ગુજરાત અને મહારાષ્ટ્રના અમુક ભાગમાં ૩-૪ દિવસ હજુ વધારે હીટવેવ રહેવાની સંભાવના છે
New Delhi,તા.૧
આમ તો મે મહિનાનું નામ સાંભળતા મનમાં બાળી નાખે તેવી ગરમી, રસ્તા પર સન્નાટો અને આકાશમાંથી વરસતી આગની તસવીરો સામે આવે, પણ વર્ષ ૨૦૨૬ની આ ગરમી પોતાની પરંપરા તોડવાના મૂડમાં છે. ભારતીય હવામાન વિભાગના આંકડાએ એક એવી કહાની લખી દીધી છે, જે દાયકાઓના રેકોર્ડને પડકાર આપી રહી છે. જ્યાં ૧૯૭૧થી ૨૦૨૦ સુધી છેલ્લા ૫૫ વર્ષનો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે મેમાં સરેરાશ ૬૧.૪ મિમી વરસાદ થાય છે. વળી આ વખતે વાદળોએ પોતાની ચાલ બદલી લીધી છે. આ વર્ષે આકાશમાંથી ખાલી સૂરજ આગ જ નહીં વરસાવે, પણ ગર્જના અને વીજળીના કડાકાથી સામાન્યથી ૧૧૦ ટકા વધારે વરસાદના અણસાર લઈને આવી રહ્યું છે.
આ ખાલી એક મૌસમી બદલાવ નથી, પણ પ્રકૃતિનું એ નાટકીય વળાંક છે, જ્યાં પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બેંસ અને અરબ સાગરનો ભેજ મળીને તપતી ધરતીને મેની ઠંડકનો અહેસાસ કરાવવાની તૈયારીમાં છે. જ્યારે અલ નીનો જેવા દૈત્ય પ્રશાંત મહાસાગરમાં ધામા નાખી રહ્યા છે, ત્યારે ભારતીય આકાશમાં ગર્જતા આ વાદળ ભવિષ્યના ચોમાસાની એક રહસ્યમય પટકથા તૈયાર કરી રહ્યા છે.
ભારતીય હવામાન વિભાગના તાજા પૂર્વાનુમાન અનુસાર, મેનો મહિનો દેશના મોટા ભાગમાં રાહત અને પડકારથી ભરેલો રહેશે. એક તરફ જ્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બેંસના કારણે વરસાદની વધારે સંભાવના છે, ત્યાં બીજી તરફ અમુક રાજ્યોમાં સામાન્યથી વધારે હીટવેવનો સામનો કરવો પડી શકે છે. મે દરમ્યાન દેશના મોટા ભાગમાં દિવસનું તાપમાન સામાન્ય અથવા સામાન્યથી ઓછું રહેવાની આશા છે. જો કે દક્ષિણ ભારત, પૂર્વોત્તર અને ઉત્તર પશ્ચિમ ભારતના અમુક ભાગમાં ગરમીની અસર બની રહેશે. રાતના તાપમાનની વાત કરીએ તો દેશના કેટલાય ભાગમાં આ સામાન્યથી વધારે રહી શકે છે.
મે મહિનાની અમુક વિશેષતાઓઃ ગરમી નબળી પડશે- વધારે ગર્જના-ચમક અને પશ્ચિમી વિક્ષોભની વધતી આવૃતિના કારણે મે મહિનો આશાથી વધારે ગરમ રહેવાની સંભાવના છે.
હીટવેવનો ખતરો- હિમાલયની તળેટી, પૂર્વી તટીય રાજ્યો, ગુજરાત અને મહારાષ્ટ્રના અમુક ભાગમાં ૩-૪ દિવસ હજુ વધારે હીટવેવ રહેવાની સંભાવના છે.
ચોમાસાનું આગમ- બંગાળની ખાડી ઉપર ૧૪થી ૨૦ મેની વચ્ચે દક્ષિણ-પશ્ચિમી હવાઓ તેજ થવાની આશા છે. અંડમાન સાગરમાં ચોમાસું સામાન્ય રીતે ૨૦ મેની આસપાસ પહોંચે છે.
અલ નીનોનો પ્રભાવ- પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની સ્થિતિ વિકસિત થઈ રહી છે. મેથી જૂલાઈની વચ્ચે તે સક્રિય થવાની ૬૦ ટકા સંભાવનાઓ છે, જે ચોમાસા માટે ચિંતાનો વિષય હોઈ શકે છે.
પોઝિટિવર્- હિંદ મહાસાગરમાં વર્તમાનમાં ન્યૂટ્રલ છે, પણ ચોમાસાના અંત સુધી તે પોઝિટિવ થવાની આશા છે, જે ચોમાસાના વરસાદને વધારવામાં મદદ કરે છે.

