Nikhil Bhatt
રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
આ સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી, જેમાં શરૂઆત બુલિશ ટ્રેન્ડ સાથે થઈ પરંતુ ગુરુવારે ગ્લોબલ સંકેતો, એફઆઈઆઈ પ્રવૃત્તિ અને કોમોડિટી મૂવમેન્ટ બજારની દિશા નક્કી કરનાર મુખ્ય પરિબળ રહ્યા.
ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્વ અંતની સમજૂતી હોર્મુઝ પર અંકુશ મામલે ઘોંચમાં પડતાં અનિશ્ચિતતાએ વૈશ્વિક ઓઈલ પુરવઠો ખોરવાઈ રહ્યાનાં અને સંકટ ઘેરાઈ રહ્યાના સંકેત જોવા મળ્યાં તેમજ ભારતની ઓઈલની આયાત મોંઘી બનવાની સાથે અમેરિકી ડોલર સામે રૂપિયો નબળો પડતાં નેગેટીવ પરિબળોએ ફંડોને સાવચેતી વર્તવા ખરીદીને બ્રેક લગાવી હતી.
મિત્રો, વૈશ્વિક સંકટ વચ્ચે કોર્પોરેટ વિશ્વનો વેપાર ખોરવાઈ રહ્યો હોઈ ઘણી કંપનીઓને લોનમાં ડિફોલ્ટ થવાના જોખમી એંધાણ વર્તાઈ રહ્યાં છે અને આ કારણે બેંકોનું માર્જિન ભીંસમાં આવવાના પરિબળે ફોરેન ફંડોએ બેંકિંગ શેરોમાં મોટું હેમરિંગ કરતાં કડાકો બોલાયો હતો.
ઈરાન ટૂંક સમયમાં પડી ભાંગશે એવા ટ્રમ્પના દાવા સાથે ઈરાન અને અમેરિકા વચ્ચે હોર્મુઝ મામલે હજુ મડાગાંઠ નહીં ઉકેલાતાં અને બીજી તરફ ઓઈલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકમાં તડાં પડી યુ.એ.ઈ. આ સંગઠનમાંથી બહાર થતાં આંતરરાષ્ટ્રીય મોરચે ઓઈલ પુરવઠા પર પોઝિટીવ અસરની અપેક્ષા છતાં ક્રુડ ઓઈલના ભાવોમાં વધારો જોવા મળ્યો હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીમાં ફંડોની સતત ખરીદી સાથે આઈટીસી સહિત એફએમસીજી શેરોમાં તેજી થઈ હતી. મારૂતી સુઝુકીના ત્રિમાસિક પરિણામમાં નફો ઘટયા છતાં વેચાણમાં વૃદ્વિ અને સારા ડિવિડન્ડ વળતરે ઓટો શેરોમાં ફંડોની તેજી અને આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ક્ષેત્રે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-એઆઈનો હાઉ ઘટતાં એઆઈ શેરોમાં વૈશ્વિક નરમાઈની પોઝિટીવ અસરે આઈટી શેરોમાં દરેક ઘટાડે ફંડો લેવાલ રહ્યા હતા.
વૈશ્વિક અને આર્થિક પરિબળો
અમેરિકા-ઈરાન વચ્ચે વધતો તણાવ
ભૂ-રાજકીય મોરચે પરિસ્થિતિ વણસી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તામાં પડેલા ગતિરોધને કારણે રોકાણકારોમાં ચિંતા વધી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી નાકાબંધી ઉર્જા સંકટને વધુ ઘેરું બનાવી રહી છે.
ક્રૂડ ઓઈલમાં ભડકો
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ૧૨૦ ડોલર પ્રતિ બેરલ ને પાર કરી ગયું છે, જે ભારત જેવા આયાત નિર્ભર દેશ માટે મોંઘવારી વધવાના સંકેત છે.
એસ ફેડરલ રિઝર્વનું વલણ
અમેરિકન ફેડ રિઝર્વે વ્યાજ દરો સ્થિર રાખ્યા છે પરંતુ મોંઘવારીને લઈને તેમનું વલણ અત્યંત કડક (’હોકિશ’) રહ્યું છે. ઊંચા વ્યાજ દરો લાંબા સમય સુધી જળવાઈ રહેવાની શક્યતાએ રોકાણકારોનો મૂડ બગાડ્યો છે.
એશિયાઈ બજારોની નબળાઈ
જાપાનના નિક્કેઈ અને કોસ્પી જેવા એશિયાઈ બજારોમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી, જેની સીધી અસર ભારતીય બજાર પર પડી છે.
સેન્સેક્સ
સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં શરૂઆતમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો પરંતુ છેલ્લા સેશનમાં ઇન્ડેક્સ રેન્જ-બાઉન્ડ રહી દરેક ઊંચા લેવલ પર નફારૂપી વેચવાલી અને નીચલા લેવલ પર ખરીદી જોવા મળી.
નિફ્ટી ફ્યુચર
નિફ્ટી ફ્યુચર સપ્તાહ દરમિયાન ૨૩૮૦૮ – ૨૪૪૦૪ ની રેન્જમાં ટ્રેડ થયું. તેજી તરફી ઉછાળેથી રેઝિસ્ટન્સ નજીક ફરી વેચવાલી નોંધાઈ.
વૈશ્વિક પરિબળો
આ સપ્તાહમાં વૈશ્વિક સ્તરે જીઓપોલિટિકલ તણાવ, ખાસ કરીને મધ્ય પૂર્વના મુદ્દાઓ, બજાર માટે મોટું જોખમ રહ્યા. ક્રૂડ ઓઈલમાં વોલેટિલિટી અને ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી ઉભરતા બજારો માટે નેગેટિવ સાબિત થયા. જોકે, કેટલાક દિવસોમાં યુએસ અને યુરોપિયન બજારોમાં રિકવરી જોવા મળતા ગ્લોબલ સેન્ટિમેન્ટ મિક્સ્ડ રહ્યો.
સ્થાનિક પરિબળો
સ્થાનિક સ્તરે ભારતીય અર્થતંત્રના મજબૂત ફંડામેન્ટલ્સ અને કોર્પોરેટ અર્નિંગ્સ બજાર માટે સપોર્ટિવ રહ્યા. ડીઆઈઆઈ દ્વારા સતત ખરીદી બજારને તળિયે સપોર્ટ આપતી રહી પરંતુ એફઆઈઆઈ દ્વારા સતત વેચવાલી અને ઊંચા વેલ્યુએશન રોકાણકારોને સાવચેત રાખતા રહ્યા.
સેક્ટરવાઇઝ મૂવમેન્ટ
બેંકિંગ અને ફાઈનાન્સ સેક્ટરમાં શરૂઆતમાં વેચવાલી બાદ અંતે મર્યાદિત રિકવરી જોવા મળી. આઈટી સેક્ટર ગ્લોબલ નબળાઈના કારણે દબાણ હેઠળ રહ્યો, જો કે કેટલાક સ્ટોક્સમાં રિકવરી નોંધાઈ. મેટલ સેક્ટરમાં વૈશ્વિક માંગની ચિંતા કારણે ઘટાડો રહ્યો. ઓટોમોબાઈલ સેક્ટરમાં મિક્સ્ડ ટ્રેન્ડ જોવા મળ્યો. એફએમસીજી અને ફાર્મા સેક્ટર ડિફેન્સિવ તરીકે સ્થિર રહ્યા. કેપિટલ ગુડ્સ અને પાવર સેક્ટરમાં વેચવાલી નોંધાયું.
ડીઆઈઆઈ દ્વારા સતત ખરીદી બજાર માટે મુખ્ય સપોર્ટ બની. ટેકનિકલ સપોર્ટ લેવલ નજીક ખરીદી જોવા મળતા બજારને તળિયે મજબૂતી મળી. લાંબા ગાળાના ફંડામેન્ટલ્સ મજબૂત રહેતા રોકાણકારો બોટમ ફિશિંગ કરતા જોવા મળ્યા. કેટલાક સેશનમાં ગ્લોબલ માર્કેટમાં સુધારા કારણે સેન્ટિમેન્ટ પોઝિટિવ બન્યું.
કોમોડિટી મૂવમેન્ટ
ક્રૂડ ઓઈલમાં વોલેટિલિટી સમગ્ર સપ્તાહ દરમિયાન મુખ્ય ફોકસમાં રહી. મેટલ્સમાં નબળાઈ જોવા મળી, ખાસ કરીને ગ્લોબલ ડિમાન્ડ અંગેની ચિંતા કારણે કોમોડિટી માર્કેટ અસ્થિર રહ્યો, જે ઇક્વિટી માટે મિક્સ્ડ સંકેત આપે છે.
સોનું
સપ્તાહ દરમિયાન ગોલ્ડમાં મિક્સ્ડ ટ્રેન્ડ જોવા મળ્યો. શરૂઆતમાં સેઈફ હેવન તરીકે તેજી જોવા મળી, પરંતુ અંત તરફ રિસ્ક ઓન સેન્ટિમેન્ટમાં ઘટાડો નોંધાયો.
ચાંદી
ચાંદીમાં વધુ વોલેટિલિટી જોવા મળી. ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ અને ગ્લોબલ સંકેતોના આધારે તેમાં તેજી અને મંદી બંને જોવા મળ્યા.
ભાવિ દિશા
ટૂંકા ગાળામાં બજાર વોલેટાઇલ રહી શકે છે, જેમાં રેન્જ-બાઉન્ડ ટ્રેડિંગ જોવા મળશે પરંતુ લાંબા ગાળામાં બુલિશ સ્ટ્રક્ચર યથાવત છે. આગામી સપ્તાહમાં બજાર સંપૂર્ણપણે વોલેટાઇલ રહેશે જેમાં બુલિશ અને બેરિશ બંને પરિબળો કામ કરતા જોવા મળશે. ગ્લોબલ અનિશ્ચિતતા અને એફઆઈઆઈ વેચવાલી બજારને દબાણમાં રાખે છે, જ્યારે ડીઆઈઆઈ સપોર્ટ અને મજબૂત ફંડામેન્ટલ્સ બજારને તળિયે મજબૂતી આપે છે.
ઈરાન-અમેરિકા વચ્ચેના યુદ્વ વિરામ અંતે ટ્રમ્પે બિનશરતી લંબાવીને વિશ્વને આશ્ચર્યમાં મૂક્યું છે. આ યુદ્વ વિરામ લંબાવ્યા બાદ ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે સીઝફાયર ત્રણ સપ્તાહનું કરાવીને પણ યુદ્વ એક તરફ અંત તરફ આગળ વધી રહ્યાનો સંકેત આપનારા ટ્રમ્પ, બીજી તરફ હોર્મુઝ સ્ટ્રેટ થકી થતાં જહાજોના વહનની નાકાબંધી માટે બીજું યુદ્વ જહાજ મોકલીને ઈરાનને આર્થિક ભીંસમાં લાવીને શરણે આવવા મજબૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ નાકાબંધી લાંબા ચાલવાના અંદાજો વચ્ચે વિશ્વનો ક્રુડ ઓઈલના પુરવઠો ખોરવાઈ જવાની દહેશતે વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવ વધીને ૧૦૫ ડોલરની સપાટીએ પહોંચી ગયા છે. જે સારો સંકેત નથી અને આ જીઓપોલિટીકલ ટેન્શનની સતત અનિશ્ચિતતા અને બીજી તરફ કોર્પોરેટ પરિણામો પર યુદ્વની નેગેટીવ અસર અને એઆઈને લઈ આઈટી ઉદ્યોગની માઠી બેસી હોઈ રોકાણકારો એ સાવધાની વર્તી થોભો અને રાહ જુઓની સ્થિતિ અપનાવવી જોઈએ.
ઈરાન પર દબાણ વધારી રહેલા ટ્રમ્પ શાસનના વ્યુહને જોતાં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્વના અંત માટેની કોઈ ડિલ થવાના સંજોગોમાં હોર્મુઝ સ્ટ્રેટ માર્ગે વિશ્વ વેપારનું જોખમ હળવું થવાની શક્યતાએ આગામી સપ્તાહમાં બજાર રિબાઉન્ડ થઈ શકે છે અન્યથા બજારની સ્થિતિ હજુ ડામાડોળ રહી શકે છે.
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો પણ પાછલા સપ્તાહમાં શેરોમાં ખરીદદાર બન્યા બાદ ફરી સપ્તાહના અંતે મોટાપાયે વેચવાલ બનતાં બજારમાં મોટી ખાનાખરાબી જોવાઈ છે જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની નેટ ખરીદી જોવાઈ છે પરંતુ આ ખરીદી ધીમી પડી રહ્યાનું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે. બજારના તેજી તરફી સુધારા માટે એફપીઆઈ-એફઆઈઆઈઝની વેચવાલી અટકવી અને ફરી ખરીદી થવી અતિ આવશ્યક છે.
રોકાણકારોએ આગામી દિવસોમાં સાવધાનીપૂર્વક પોઝિશન અને સાથે સાથે તબક્કાવાર નફો બુક કરવો અતિ જરૂરી છે.
ફયુચર રોકાણ
(૧) ગ્લેનમાર્ક ફાર્મા (૨૪૨૫) : ફાર્માસ્યુટિકલ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૩૯૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૩૭૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૪૬૪ થી રૂ.૨૪૭૭ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૪૯૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૨) લ્યુપીન લીમીટેડ (૨૩૧૧) : અ /ઝ+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૨૨૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૨૨૭૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૨૩૩૮ થી રૂ.૨૩૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩) ભારત ફોર્જે (૧૮૯૯) : રૂ.૧૮૭૩ નો પ્રથમ તેમજ રૂ.૧૮૬૦ બીજા સપોર્ટથી ઓટો કોમ્પોનેન્ટ્સ ઇક્વિપમેન્ટ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૯૧૩ થી રૂ.૧૯૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
(૪) હિન્દુસ્તાન યુનિલીવર (૨૨૫૮) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ડાઇવર્સિફાઇડ એફએમસીજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૨૯૩ આસપાસ સપોર્ટથી રૂ.૨૨૩૦ થી રૂ.૨૨૧૭ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૩૦૩ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
(૫) અદાણી એનર્જી સોલુશન્સ (૧૩૫૦) : રૂ.૧૩૮૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૩૯૩ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૬૧૬ થી રૂ.૧૬૦૮ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૦૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
(૬) એચસીએલ ટેકનોલોજી (૧૨૦૨) : કોમ્પ્યુટર્સ – સોફ્ટવેરે કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૪૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૮૮ થી રૂ.૧૧૭૫ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ
(૧) ઈન્ડસ ટાવર્સ (૪૦૯) : અ/ઝ+૧ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૭૬ ના સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૪૧૮ થી રૂ.૪૨૪ નો ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૪૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
(૨) મોઈલ લિ. (૩૧૩) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૯૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૩૨૪ થી રૂ.૩૩૦ નો ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩) ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ (૨૧૫) : રૂ.૨૦૨ નો પ્રથમ તેમજ રૂ.૧૯૩ ના બીજા સપોર્ટથી ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૨૮ થી રૂ.૨૩૪ સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
(૪) એનએલસી ઈન્ડિયા (૩૧૭) : પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૨૭ થી રૂ.૩૩૪ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે.!! રૂ.૩૦૩ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો….!!
(૫) ડી બી કોર્પ (૨૧૮) : રૂ.૨૦૨ નો પ્રથમ તેમજ રૂ.૧૮૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી પ્રિન્ટ મીડિયા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૨૮ થી રૂ.૨૩૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
(૬) યુનિયન બેન્ક (૧૬૫) : સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૫૩ આસપાસના સ્ટ્રોંગ સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૬૩ થી રૂ.૧૭૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
(૭) હૈડલબર્ગ સિમેન્ટ (૧૫૭) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૪૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા ગાળે અંદાજીત રૂ.૧૬૪ થી રૂ.૧૭૮ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
(૮) બંધન બેન્ક (૧૯૬) : ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૮ આસપાસ રોકાણકારે રૂ.૨૦૯ થી રૂ.૨૧૫ ના ભાવ સપાટીની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૭૮ સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!
સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો
(૧) આઈડીબીઆઈ બેન્ક (૭૬) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૮૩ થી રૂ.૮૯ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! રૂ.૭૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!
(૨) એસજેવિએન લિ. (૭૮) : ડિલેવરીબેઇઝ રોકાણકારે પાવર જનરેશન સેક્ટરનાં આ સ્ટોકને ૬૮ ના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડિંગ સંદર્ભે રૂ.૮૩ થી રૂ.૯૦ સુધીની ભાવ સપાટી નોંધાવશે…!!!
(૩) આદિત્ય બિરલા ફેશન (૬૪) : ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૫ નો પ્રથમ તેમજ રૂ.૪૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી સ્પેસીયલીટી રીટેલ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે ૬૯ થી રૂ.૭૩ સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪) એચએફસીએલ લિ. (૧૦૭) રૂ.૯૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૧૧૪ થી રૂ.૧૨૦ ની ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે….!!
નવા રોકાણોમાં ખાનગી ક્ષેત્રનો ૭૦% હિસ્સો!!!
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ખાનગી ક્ષેત્રએ નવા મૂડી રોકાણોનું નેતૃત્વ કર્યું હતું. ઘણા વર્ષો પછી પહેલીવાર નવા પ્રોજેક્ટ્સમાં તેમનો હિસ્સો ૭૦%ને કૂદાવી ગયો હતો. આ નવા રોકાણ પ્રતિબદ્ધતાઓમાં ૫૧.૫%નો વધારો થવાને કારણે થયું હતું, જે વર્ષ માટે લગભગ રૂ. ૪૧ લાખ કરોડ સુધી પહોંચ્યું હતું. જ્યારે સરકારી મૂડી ખર્ચમાં માત્ર ૧%નો વધારો થયો હતો. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ભારતની નવી રોકાણ યોજનાઓ અડધી થઈને રૂ. ૮.૬ લાખ કરોડ થઈ ગઈ હતી, જે પશ્ચિમ એશિયામાં યુદ્ધથી પ્રભાવિત થઈ હતી. આ આંકડો પાછલા ત્રણ ક્વાર્ટરમાં ૧૬ લાખ કરોડને કૂદાવી ગયો હતો. આમ છતાં, રોકાણ ટ્રેકિંગ ફર્મ પ્રોજેક્ટ્સ ટુડે અનુસાર, નાણાકીય વર્ષ ૨૬ માં નવા પ્રોજેક્ટ્સનું મૂલ્ય ૩૨% વધીને ૫૮.૨૫ લાખ કરોડ થયું હતું, જે નાણાકીય વર્ષ ૨૫ માં ૪૪.૧૫ લાખ કરોડ હતું.નવા પ્રોજેક્ટ્સની સંખ્યા પણ ૩૮% વધીને નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૧૧,૭૨૦ થી વધીને નાણાકીય વર્ષ ૨૦૨૬માં ૧૬,૨૪૭ થઈ હતી. ઉત્પાદન ક્ષેત્રે સૌથી મજબૂત વૃદ્ધિ નોંધાવી હતી, નવા ઉત્પાદન પ્રોજેક્ટ્સનું મૂલ્ય ૫૮.૩% વધીને લગભગ રૂ. ૧૭.૨૪ લાખ કરોડ થયું હતું, જે એક વર્ષ પહેલા ?રૂ. ૧૦.૯ લાખ કરોડ હતું. મૂળભૂત ધાતુઓ, રસાયણો, મશીનરી અને ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓએ આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સ્થાનિક ખાનગી રોકાણકારો દ્વારા પ્રસ્તાવિત રોકાણ ૪૦.૭ ટકા વધીને ૩૪.૦૬ લાખ કરોડ થયું છે, જ્યારે વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવેલા રોકાણો બમણાથી વધુ થયા છે, જે ૧૪૪.૦૫ ટકા વધીને રૂ. ૬.૯૧ લાખ કરોડ થયા છે. એકંદરે, ખાનગી મૂડી ખર્ચ યોજનાઓ નવા રોકાણોમાં ૭૦.૩૪ ટકા હિસ્સો ધરાવે છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૬૧.૨૩ ટકા હતો. અર્થતંત્રને વેગ આપવા અને ખાનગી મૂડી આકર્ષવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં વિસ્તૃત કરાયેલા નવા સરકારી પ્રોજેક્ટ્સનું મૂલ્ય ૧૭.૨૮ લાખ કરોડ સુધી પહોંચ્યું છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૧૭.૧૨ લાખ કરોડ કરતા થોડું વધારે છે. આ વધારો મુખ્યત્વે રાજ્યો દ્વારા પ્રેરિત હતો, જેમના પ્રસ્તાવિત ખર્ચ ૩ ટકા વધીને આશરે ૮.૬૭ લાખ કરોડ થયા છે.આ કેન્દ્રના ૮.૬૧ લાખ કરોડના નવા રોકાણ કરતા થોડો વધારે છે. નાણાકીય વર્ષ ૨૦૨૬માં નવા રોકાણોમાં વાર્ષિક ધોરણે મજબૂત વૃદ્ધિ પણ જોવા મળી હતી. ખાનગી ક્ષેત્રની ભાગીદારી, ઉત્પાદનમાં નોંધપાત્ર સુધારો અને નવીનીકરણીય ઊર્જામાં સતત વૃદ્ધિએ આ વૃદ્ધિને દોરી છે. એક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૬માં ખાનગી ક્ષેત્રની ભાગીદારી, ઉત્પાદનમાં નોંધપાત્ર સુધારો અને નવીનીકરણીય ઊર્જામાં સતત ગતિને કારણે નવા રોકાણમાં વાષક ધોરણે મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી.ખાનગી ક્ષેત્રના ૮૨ ટકા નવા પ્રોજેક્ટ્સ મેગા ઇન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટ્સ હતા જેનું મૂલ્ય રૂ. ૧,૦૦૦ કરોડ કે તેથી વધુ હતું. જોકે, અનેક વૈશ્વિક પડકારોને કારણે આ વર્ષનો અંદાજ સાવધ બન્યો છે, અને નાણાકીય વર્ષ ૨૦૨૭માં ફરીથી મજબૂત જાહેર ક્ષેત્રના મૂડી ખર્ચની જરૂર પડી શકે છે, કારણ કે અનિશ્ચિતતા વચ્ચે મેગા પ્રોજેક્ટ્સ શરૂ કરવા ખાસ કરીને જોખમી હોઈ શકે છે. નાણાકીય વર્ષ ૨૦૨૬માં રોકાણકારો દ્વારા પસંદ કરાયેલા રાજ્યોમાં ફેરફારો જોવા મળ્યા હતા, જોકે મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ ટોચ પર રહ્યાં હતાં.
નબળા ચોમાસાથી ફુગાવાના જોખમમાં વધારો થશે?
ભારતીય રિઝર્વ બેંક એ તેના સ્ટેટ ઓફ ધ ઇકોનોમી રિપોર્ટમાં ચેતવણી આપી છે કે પશ્ચિમ એશિયામાં લગભગ બે મહિનાથી ચાલી રહેલા સંઘર્ષને કારણે પુરવઠામાં વિક્ષેપ માંગમાં નોંધપાત્ર ઘટાડો લાવી શકે છે. તેથી, આ પરિસિ્થતિનું ખૂબ જ નજીકથી અને કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવાની જરૂર છે. પુરવઠામાં વિક્ષેપ અને હવામાન સંબંધિત અનિશ્ચિતતાઓને કારણે ફુગાવો વધવાનું જોખમ છે.ભારતીય હવામાન વિભાગનો અંદાજ છે કે ૨૦૨૬માં ચોમાસાનો વરસાદ સામાન્ય કરતા ઓછો હોઈ શકે છે અને લાંબા ગાળાના સરેરાશના ૯૨% હશે. રિપોર્ટમાં જણાવાયું છે કે, માંગ પર પુરવઠાના આંચકાની સંભવિત અસર માટે કાળજીપૂર્વક અને સતત મૂલ્યાંકનની જરૂર છે.રિપોર્ટમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેના કામચલાઉ યુદ્ધવિરામથી વૈશ્વિક અર્થતંત્રને થોડી રાહત મળી છે. રિપોર્ટ અનુસાર, મજબૂત મેક્રોઇકોનોમિક ફંડામેન્ટલ્સ અર્થતંત્રને આવા આંચકાઓનો સામનો કરવામાં મદદ કરશે. જો સંઘર્ષ ચાલુ રહે અને પુરવઠા શૃંખલા ટૂંક સમયમાં પુનઃસ્થાપિત ન થાય, તો તે સ્થાનિક અર્થતંત્ર માટે અનેક પડકારો ઉભા કરી શકે છે.અર્થતંત્રની સ્થિતિના અહેવાલમાં જણાવાયું છે કે સ્થાનિક આર્થિક પ્રવૃત્તિએ ઘણા ક્ષેત્રોમાં મજબૂતી દર્શાવી છે, જ્યારે અન્ય ક્ષેત્રોમાં મંદીનો અનુભવ થયો છે. અહેવાલ આથક મંદીના પ્રારંભિક સંકેતો તરફ નિર્દેશ કરે છે, જે પોર્ટ કાર્ગો, હવાઈ ટ્રાફિક અને ખરીદી મેનેજરોના દ્રષ્ટિકોણ જેવા પસંદગીના સૂચકાંકોમાં પણ સ્પષ્ટ છે. ઉત્પાદન પીએમઆઈમાં વધારો થયો હોવા છતાં, તે લગભગ ચાર વર્ષના નીચલા સ્તરે આવી ગયો છે. ખર્ચ દબાણ અને અનિશ્ચિતતાએ નવા ઓર્ડર અને ઉત્પાદનને અસર કરી.જ્યારે સેવા ક્ષેત્રના પીએમઆઈ એ સ્થિતિ સ્થાપકતા દર્શાવી, ત્યારે તેનો વિકાસ પણ ૧૪ મહિનાના નીચલા સ્તરે આવી ગયો, જે નવા વ્યવસાયમાં મંદી દર્શાવે છે.
અહેવાલમાં આઠ મુખ્ય ઉદ્યોગોમાં ઉત્પાદનમાં ઘટાડાની પણ નોંધ લેવામાં આવી છે. ખાતર, ક્રૂડ તેલ, કોલસો અને વીજળી ઉત્પાદનમાં ઘટાડાને કારણે મુખ્ય ઉદ્યોગોમાં ઉત્પાદન વૃદ્ધિ ૧૯ મહિનાના નીચલા સ્તરે આવી ગઈ છે.માર્ચમાં વિનિમય દરમાં તીવ્ર ઘટાડા પર ટિપ્પણી કરતા, તેમાં જણાવાયું છે કે કામચલાઉ યુદ્ધવિરામની જાહેરાત અને રિઝર્વ બેંકના પગલાંથી એપ્રિલની શરૂઆતમાં રૂપિયાને થોડો ટેકો મળ્યો હતો. માર્ચમાં ડોલર સામે રૂપિયો ૪%થી વધુ નબળો પડયો હતો, જે એશિયાનું સૌથી ખરાબ પ્રદર્શન કરતું ચલણ બન્યું હતું.
જેપી મોર્ગને પણ ભારતીય ઈક્વિટીને ઓવર વેઈટમાંથી ડાઉનગ્રેડ કરી ન્યુટ્રલ કરી!!!
એચએસબીસી બાદ હવે અન્ય બ્રોકરેજ પેઢી જેપી મોર્ગને પણ ભારતીય ઈક્વિટીસને ઓવરવેઈટમાંથી ડાઉનગ્રેડ કરી ન્યુટ્રલ કરી છે. બીજી બાજુ તાઈવાનની ઈક્વિટીસને જેપી મોર્ગેને અપગ્રેડ કરી ઓવરવેઈટ કરી છે. ઊભરતી બજારોમાં ભારતના પ્રમાણમાં ઊંચા વેલ્યુએશન્સ, અર્નિંગ્સ સામે જોખમ તથા નવી પેઢીની ટેકનોલોજીમાં મર્યાદિત ઈન્વેસ્ટમેન્ટ જેવા પરિબળોને ધ્યાનમાં રાખી આ ડાઉનગ્રેડ આવી પડયું હોવાનું મોર્ગને તેના રિપોર્ટમાં નોંધ્યું છે. નાણાં વર્ષ ૨૦૨૭ માટે અર્નિગ્સ વૃદ્ધિ અંદાજ પણ બે ટકા ઘટાડી ૧૦ ટકા કરાયો છે. ભારતમાંથી વિદેશી રોકાણકારોના ૩૭ અબજ ડોલરના આઉટફલોની અસર ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોના જંગી ઈન્ફલોસને કારણે હળવી થઈ ગઈ છે. અમેરિકા, ચીન, તાઈવાન તથા કોરિઆની સરખામણીએ ભારતની લાર્જકેપ કંપનીઓ એઆઈ, ડેટા સેન્ટર તથા સેમીકન્ડકટરમાં ઓછું રોકાણ ધરાવે છે. બીજી બાજુ વર્તમાન વર્ષમાં ચોમાસુ નબળુ રહેવાની ધારણાંએ પણ ભારતના આઉટલુક સામે જોખમ વધાર્યું છે. ભારતમાં જ્યાંસુધી અર્નિંગ્સ વૃદ્ધિ નજરે નહીં પડે ત્યાંસુધી અમે અન્ય ઊભરતી બજારોમાં તક નિહાળી રહ્યા છીએ એમ પણ મોર્ગેન દ્વારા તેના રિપોર્ટમાં જણાવાયું છે.
૨૦૨૫માં કુલ વપરાશ પૈકી ૪૦ ટકા સોનું રોકાણ તરીકે ખરીદવામાં આવ્યું…!!!
ભારતમાં રોકાણ તરીકે સોનું ખરીદવાનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. ૨૦૨૫માં, કુલ સોનાના વપરાશના આશરે ૪૦% રોકાણ તરીકે ખરીદવામાં આવ્યા હતા, જે છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી વધુ છે. ગોલ્ડ ઈટીએફ એ આમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેના થકી ૩૭.૫ ટન સોનું રોકાણ કરવામાં આવ્યું હતું. આ છેલ્લા ૧૦ વર્ષમાં કુલ રોકાણ કરતાં વધુ છે. વિશ્વભરમાં ચાલી રહેલા તણાવ અને રેકોર્ડ સોનાના ભાવને કારણે, લોકો હવે ઘરેણાં કરતાં રોકાણ તરફ વધુ વળ્યા છે. રેટિંગ એજન્સીનો અંદાજ છે કે ૨૦૨૭ સુધી આ રોકાણ માંગ ૩૫-૪૦% ની ઊંચી રહેશે. આનું કારણ એ છે કે લોકો તેમના રોકાણોને સુરક્ષિત રાખવા માટે સોનાને પસંદ કરી રહ્યા છે. વધુમાં, મધ્યસ્થ બેંકો પણ સતત સોનાની ખરીદી કરી રહી છે. ૨૦૨૫ માં ઘરેણાંની માંગમાં ઘટાડો થયો છે, પરંતુ સલામત રોકાણ તરીકે ગોલ્ડ ઈટીએફ અને સિક્કા અને બારમાં રોકાણકારોનો રસ રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. વૈશ્વિક સ્તરે, ગોલ્ડ ઈટીએફ હોલ્ડિંગમાં ૮૦૧ મેટ્રિક ટનનો વધારો થયો છે. કુલ સોનાના વપરાશમાં ઈટીએફનો હિસ્સો ૨૦૨૪ માં લગભગ શૂન્ય હતો તે ૨૦૨૫ માં વધીને ૧૬% થયો છે. દાગીનાની માંગમાં ભારે ઘટાડો થયો છે. વૈશ્વિક સ્તરે, ઘરેણાંનો હિસ્સો વાર્ષિક ધોરણે ૧૯% ઘટીને ૩૩% થયો છે. ભારતમાં, ઘરેણાંનો વપરાશ પણ સરેરાશ ૭૦% થી ઘટીને ૬૦% ની નીચે આવી ગયો છે.

