Junagadh તા.23
જુનાગઢ જવાહર રોડ સ્થિત મુખ્ય સ્વામિનારાયણ સુવર્ણ મંદિર ખાતે 198મો પાટોત્સવ રાધારમણ દેવ-સિધ્ધેશ્વર મહાદેવ રણછોડરાયજી ત્રિકમરાયજીના સાનિધ્યમાં આગામી તા.29-4-2026થી 3-5-26 દરમ્યાન યોજાશે.
પાટોત્સવના મુખ્ય યજમાન પદે પ.પૂ.સ.ગુરૂ કોઠારી વયોવૃધ્ધ સ્વામી દેવનંદનદાસજી (પૂર્વ ચેરમેન) ડો. શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી (ચેરમેન વડતાલ) શાસ્ત્રી સ્વામી હરીજીવનદાસજી (ચેરમેન ગઢપુર) જુનાગઢ મંદિરના કોઠારી સ્વામી પુરૂષોતમપ્રકાશ દાસજી (પીપી સ્વામી)ની પ્રેરણાથી પાટોત્સવ અંતર્ગત વચનામૃત વિવેચન કથાનું રસપાન ડો. શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી ચેરમેન વડતાલ તથા બ્રહ્મ શાસ્ત્રી સ્વામી સરજુદાસનંદજી ટ્રસ્ટી જુનાગઢ કરાવશે.
તા.29/4ના બપોરના 3 કલાકે સ્વામીનારાયણ ગુરૂકુળ કાળવા ચોકથી પોથીયાત્રા નીકળશે. તા.2/5ના બપોરના 4-30 કલાકે ગુરૂકુળથી જળયાત્રા તથા પૂ.મહારાજનું સામૈયુ કરવામાં આવશે. કથાનો સમય બપોરના 4થી 7 અને રાત્રીના 9થી 11 રહેશે પાટોત્સવની વેદોકત વિધી સાથે રમેશભાઈ ત્રિવેદી કરાવશે.

