Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot જીલ્લા પંચાયતમાં ઓછુ મતદાન કેવા પરિણામ લાવશે? ઉતેજના

    April 27, 2026

    Dwarka જિ.પં.માં 64.02% મતદાન : 5.33 લાખ લોકોએ મત આપ્યો

    April 27, 2026

    ફટાફટ ક્રિકેટની સટાસટી! હવે 200+ સ્કોરમાં પણ જીતની ગેરેંટી નહીં

    April 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot જીલ્લા પંચાયતમાં ઓછુ મતદાન કેવા પરિણામ લાવશે? ઉતેજના
    • Dwarka જિ.પં.માં 64.02% મતદાન : 5.33 લાખ લોકોએ મત આપ્યો
    • ફટાફટ ક્રિકેટની સટાસટી! હવે 200+ સ્કોરમાં પણ જીતની ગેરેંટી નહીં
    • Vaibhav Suryavanshi ભવિષ્યની ટી-20 બેટિંગનું ‘નવું મોડલ’
    • Dhoni આખી ટુર્નામેન્ટમાથી બહાર થઈ જવાનું જોખમ
    • IPLમાં સીઝનનો પ્રથમ ’ટાઈ’ મેચ : સુપર ઓવરમાં કોલકતા એ લખનઉને હરાવ્યું
    • IPL 2026 : RCB vs DC દિલ્હીનો આજે બેંગ્લોર સામે જંગ
    • IPL 2026 : વૈભવ સૂર્યવંશીની ઈજા અંગે મોટો સસ્પેન્સ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Dwarka જિ.પં.માં 64.02% મતદાન : 5.33 લાખ લોકોએ મત આપ્યો
    સૌરાષ્ટ્ર

    Dwarka જિ.પં.માં 64.02% મતદાન : 5.33 લાખ લોકોએ મત આપ્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 27, 2026No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Dwarka, તા. 27
    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં જિલ્લા પંચાયત સાથે 4 તાલુકા પંચાયત, 2 નગરપાલિકા તથા સાલાયા પાલિકામાં એક બેઠકની પેટા ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું હતું તેમાં મહત્વની જિલ્લા પંચાયતમાં અંદાજિત 64.02 ટકા મતદાન નોંધાયું છે.

    દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની કુલ 22 બેઠકો માટેના કરવામાં આવેલા મતદાનમાં 69.41ટકા પુરુષ, 58.16 ટકા સ્ત્રી મળી સરેરાશ 64.02 ટકા જેટલું મતદાન થવા પામ્યું હતું. આ સાથે ખંભાળિયા તાલુકા પંચાયતની 24 બેઠક માટે 68.07 ટકા, ભાણવડ તાલુકા પંચાયતની 16 બેઠક માટે 57.32 ટકા, કલ્યાણપુર તાલુકા પંચાયતની 24 બેઠક માટે 65.58 ટકા અને દ્વારકા તાલુકા પંચાયતની 16 બેઠક માટે 62.42 ટકા મતદાન થવા પામ્યું છે.

    ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની 9 વોર્ડની 31 બેઠક માટેની ચૂંટણીમાં 61.84 ટકા અને જામ રાવલ નગરપાલિકાના 6 વોર્ડની ચૂંટણીમાં 79.12 ટકા મતદાન થવા પામ્યું છે. આ સાથે સલાયા નગરપાલિકાની એક બેઠકની પેટા ચૂંટણીમાં સરેરાશ 57.31 ટકા મતદાન થયું છે.

    જિલ્લામાં કુલ 2,99,743 પુરુષ અને 2,32,993 સ્ત્રી મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ, જિલ્લામાં કુલ 5 લાખ 32 હજાર 736 લોકોએ મતદાન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ તમામ ચૂંટણીમાં સલાયાની પેટા ચૂંટણીમાં પુરુષ કરતા સ્ત્રી મતદારોનું મતદાન વધુ રહ્યું છે.

    આ વચ્ચે નોંધનીય છે કે આજરોજ મતદાન પૂર્વે જ ખંભાળિયાની વોર્ડ નંબર 6 ની આખી પેનલ તેમજ અન્ય એક ઉમેદવાર સહિત નગરપાલિકાના 5 ઉમેદવારો અને ખંભાળિયા તાલુકા પંચાયતમાં 2 ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે.

    ગઈકાલે રવિવારે રાત્રે જિલ્લાના તમામ 420 ઉમેદવારોના ભાવિ ઈ.વી.એમ.માં શીલ થયા છે અને જે-તે સ્થળે સુરક્ષિત રીતે ઈ.વી.એમ. મશીનો પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવ્યા છે. મંગળવાર તા. 28 એપ્રિલના રોજ યોજાનારી મતગણતરીમાં ઉમેદવારોના ભાવિ ખુલશે. હાલ કોણ ઉમેદવાર જીતશે અને કોણ હારશે તે અંગેની ચર્ચાઓ અને અટકળો વહેતી થઈ છે.

    – જિલ્લા પંચાયતની વાડીનાર બેઠક પર સૌથી વધુ અને ઢેબર બેઠક પર સૌથી ઓછું મતદાન       દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જિલ્લા પંચાયતની વાડીનાર (ખંભાળિયા) બેઠક પર સૌથી વધુ 83.97 ટકા મતદાન અને તાલુકા પંચાયતમાં કાઠી દેવળીયા (ખંભાળિયા) બેઠક પર સૌથી વધુ 86.04 ટકા મતદાન થયું છે. જ્યારે જિલ્લા પંચાયતમાં સૌથી ઓછું મતદાન ઢેબર બેઠક પર 53.02 ટકા અને તાલુકા પંચાયતની ધ્રાસણવેલ (દ્વારકા) બેઠક પર 36.77 ટકા મતદાન થયું છે.

    જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રાપ્ત થયેલી પ્રાથમિક વિગતો મુજબ, જિલ્લા પંચાયતની બેઠકમાં ભાણવડ તાલુકામાં આવતી વેરાડ બેઠક પર 61.90 ટકા, કલ્યાણપુર તાલુકામાં આવતી નંદાણા બેઠક પર 74.16 ટકા, દ્વારકા તાલુકામાં આવતી વરવાળામાં 68.17 ટકા સૌથી વધુ મતદાન નોંધાયું છે.

    તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાણવડ તાલુકામાં આવતી ઢેબર બેઠક પર 73.97 ટકા, કલ્યાણપુર તાલુકામાં આવતી ભોગાત બેઠક પર 83.29 બેઠક અને દ્વારકા તાલુકામાં આવતી વરવાળા બેઠક પર 81.50 ટકા સૌથી વધુ મતદાન થયું છે.

    જિલ્લા પંચાયતની ખંભાળિયા તાલુકામાં આવતી ચારબારા બેઠક પર 57.89 ટકા, ભાણવડ તાલુકામાં આવતી ઢેબર બેઠક 53.02 ટકા, કલ્યાણપુર તાલુકામાં આવતી લાંબા બેઠક પર 54.88 ટકા, દ્વારકા તાલુકામાં આવતી બરડીયા બેઠક પર 55.87 ટકા તેમજ તાલુકા પંચાયતમાં ખંભાળિયા તાલુકામાં ચારબારા બેઠક પર 55.50 ટકા, ભાણવડ તાલુકામાં આવતી ગડુ બેઠક પર 41.40 ટકા, કલ્યાણપુર તાલુકામાં આવતી પટેલકા બેઠક પર 47.21 ટકા અને દ્વારકા તાલુકામાં આવતી ધ્રાસણવેલ બેઠક પર 36.77 ટકા સૌથી ઓછું મતદાન નોંધાયું છે.

    નગરપાલિકામાં જોઈએ તો ખંભાળિયા નગરપાલિકામાં વોર્ડ નં. 8 માં 70.11 ટકા, જામ રાવલના વોર્ડ નં. 6 માં 86.45 ટકા સૌથી વધુ મતદાન નોંધાયું છે. જ્યારે, ખંભાળિયા નગરપાલિકામાં વોર્ડ નં. 7 માં 56.06 ટકા અને જામ રાવલના વોર્ડ નં. 71.11 ટકા સૌથી ઓછું મતદાન નોંધાયું છે. મતદાનના આંકડા ટેન્ટેટિવ છે.

    સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ રવિવારે વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત સાથે જિલ્લાના તમામ ચાર તાલુકાઓ ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકા તાલુકા પંચાયત તેમજ ખંભાળિયા નગરપાલિકા અને રાવલ નગરપાલિકા સાથે સલાયાની એક બેઠકની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. ગઈકાલે દિવસ દરમિયાન થયેલી આ મતદાન પ્રક્રિયા એકંદર શાંતિપૂર્ણ રહી હતી.

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારે વિવિધ સ્થાનિક સ્વરાજ્યની પૂર્વે જિલ્લા પ્રશાસન તેમજ પોલીસ તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. આજરોજ મતદાન પૂર્વે ગતરાત્રે ઉમેદવારો-ટેકેદારો માટે કતલની રાતમાં મતદારોને છેલ્લી ઘડીએ મનાવવા, રિઝવવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ગઈકાલે સવારથી જિલ્લાના જુદા જુદા મતદાન બુથ પર પ્રીસાઈડિંગ સ્ટાફ તેમજ ઉમેદવારના એજન્ટ (પોલિંગ એજન્ટ) ગોઠવાઈ ગયા હતા.

    ગઈકાલે મતદાનના દિને 40 ડિગ્રી સુધીના ગરમીભર્યા માહોલમાં મતદારોને મતદાન મથક સુધી લાવવા માટે ઉમેદવારોના પગે પાણી ઉતરી આવ્યા હતા. સવારથી જિલ્લાના લોકોને મહત્તમ મતદાન કરવા માટે આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો વિગેરે દ્વારા સોશિયલ મીડિયામાં અપીલનો મારો ચલાવવામાં આવ્યો હતો. કેટલાક સ્થળોએ રોકડ રકમની લેતી-દેતીના આક્ષેપો પણ થયા હતા.

    મતદાનના આ મહાપર્વમાં શતક વટાવી ચૂકેલા વડીલો, દિવ્યાંગ મતદારો, વરરાજાઓ વગેરેએ મતદાન કરી અને સૌને પોતાના મતનું મહત્વ સમજાવ્યું હતું. આ સાથે પોલીસ તંત્ર દ્વારા દિવ્યાંગો તેમજ જરૂરત મુજબ મતદારોને સહાયભૂત થઈ પોતાની ફરજ નિષ્ઠા વ્યક્તિ કરી હતી. ગતસાંજે છ વાગ્યે મતદાન પ્રક્રિયા એકંદર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો. મતદાન પૂર્ણ થયા બાદ રાજકીય આગેવાનોએ હારજીતના દાવાઓ પણ વ્યક્ત કર્યા હતા.

    આ સાથે રાજકીય પંડિતોએ મતદાનના આંકડા મેળવીને ઉમેદવારોની જીતની લીડ કે હારના આંકડાના અંદાજ વ્યક્ત કર્યા હતા. અહીં મતદાન દરમિયાન ઈ.વી.એમ.માં ખરાબી કે અન્ય કોઈ વિક્ષેપ સર્જાયો ન હતો. આ તમામ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર.એમ. તન્ના, જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા તેમજ ચૂંટણી સ્ટાફ અને પોલીસ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

    Dwarka Dwarka NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Jetalsarની હોટલમાં લગ્નની ખુશીઓ વચ્ચે આગ ભભુકી : મોટુ નુકસાન

    April 27, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પરિવારે મતદાન કર્યું

    April 27, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal ન.પા.માં 48.51 અને તા.પં.માં 46.31 ટકા મતદાન થયુ

    April 27, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar મહુવામાં મતદાન કરી પરત ફરતા યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા

    April 27, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar મનપાની ચૂંટણીમાં સરેરાશ 54.89 ટકા મતદાન

    April 27, 2026
    સૌરાષ્ટ્ર

    Veraval પ્રભાસપાટણમાં યુવા-વૃધ્ધો-દિવ્યાંગમતદારોએ મતદાન કરવા ઉત્સાહ દાખવ્યો

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot જીલ્લા પંચાયતમાં ઓછુ મતદાન કેવા પરિણામ લાવશે? ઉતેજના

    April 27, 2026

    ફટાફટ ક્રિકેટની સટાસટી! હવે 200+ સ્કોરમાં પણ જીતની ગેરેંટી નહીં

    April 27, 2026

    Vaibhav Suryavanshi ભવિષ્યની ટી-20 બેટિંગનું ‘નવું મોડલ’

    April 27, 2026

    Dhoni આખી ટુર્નામેન્ટમાથી બહાર થઈ જવાનું જોખમ

    April 27, 2026

    IPLમાં સીઝનનો પ્રથમ ’ટાઈ’ મેચ : સુપર ઓવરમાં કોલકતા એ લખનઉને હરાવ્યું

    April 27, 2026

    IPL 2026 : RCB vs DC દિલ્હીનો આજે બેંગ્લોર સામે જંગ

    April 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot જીલ્લા પંચાયતમાં ઓછુ મતદાન કેવા પરિણામ લાવશે? ઉતેજના

    April 27, 2026

    ફટાફટ ક્રિકેટની સટાસટી! હવે 200+ સ્કોરમાં પણ જીતની ગેરેંટી નહીં

    April 27, 2026

    Vaibhav Suryavanshi ભવિષ્યની ટી-20 બેટિંગનું ‘નવું મોડલ’

    April 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.