Junagadh,તા.02
તાજેતરમાં જ લાયન્સ કલબ વિસાવદર દ્વારા કલબના સિનિયર માર્ગદર્શક અને ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાયન ભાસ્કરભાઈ જોશી ની ઉમદા પ્રેરણા તેમજ કલબના પ્રેસિડેન્ટ અને ઝોન ચેરપર્સન ઝોન 11 લાયન રમણીકભાઈ ગોહેલ ના માર્ગદર્શન તેમજ આર્થિક સહયોગ દ્વારા તાલુકાની માંડાવડ પ્રાથમિક શાળા ખાતે “ગુજરાત સ્થાપના દિવસ” ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ તેમજ સંવાદ સાથે નો અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવેલ તેમજ નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓએ હોંશે હોંશે ભાગ લીધેલ સ્પર્ધામા સહભાગી થનાર તમામ વિદ્યાર્થીઓને લાયન્સ કલબ વિસાવદર દ્વારા ફૂલ સ્કેપ ચોપડો, બોલપેન, લાયન્સ બેગ તેમજ સન્માનપત્ર એનાયત કરી પુરસ્કૃત કરી લાયન્સ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 જે લાયન વર્ષ 2025/26 સ્લોગન “નીડ બેઝ સર્વિસ પ્લસ” ને સાર્થક કરવાનો ઉમદા પ્રયત્ન કરવામાં આવેલ.

