Junagadh તા.2
કેશોદ તાલુકા ના પંચાળા ગામે ઘરકંકાશ ને લયને પતિએ પત્નીને કુહાડી ના ઘા ઝીંકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરતાં તેમને સારવાર અર્થે તાત્કાલિક કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.
ત્યારે આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ કેશોદ ના પંચાળા ગામે રહેતા રમિલાબેન મનસુખભાઈ ને કોઈ ઘર કંકાશ ને લયને તેના પતિ દ્વારા તેમના પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આ હુમલામાં તેમને ગળાને ભાગે ગંભીર ઇજા થઇ હોવાથી તેઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અને ત્યારબાદ વધુ સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ ધટનામાં સબબ હજુ સુધી પોલીસ તરફથી કોઈ વિગતો બહાર આવી નથી પરંતુ આ બાબતે વધુ તપાસ પોલીસ ચલાવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

