(મિલાપ રૂપારેલ) Amreli, તા.2
અમરેલી જિલ્લાનાં ધારી પંથકમાં એક વૃધ્ધે આર્થિક પરીસ્થતિ નબળી હોવાના કારણે તથા લાઠી પંથકમાં એક 22 વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપધાત કરી લીધાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
ધારી તાલુકાના સરસીયા ગામે રહેતાં રાવતભાઇ ઘુસાભાઇ વાળા નામનાં 62 વર્ષીય વૃધ્ધની આર્થિક પરીસ્થતિ નબળી હોવાના કારણે તેઓ માનસીક ટેન્શનમાં રહેતાં હોય તેમણે ગત તા.29 ના રોજ 12/30 વાગ્યાથી તા.30 ના સાંજનાં 4 દરમિયાન સરસીયા ગામની સીમમાં આવેલ કુવામાં પડી જઇ તેમનું પાણીમાં ડુબી જવાથી મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થતાં પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
જ્યારે બીજા બનાવમાં લાઠી તાલુકાના જરખીયા ગામે રહેતી કિરણબેન સાગરભાઇ આલગોતર નામની 22 વર્ષીય પરિણીતાએ ગત તા.30 ના સવારના આશરે સાડા દસેક વાગ્યાના સમયે જરખીયા ગામે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર પોતે પોતાની મેળે રૂમના પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપધાત કરી લેતાં તેણીનું મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થતાં પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.

