(દિનેશ જોષી) Kodinar, તા.30
કોડીનાર તાલુકા પંચાયતની 24 બેઠકમાંથી 12 બેઠક કોંગ્રેસના ફાળે 11 બેઠક ભાજપના ઉમેદવાર તથા એક ઉમેદવાર અપક્ષ વિજેતા જાહેર થયા છે જ્યારે જિલ્લા પંચાયતની કોડીનારના ફાળાની પાંચ બેઠકમાંથી ચાર બેઠક ઉપર ભાજપ અને એક બેઠક કોંગ્રેસના ઉમેદવારો વિજેતા થયા છે આમ કોડીનાર તાલુકા પંચાયત ભાજપ પાસેથી સત્તા મેળવી લેવામાં કોંગ્રેસ સફળ રહ્યો છે.
કોડીનાર તાલુકા પંચાયતના 24 સભ્યો પૈકી કોંગ્રેસમાંથી વિજેતા થયેલા ઉમેદવારોમાં સાંઢણીધાર બેઠક ઉપર ઉદય કુમાર અરજણભાઈ ગોહિલ સરખડી બેઠક ઉપર દક્ષાબેન મયુરભાઈ વાળા પાંચ પીપળવા બેઠક ઉપર લાભુબેન નારણભાઈ સાવધારીયા પણાદર બેઠક ઉપર ગોવિંદભાઈ લખમણભાઇ ઝણકાટ છાછર બેઠક ઉપર મોતી બેન દાન્સિંગ ભાઈ બારડ દેવડી બેઠક ઉપર અનુપબેન રાજેન્દ્રભાઈ સોલંકી ડોળાસા બેઠક ઉપર અજય બેન વરસીંગભાઇ મોરી ઘાટવડ બેઠક ઉપર રાજાભાઈ નથુભાઈ વાળા કડોદરા બેઠક ઉપર લખમણભાઇ નાથાભાઈ પરમાર કડવાસણ બેઠક ઉપર રણધીરભાઈ લખમણભાઇ ચૌહાણ મિતિયાજ બેઠક ઉપર નયનાબેન સુરપાલભાઇ બારડ સિંધજ બેઠક ઉપર જયાબેન નરેન્દ્રભાઈ જાદવ વડનગર બેઠક ઉપર હર્ષાબેન મયુરભાઈ ગાધે કોંગ્રેસ પક્ષમાંથી વિજેતા થયા છે.
જ્યારે ભાજપના ચૂંટાયેલા સભ્યો માં આલીદર બેઠક ઊપર રીનાબેન પ્રતાપભાઈ વંશ છારા બેઠક ઉપર કંકુબેન જાદવભાઈ ચુડાસમા દેવલપુર બેઠક ઉપર અમુબેન મૂળજીભાઈ ભેડા મોટી ફાફણી બેઠક ઉપર પ્રવીણભાઈ બચુભાઈ રામ કાજ બેઠક ઉપર સંજયભાઈ માલાભાઈ પરમાર મૂળદ્વારકા બેઠક ઉપર રમીલાબેન હરસુખભાઈ કરવાડિયા નગડલા બેઠક ઉપર દિનેશભાઈ કાનાભાઈ રામ પાંચ પીપળવા બેઠક ઉપર લાભુબેન નારણભાઈ સાવધરીયા વેલણ 1 બેઠક ઉપર દક્ષાબેન હાજાભાઈ ચારણીયા વેલણ 2 બેઠક ઉપર મિતલબેન ભરતભાઈ ચાવડા તથા પેઢાવાળા બેઠક ઉપર ઋત્વિકભાઈ લાભુભાઈ વાજા નો સમાવેશ થાય છે જ્યારે એકમાત્ર અરણેજ બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર વિજેતા જાહેર થયા છે આમ કોડીનાર તાલુકા પંચાયતની 24 બેઠકોમાંથી 12બેઠક કોંગ્રેસના ફાળે11 બેઠક ભાજપના ફાળે તથા એક અપક્ષ ઉમેદવાર અનિરુદ્ધભાઈ જાદવ વિજેતા થતા અને અપક્ષ ઉમેદવારે કોંગ્રેસને ટેકો જાહેર કરતા કોંગ્રેસ કોડીનાર તાલુકા પંચાયતના સુકાન સંભાળશે.
જ્યારે કોડીનાર તાલુકા ને ફાળે આવેલી જિલ્લા પંચાયતની પાંચ બેઠકોમાંથી ચાર બેઠકો ભાજપ કબજે કરવામાં સફળ રહી છે જ્યારે એક બેઠક કોંગ્રેસના ફાળે આવેલી છે
જિલ્લા પંચાયત ની બેઠકમાં વિજેતા થયેલા ઉમેદવારમાં ભાજપ વિજેતા ઉમેદવારોમાં આલીદર બેઠકના ભૂમિકાબેન વિશાલભાઈ ગાધે, દેવળી બેઠક ઉપર નીતાબેન દિલીપભાઈ મોરી ડોળાસા બેઠક ઉપર દર્શિત દેવશીભાઈ ડોડીયા વેલણ બેઠક ઉપર શારદાબેન મહેશભાઈ બાંભણિયા અને વડનગર બેઠક ઉપર કોંગ્રેસના સુનિલભાઈ પુંજાભાઈ રાઠોડ વિજેતા જાહેર થયા છે

