Junagadh તા.27
જુનાગઢ નાયબ પોલીસ મહાનિરીક્ષકના સ્ટાફે જુનાગઢ પંચેશ્વર મંદિર પાછળ જાહેરમાં જુગઠુ ખેલતા સાતને રોકડ રૂા.13500, પાંચ મોબાઈલ, એક બુલેટ એક એકટીવા સહિત કુલ રૂા.1,28,500ની મતા સાથે દબોચી લીધા હતા.
ઝડપાયેલાઓમાં વીરા ધના પુછાળ, દિપક ગીરીશ સોલંકી, યતીશ રામભાઈ મોકરીયા, ભરત વ્રજલાલ રબારા, મનીષ પરસોતમ ચુડાસમા, હાર્દિક ચીમન વાઘેલા અને મનીષ જીવરાજ બગડાને દબોચી લીધા હતા. ઘટનાસ્થળેથી એકટીવા નંબર જીજે 11 બીપી 7228 અને બુલેટ નં. જીજે 11 સીએમ 2091 પણ કબજે કર્યા હતા. એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

