Mumbai,તા.04
ઇમરાન હાશ્મીની ગનમાસ્ટર જી૯ પર દિગ્દર્શિત આદિત્ય દત્તે અપડેટ આપતાં જણાવ્યું હતું કે, હવે ફક્ત બે શેડયૂલ બાકી રહ્યા છે.જેમાંનું પ્રથમ અમે આઠ દિવસનું મુંબઇમાં કરવાના છે. જેમાં કાર એકશન દ્રશ્યોને કાળઝાળ ગરમીમાં દિવસમાં કરવામાં ાવશે, પરંતુ વરસાદ પહેલા અમે આ દ્રશ્યોનું શૂટિંગ પુરુ કરી લેવું જરૂરી છે. આ પછી આ ઉત્તરાખંડના વિભિન્ન હિસ્સાઓ જેવા કે ઋષિકેશ, મસૂરી વગેરેમાં ૨૫-૨૬ દિવસ સુધી અને દિલ્હીમાં પણ શૂટિંગ કરશું.કુલ્લે મળીને ૩૩ થી ૪૪ દિવસોમાં શૂટિંગ પુરુ કરવાની યોજના છે.
દિગ્દર્શકે વધુમાં કહ્યું હતુ ંકે, અમને વરસના અંતમાં ફિલ્મને રિલીઝ કરવાના પ્રયાસમાં છીએ. જો સમૂસુથરુ ંપાર નહીં પડે તો૨૦૨૭ની શરૂઆતમાં રિલીઝ કરવમાં આવશે. ફિલ્મ રિલીઝની તારીખનો નિર્ણય લેવાયા પછી સત્તાવાર રીતે તેની ઘોષણા કરામાં આવશે.

