Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ananya Pandey ની નવી ફિલ્મમાં ટોક્સિક રિલેશનશિપની ઝલક

    May 13, 2026

    Ranveer Singh બનશે મેલુહા – અમીશ ત્રિપાઠીની ટ્રિલોજીના અધિકાર ૪૦ કરોડમાં ખરીદ્યા

    May 13, 2026

    અક્ષય અને અનીસ બઝમી ફરી લાવશે ધમાકેદાર Family comedy

    May 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ananya Pandey ની નવી ફિલ્મમાં ટોક્સિક રિલેશનશિપની ઝલક
    • Ranveer Singh બનશે મેલુહા – અમીશ ત્રિપાઠીની ટ્રિલોજીના અધિકાર ૪૦ કરોડમાં ખરીદ્યા
    • અક્ષય અને અનીસ બઝમી ફરી લાવશે ધમાકેદાર Family comedy
    • Aaliya એ કાન ૨૦૨૬થી પહેલો લૂક શેર કરતાં જ છવાઈ ગઈ
    • અભિનેત્રી મૌની રોય અને પતિ Suraj Nambiar ના લગ્નજીવનમાં તણાવની ચર્ચા
    • સનરાઇઝર્સનો બેટિંગમાં ધબડકો, Gujarat Titans મોખરે પહોંચી ગયું
    • America એ હુમલો કર્યો તો પરમાણુ બોમ્બ બનાવીશું : ઇરાનની ધમકી
    • Myanmarમાં Cyber ગુનેગારોના સકંજામાંથી ચીની સૈનિક ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, May 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 7, 2026Updated:May 8, 2026No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સોના–ચાંદીના વાયદામાં તેજીની આગેકૂચઃ સોનાનો વાયદો રૂ.916 અને ચાંદીનો વાયદો રૂ.8845 વધ્યો

    ક્રૂડ તેલનો વાયદો રૂ.351 ગબડ્યોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.34894.45 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.151450.05 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ. 24453.38 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 37141 પોઇન્ટના સ્તરે

    મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.186344.83 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.34894.45 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.151450.05 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 37141 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3508.74 કરોડનું થયું હતું.

    કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 24453.38 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.152887ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.153865 અને નીચામાં રૂ.152400ના સ્તરને સ્પર્શી, રૂ.152132ના આગલા બંધ સામે રૂ.916 વધી રૂ.153048ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો 8 ગ્રામદીઠ રૂ.619 વધી રૂ.123070ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો 1 ગ્રામદીઠ રૂ.85 વધી રૂ.15429ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.911 વધી રૂ.153013ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.152898ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.153941 અને નીચામાં રૂ.152610ના સ્તરને સ્પર્શી, રૂ.152352ના આગલા બંધ સામે રૂ.948 વધી રૂ.153300 થયો હતો.

    ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.254998ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.262443 અને નીચામાં રૂ.254722ના મથાળે અથડાઈ, રૂ.253265ના આગલા બંધ સામે રૂ.8845 વધી રૂ.262110 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.8245 વધી રૂ.264451ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.8129 વધી રૂ.264420ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

    બિનલોહ ધાતુઓમાં રૂ. 3077.83 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું મે વાયદો રૂ.4.1 વધી રૂ.1312.3ના ભાવે બોલાયો હતો. જસત મે વાયદો રૂ.1.3 વધી રૂ.347.85ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ મે વાયદો રૂ.2.75 ઘટી રૂ.367ના સ્તરે પહોંચ્યો હતો. સીસું મે વાયદો 10 પૈસા ઘટી રૂ.200.25ના સ્તરે પહોંચ્યો હતો.

    એનર્જી સેગમેન્ટમાં રૂ. 7330.09 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી મે વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4637ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4769 અને નીચામાં રૂ.4621ના મથાળે અથડાઈ, રૂ.124 વધી રૂ.4714ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ મે વાયદો બેરલદીઠ રૂ.9087ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.9094 અને નીચામાં રૂ.8608ના સ્તરને સ્પર્શી, રૂ.9017ના આગલા બંધ સામે રૂ.351 ઘટી રૂ.8666ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.355 ઘટી રૂ.8667ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ રૂ.2.8 ઘટી રૂ.255.6ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો રૂ.2.7 ઘટી રૂ.255.9ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

    કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો કિલોદીઠ રૂ.988ના ભાવે ખૂલી, 40 પૈસા વધી રૂ.988ના સ્તરે પહોંચ્યો હતો. એલચી મે વાયદો કિલોદીઠ રૂ.2750ના ભાવે ખૂલી, રૂ.8 ઘટી રૂ.2742ના સ્તરે પહોંચ્યો હતો.

    કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 13850.70 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 10602.67 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 2337.23 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 421.34 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 11.70 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 282.40 કરોડનાં કામકાજ થયાં હતાં.

    ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 27.12 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 5983.55 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1319.41 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 0.46 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.33 કરોડનાં કામ થયાં હતાં.

    ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 11264 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 65507 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 26546 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 365370 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 57188 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 7264 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 22576 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 81313 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1691 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 17252 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 34618 લોટના સ્તરે રહ્યો હતો.

    ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ મે વાયદો 36950 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 37150 પોઇન્ટના સ્તર અને નીચામાં 36950 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 416 પોઇન્ટ વધી 37141 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

    કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ.9000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.184.7 ઘટી રૂ.303 થયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.6 ઘટી રૂ.9.2ના ભાવે બોલાયો હતો.

    સોનું મે રૂ.155000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.364 વધી રૂ.2169 થયો હતો. આ સામે ચાંદી મે રૂ.300000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1105 વધી રૂ.1729 થયો હતો. તાંબું મે રૂ.1400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 53 પૈસા વધી રૂ.5.18ના ભાવે બોલાયો હતો. જસત મે રૂ.350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 22 પૈસા વધી રૂ.4.2 થયો હતો.

    મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની મે રૂ.10000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.76.35 ઘટી રૂ.93 થયો હતો. નેચરલ ગેસ-મિની મે રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.4 ઘટી રૂ.9.5 થયો હતો. સોનું-મિની મે રૂ.160000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.157.5 વધી રૂ.870ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની મે રૂ.300000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1122 વધી રૂ.1790ના ભાવે બોલાયો હતો.

    પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ.8500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.112.3 વધી રૂ.372 થયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.25 વધી રૂ.13.7 થયો હતો.

    સોનું મે રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.377 ઘટી રૂ.1655 થયો હતો. આ સામે ચાંદી મે રૂ.230000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.495.5 ઘટી રૂ.1474ના ભાવે બોલાયો હતો. તાંબું મે રૂ.1300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.2.25 ઘટી રૂ.20.68 થયો હતો. જસત મે રૂ.355ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.4.64 ઘટી રૂ.9ના ભાવે બોલાયો હતો.

    મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની મે રૂ.8000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.65.65 વધી રૂ.200.85ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની મે રૂ.255ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 95 પૈસા વધી રૂ.10.95ના ભાવે બોલાયો હતો. સોનું-મિની મે રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.360 ઘટી રૂ.1718 થયો હતો. ચાંદી-મિની મે રૂ.260000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.3273.5 ઘટી રૂ.7800ના ભાવે બોલાયો હતો.

    MCX Daily Market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    Indian Stock Marketમાં ઉછાળે સાવચેતીનો માહોલ…!!!

    May 12, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    May 12, 2026
    વ્યાપાર

    Indian Stock Market માં દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!!

    May 11, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    May 11, 2026
    વ્યાપાર

    વૈશ્વિક અસ્થિરતા વચ્ચે Indian Market માં સાવચેતીનો માહોલ…!!!

    May 9, 2026
    વ્યાપાર

    MCX Weekly Market Report

    May 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ananya Pandey ની નવી ફિલ્મમાં ટોક્સિક રિલેશનશિપની ઝલક

    May 13, 2026

    Ranveer Singh બનશે મેલુહા – અમીશ ત્રિપાઠીની ટ્રિલોજીના અધિકાર ૪૦ કરોડમાં ખરીદ્યા

    May 13, 2026

    અક્ષય અને અનીસ બઝમી ફરી લાવશે ધમાકેદાર Family comedy

    May 13, 2026

    Aaliya એ કાન ૨૦૨૬થી પહેલો લૂક શેર કરતાં જ છવાઈ ગઈ

    May 13, 2026

    અભિનેત્રી મૌની રોય અને પતિ Suraj Nambiar ના લગ્નજીવનમાં તણાવની ચર્ચા

    May 13, 2026

    સનરાઇઝર્સનો બેટિંગમાં ધબડકો, Gujarat Titans મોખરે પહોંચી ગયું

    May 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ananya Pandey ની નવી ફિલ્મમાં ટોક્સિક રિલેશનશિપની ઝલક

    May 13, 2026

    Ranveer Singh બનશે મેલુહા – અમીશ ત્રિપાઠીની ટ્રિલોજીના અધિકાર ૪૦ કરોડમાં ખરીદ્યા

    May 13, 2026

    અક્ષય અને અનીસ બઝમી ફરી લાવશે ધમાકેદાર Family comedy

    May 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.