૂા.21 લાખનું અલગ અલગ રીતે મેળવી મુળ રકમ પણ ન આપતા વિશ્ર્વાસઘાત છેતરપીંડીની ફરીયાદ નોંધાવતા વંથલી પોલીસ તપાસ હાથ ધરી છે.
યુવાન પર હુમલો
જુનાગઢમાં વસીમખાનજી શોકતઅલી ખાનજી બાબી (ઉ.34) રે. કેબ્રીજ શેરી-3 વાળા અને અન્ય લોકો રસ્તા બાબતે મીટીંગમાં બેઠા હતા, ત્યારે આરોપીઓ સબીર અલારખા કચરા, સલીમ દાતારી, રફીક દાતારી અને રફીકનો નાનો ભાઈ ચારેયએ કોઈ કારણોસર વસીમ ખાનજીને ગાળો ભાંડી લોખંડના પાઈપ, લાકડાના ધોકા, પ્લાસ્ટીકના પાઈપ સાથે તુટી પડયા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

