Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Mangrol Sheel ITI ખાતે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે ધોરણ ૧૦ બાદ ઉજ્જવળ કારકિર્દી માટે સુવર્ણ તક

    May 9, 2026

    Amreli રેલવેના પ્રશ્નોને લઈ સાંસદ ભરત સુતરીયાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

    May 9, 2026

    Amreli વિકરાળ બનતી ટ્રાફિક સમસ્યા ગમે ત્યાં રેંકડી, કેબિન લગાવો, આડેધડ વાહનપાર્ક કરો કોઈ પુછવાવાળુ નથી

    May 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Mangrol Sheel ITI ખાતે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે ધોરણ ૧૦ બાદ ઉજ્જવળ કારકિર્દી માટે સુવર્ણ તક
    • Amreli રેલવેના પ્રશ્નોને લઈ સાંસદ ભરત સુતરીયાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
    • Amreli વિકરાળ બનતી ટ્રાફિક સમસ્યા ગમે ત્યાં રેંકડી, કેબિન લગાવો, આડેધડ વાહનપાર્ક કરો કોઈ પુછવાવાળુ નથી
    • Amreli નવા બની રહેલા ફાર્મ હાઉસમાં દીપડી ઘૂસી આવતા અફડાતફડી
    • Morbi મહાનગરપાલિકામાં ખોટી હાજરી પૂરી પગાર પડાવતા ૮ શખ્સો સામે ફરિયાદ
    • મજૂર દિવસ નિમિત્તે WRWWO રાજકોટ દ્વારા ૧૭ રેલવે કર્મચારીઓનું સન્માન કરાયું
    • Jamnagar ધ્રોલમાં ઘરેણાની ચોરી કેસમાં મુદામાલ સાથે આરોપીને ઝડપી લેતી જામનગર એલસીબી
    • Jamnagar વીજ ચોરીના કેસમાં આઈસ ફેકટરીના સંચાલક ને રૂ. ૫૭.૭૪ લાખનો દંડ ફટકારતી સ્પે. કોર્ટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»MCX Weekly Market Report
    વ્યાપાર

    MCX Weekly Market Report

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 9, 2026Updated:May 9, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સોનાના વાયદામાં રૂ.1150 અને ચાંદીના વાયદામાં રૂ.14084નો સાપ્તાહિક ધોરણે ઉછાળોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.802નો કડાકો

    કોમોડિટી વાયદાઓમાં રૂ.298864 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1711966 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ.179439 કરોડનાં સાપ્તાહિક કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 37080 પોઇન્ટના સ્તરે

    મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 1થી 7 મેના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.2010832.24 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.298864.57 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.1711966.15 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 37080 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં સાપ્તાહિક ધોરણે કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.44461.04 કરોડનું થયું હતું.

    સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.179439.03 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.150112ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.153865 અને નીચામાં રૂ.148760ના મથાળે અથડાઈ, રૂ.151111ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.1150ના ઉછાળા સાથે રૂ.152261ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.927 ઊછળી રૂ.122581ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો 1 ગ્રામદીઠ રૂ.116 વધી સપ્તાહના અંતે રૂ.15363ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.1116 વધી સપ્તાહના અંતે રૂ.152176 થયો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.150462ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.153941 અને નીચામાં રૂ.149259ના મથાળે અથડાઈ, રૂ.151312ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.1149ની તેજી સાથે રૂ.152461 થયો હતો.

    ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.241502ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.265500 અને નીચામાં રૂ.241113ના સ્તરને સ્પર્શી, રૂ.244456ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.14084ના ઉછાળા સાથે રૂ.258540ના સ્તરે પહોંચ્યો હતો. સપ્તાહના અંતે કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.13011ની તેજી સાથે રૂ.261217ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.12974ની વૃદ્ધિ સાથે સપ્તાહના અંતે રૂ.261226 થયો હતો.

    બિનલોહ ધાતુઓમાં રૂ.21095.79 કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે કિલોદીઠ તાંબું મે વાયદો રૂ.23.7 વધી રૂ.1304.25ના સ્તરે પહોંચ્યો હતો. જસત મે વાયદો રૂ.4.25 વધી સપ્તાહના અંતે રૂ.347.7ના ભાવે બંધ થયો હતો. એલ્યુમિનિયમ મે વાયદો રૂ.1 વધી રૂ.366.95ના ભાવે સપ્તાહના અંતે બોલાયો હતો. સીસું મે વાયદો સપ્તાહના અંતે 80 પૈસા વધી રૂ.200.20ના ભાવે બંધ થયો હતો.

    એનર્જી સેગમેન્ટમાં રૂ.98324.60 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી મે વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.4725ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.4769 અને નીચામાં રૂ.4365ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.156 ઘટી રૂ.4717ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ મે વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.9961ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.10244 અને નીચામાં રૂ.8380ના સ્તરને સ્પર્શી, રૂ.9867ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.802ના ભાવઘટાડા સાથે રૂ.9065ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની મે વાયદો સપ્તાહના અંતે રૂ.802 તૂટી રૂ.9064 થયો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ 80 પૈસાના સુધારા સાથે સપ્તાહના અંતે રૂ.263.9 થયો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો 80 પૈસા સુધરી રૂ.264ના સ્તરે સપ્તાહના અંતે પહોંચ્યો હતો.

    કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.990.1ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.8.20 ઢીલો રહી રૂ.987.60 થયો હતો. એલચી મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.2900ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.143 ઘટી રૂ.2750 થયો હતો.

    કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.101683.00 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.77756.03 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.16086.83 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.2767.86 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.87.90 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.2020.73 કરોડનાં કામકાજ થયાં હતાં.

    ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.181.20 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.73080.99 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.25062.40 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.3.77 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.1.38 કરોડનાં કામ થયાં હતાં.

    ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 9405 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 44622 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 15086 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 192911 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 32583 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 6783 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 17940 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 53622 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1311 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 10357 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 29071 લોટના સ્તરે રહ્યો હતો.

    ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ મે વાયદો 35800 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 37150 પોઇન્ટના સ્તર અને નીચામાં 35800 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 488 પોઇન્ટ વધી 37080 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.

    MCX Weekly Market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    વૈશ્વિક અસ્થિરતા વચ્ચે Indian Market માં સાવચેતીનો માહોલ…!!!

    May 9, 2026
    વ્યાપાર

    Indian Stock Marketમાં દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!!

    May 8, 2026
    વ્યાપાર

    MCX Daily Market Report

    May 8, 2026
    મુખ્ય સમાચાર

    Tata Trusts વિવાદ: બે ટ્રસ્ટની બોર્ડ બેઠક આખરી ઘડીએ મોકુફ

    May 8, 2026
    રાષ્ટ્રીય

    પ્રાઈવેટ PF ટ્રસ્ટ હવે EPFO દર કરતા 2 ટકાથી વધુ વ્યાજ આપી શકશે નહીં

    May 8, 2026
    રાષ્ટ્રીય

    Dollar સામે રૂપિયો તૂટ્યો: Crude Oil ફરી 100 Dollarને પાર

    May 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Mangrol Sheel ITI ખાતે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે ધોરણ ૧૦ બાદ ઉજ્જવળ કારકિર્દી માટે સુવર્ણ તક

    May 9, 2026

    Amreli રેલવેના પ્રશ્નોને લઈ સાંસદ ભરત સુતરીયાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

    May 9, 2026

    Amreli વિકરાળ બનતી ટ્રાફિક સમસ્યા ગમે ત્યાં રેંકડી, કેબિન લગાવો, આડેધડ વાહનપાર્ક કરો કોઈ પુછવાવાળુ નથી

    May 9, 2026

    Amreli નવા બની રહેલા ફાર્મ હાઉસમાં દીપડી ઘૂસી આવતા અફડાતફડી

    May 9, 2026

    Morbi મહાનગરપાલિકામાં ખોટી હાજરી પૂરી પગાર પડાવતા ૮ શખ્સો સામે ફરિયાદ

    May 9, 2026

    મજૂર દિવસ નિમિત્તે WRWWO રાજકોટ દ્વારા ૧૭ રેલવે કર્મચારીઓનું સન્માન કરાયું

    May 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Mangrol Sheel ITI ખાતે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે ધોરણ ૧૦ બાદ ઉજ્જવળ કારકિર્દી માટે સુવર્ણ તક

    May 9, 2026

    Amreli રેલવેના પ્રશ્નોને લઈ સાંસદ ભરત સુતરીયાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

    May 9, 2026

    Amreli વિકરાળ બનતી ટ્રાફિક સમસ્યા ગમે ત્યાં રેંકડી, કેબિન લગાવો, આડેધડ વાહનપાર્ક કરો કોઈ પુછવાવાળુ નથી

    May 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.