રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
ભારતીય શેરબજાર માટે વીતેલું સપ્તાહ ભારે અસ્થિરતા, અનિશ્ચિતતા અને પ્રતિકૂળ વૈશ્વિક સંકેતોથી ભરેલું રહ્યું હતું. સપ્તાહના પ્રથમ ચાર ટ્રેડિંગ સેશન દરમિયાન બજારમાં સતત વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું, જ્યારે છેલ્લા દિવસે નીચલા મથાળેથી શોર્ટ કવરિંગ અને મર્યાદિત રિકવરીના કારણે બજારે થોડો રાહતનો શ્વાસ લીધો હતો.
સ્થાનિક રાજકીય અને આર્થિક પરિબળો
સપ્તાહની શરૂઆતમાં સ્થાનિક મોરચે ચૂંટણીના પરિણામોની સીધી અસર જોવા મળી હતી. પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત, આસામ અને પોંડિચેરીમાં સત્તા જાળવી રાખવાની સફળતાએ બજારમાં આરંભિક કલાકોમાં ઉત્સાહ જગાવ્યો હતો. કેરળ અને તમિલનાડુમાં પણ સત્તા પરિવર્તનના સંકેતોને ફંડોએ ભારતના સર્વાંગી વિકાસ માટે હકારાત્મક ગણાવ્યા હતા. જોકે, આ તેજી લાંબો સમય ટકી શકી નહીં. ભારતીય રૂપિયો અમેરિકી ડોલર સામે નબળો પડીને અંદાજીત ૯૫.૪૩ના ઐતિહાસિક તળિયે પહોંચી જતાં આયાત ખર્ચ વધવાની ચિંતાએ રોકાણકારોના સેન્ટિમેન્ટને નબળું પાડ્યું હતું.
વૈશ્વિક પરિબળો અને જીઓપોલિટિકલ તણાવ
વૈશ્વિક મોરચે ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધો બજાર માટે ’રોલર કોસ્ટર રાઈડ’ સમાન રહ્યા હતા.
યુદ્ધની સ્થિતિ
ઈરાન દ્વારા યુ.એ.ઈ.ના પોર્ટ પર મિસાઈલ હુમલા અને હિઝબુલ્લા દ્વારા ઈઝરાયેલ પરના હુમલાના અહેવાલોએ વિશ્વને ફરી યુદ્ધના ભય હેઠળ મૂકી દીધું હતું.
ડિપ્લોમેટિક અનિશ્ચિતતા
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથેની ડીલ પર વિચારણાના આશ્વાસન બાદ ઈરાને લીધેલા યુ-ટર્ન અને અમેરિકાની ધમકીઓએ વૈશ્વિક બજારોમાં ગભરાટ ફેલાવ્યો હતો.
ક્રૂડ ઓઈલ
જીઓપોલિટિકલ તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો હતો, જે ભારત જેવા તેલ આયાતકાર દેશ માટે મોંઘવારીનું જોખમ વધારે છે.
તેજી-મંદીના મુખ્ય કારણો
લાર્જ કેપ શેરોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોની સતત આક્રમક વેચવાલી દ્વારા ભારતીય બજારોમાં દરેક ઉછાળે વેચવાલી જોવા મળી હતી. ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી અને રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ એ પણ બજારની નેગેટિવ અસર નોંધાવી રહ્યું છે સાથે-સાથે મધ્ય પૂર્વમાં વધતો યુદ્ધનો ખતરો અને સપ્લાય ચેઈન ખોરવાવાની ભીતિ પણ બજારની તેજીને અંકુશમાં રાખવાનો પ્રયત્ન કરી રહી છે.
સ્થાનિક સંસ્થાગત રોકાણકારો દ્વારા નીચલા સ્તરે કરવામાં આવેલી ટેકાની ખરીદી હાલમાં બજારને નહીંવત સપોર્ટ આપી રહી છે. હેવીવેઈટ શેરોમાં જોવા મળેલું વેલ્યુ બાઇંગ અને સપ્તાહના અંતે થયેલું શોર્ટ કવરિંગ પણ એક તબક્કે બજારને રિકવરી કરવા માટે સપોર્ટ કરી રહ્યું છે એ રોકાણકારો માટે આશ્વાસન સમાન છે.
સેક્ટરવાઈઝ મૂવમેન્ટ
સપ્તાહ દરમિયાન સેક્ટર સ્તરે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો જેમાં બેંકિંગ અને મેટલ સેક્ટર્સમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી, જેના કારણે ઇન્ડેક્સ પર ભારે દબાણ રહ્યું હતું. સાથે-સાથે બજારની નબળાઈ વચ્ચે રોકાણકારોએ ડિફેન્સિવ, ફાર્મા અને ઋખઈૠ જેવા સુરક્ષિત સેક્ટર્સ તરફ રુખ કર્યો હતો. ગ્લોબલ ગ્રોથની ચિંતા અને ડોલરની અસ્થિરતા વચ્ચે આઈટી શેરોમાં પણ ઉછાળે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું.
કોમોડિટી અને કરન્સી માર્કેટ
કોમોડિટી બજારમાં આ સપ્તાહે ’વોલેટિલિટી’ સર્વોચ્ચ સ્તરે હતી. ક્રૂડ ઓઈલના ભાવમાં અણધાર્યા વધારાએ ગ્લોબલ ઇન્ફ્લેશનની ચિંતા વધારી છે. બીજી તરફ, મેટલ્સમાં ચીન અને વૈશ્વિક માંગમાં ઘટાડાની આશંકાએ નબળાઈ જોવા મળી હતી. સોના-ચાંદીમાં પણ સુરક્ષિત રોકાણ તરીકે મર્યાદિત આકર્ષણ જોવા મળ્યું હતું.
બજારનો આગામી ટ્રેન્ડ અને ભાવિ દિશા
ટેકનિકલ ચાર્ટ પર બજાર હાલમાં ’બેરીશ પૂર્વગ્રહ’ ધરાવે છે. નિફ્ટી અને સેન્સેક્સે તેમના મહત્વના સપોર્ટ લેવલ તોડ્યા છે, જે સૂચવે છે કે આગામી સમયમાં પણ ઉપરના મથાળે વેચવાલીનું દબાણ ચાલુ રહી શકે છે. બજારને અસરકારકતા ધરાવતાં મુખ્યત્વે પરિબળો જોઈએ તો ઈરાન-અમેરિકા વચ્ચેના સંબંધો અને યુદ્ધ વિરામની શક્યતા તેમજ એફઆઇઆઇના વેચાણના આંકડામાં ઘટાડો અને ક્રૂડ ઓઈલના ભાવમાં સ્થિરતા તેજી તરફી વલણ નોંધાવી શકે છે.
જયહહ જ્ઞક્ષ છશતય નિયમને અનુસરીને બજારમાં કોઈ પણ ઉછાળો આવે ત્યારે નફો બુક કરવાની નીતિ રાખવી હિતાવહ છે. ઉપરાંત માત્ર મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવતા અને નીચલા સ્તરે ઉપલબ્ધ ક્વોલિટી શેરોમાં જ ’બાય ઓન ડિપ્સ’ (ઇીુ જ્ઞક્ષ ઉશાત) કરવું સાથે સાથે હાઈ-બીટા સ્ટોક્સ (વધારે વધ-ઘટ થતા શેરો) થી દૂર રહેવું અને સખત સ્ટોપ લોસ જાળવવો અને પોર્ટફોલિયોમાં રોકડ (ઈફતવ) ની ફાળવણી વધારવી જેથી ભવિષ્યમાં સારી તક મળે ત્યારે રોકાણ કરી શકાય.
આગામી સપ્તાહ પણ સમાચાર આધારિત (ગયૂત-મશિદયક્ષ) રહેવાની પૂરેપૂરી શક્યતા છે. જ્યાં સુધી વૈશ્વિક સ્તરે સ્થિરતા નહીં આવે ત્યાં સુધી ભારતીય બજારમાં મોટી તેજીની અપેક્ષા રાખવી ઉતાવળ ગણાશે. રોકાણકારોએ હાલમાં સાવચેતીપૂર્વક ’વેઈટ એન્ડ વોચ’ની નીતિ અપનાવવી જોઈએ.
ફયુચર રોકાણ
(૧) ગ્લેનમાર્ક ફાર્મા (૨૩૭૫) : ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૩૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૩૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૪૦૪ થી રૂ.૨૪૧૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૪૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૨) ભારતી એરટેલ (૧૮૪૨) : અ /ઝ+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૮૧૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૮૦૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૮૬૮ થી રૂ.૧૮૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩) HCL ટેકનોલોજી (૧૨૦૦) : રૂ.૧૧૮૩ નો પ્રથમ તેમજ રૂ.૧૧૭૦ બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ-સોફટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૧૭ થી રૂ.૧૨૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
(૪) અદાણી પોર્ટ (૧૭૬૦) : ટેકનીકલ ચાર્ટ મુજબ પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૮૭ આસપાસ સપોર્ટથી રૂ.૧૭૪૪ થી રૂ.૧૭૨૭ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૦૮ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
(૫) અદાણી ગ્રીન (૧૩૫૭) : રૂ.૧૩૭૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૩૮૩ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૩૩૦ થી રૂ.૧૩૧૭ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
(૬) વોલ્ટાસ લિમિટેડ (૧૩૧૮) : હાઉસહોલ્ડ એપ્લાયસિન્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૫૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૯૭ થી રૂ.૧૨૮૫ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ
(૧)ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (૩૦૧)ઃ A/T+1 ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૯૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૮૮ ના સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૧૪ થી રૂ.૩૨૩ નો ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૩૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
(૨) NTPC લિમિટેડ (૪૦૩)ઃ ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૯૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૩૮૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૪૧૪ થી રૂ.૪૨૪ નો ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩) પાવરગ્રીડ કોર્પોરેશન (૩૧૩)ઃ રૂ. ૨૯૭ નો પ્રથમ તેમજ રૂ.૨૮૮ ના બીજા સપોર્ટથી ટૂંકાગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૨૩ થી રૂ.૩૩૦ સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
(૪) હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ (૨૩૨)ઃ ફાઇનાન્સિયલ ઇન્સ્ટીટયુશન સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૪૪ થી રૂ.૨૫૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૨૩નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો….!!
(૫) ગુજરાત પીપાવાવ પોર્ટ (૧૫૯) : રૂ.૧૪૭ નો પ્રથમ તેમજ રૂ.૧૩૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી પોર્ટ એન્ડ પોર્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૬૫ થી રૂ.૧૭૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
(૬)મેંગ્લોર રિફાઇનરી (૧૬૭) : સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૬૦ આસપાસના સ્ટ્રોંગ સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૭૩ થી રૂ.૧૮૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
(૭) સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (૧૮૬) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૭૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા ગાળે અંદાજીત રૂ.૧૯૩ થી રૂ.૨૦૨ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
(૮) રાષ્ટ્રિય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ (૧૩૦) : ટેકનીકલ ચાર્ટ મુજબ ફર્ટિલાઇઝર્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૩ આસપાસ સપોર્ટથી રોકાણકારે રૂ.૧૩૭ થી રૂ.૧૪૪ ના ભાવ સપાટીની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૧૯ સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!
સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો
(૧) IDBI બેન્ક (૭૪) : પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૭૭ થી રૂ.૮૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! રૂ.૬૭ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!
(૨) SJVN લિમિટેડ (૭૮)ઃ ડિલેવરીબેઇઝ રોકાણકારે પાવર જનરેશન સેક્ટરનાં આ સ્ટોકને રૂા.૭૦ ના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડિંગ સંદર્ભે રૂ.૮૩ થી રૂ.૯૦ સુધીની ભાવ સપાટી નોંધાવશે…!!!
(૩) IFCI લિમિટેડ (૬૪) : ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૮ નો પ્રથમ તેમજ રૂ.૫૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટયુશન સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂા.૬૮ થી રૂ.૭૨ સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪) NMDC સ્ટીલ (૮૮) : રૂ.૮૦ ના સ્ટ્રોંગ સપોટ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૯૩ થી રૂ.૧૦૨ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે….!!
એપ્રિલમાં રોકાણકારોની સંપત્તિમાં
રૂ. ૫૧ લાખ કરોડનો રેકોર્ડ વધારો..!!
દેશની તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ એપ્રિલ અંતે લગભગ રૂ. ૫૧ લાખ કરોડ વધીને રૂ. ૪૬૩.૩ લાખ કરોડ રહ્યું હતું. આ અત્યાર સુધીનો સૌથી વધુ માસિક વધારો છે. માર્કેટ કેપે અગાઉ માર્ચ ૨૦૨૫માં નોંધાયેલા રૂ. ૨૮.૯ લાખ કરોડના ઉચ્ચતમ સ્તરને પણ વટાવી દીધું હતું. માર્ચમાં બજાર મૂલ્યમાં જંગી ઘટાડા પછી આ તીવ્ર વધારો નોંઘાયો છે. આ ઘટાડો પશ્ચિમ એશિયા કટોકટીને કારણે થયો હતો, જેના કારણે ક્ડના ભાવમાં વધારો થયો અને સ્થાનિક શેરબજાર નબળું પડયું હતું. ગત એપ્રિલ માસમાં બેન્ચમાર્ક સૂચકાંકોમાં મજબૂત વધારો જોવા મળ્યો હતો, જેમાં સેન્સેક્સ ૬.૯ ટકા અને નિફ્ટી ૭.૫ ટકા વધ્યો હતો. ડિસેમ્બર ૨૦૨૩ પછી આ તેમનું શ્રેષ્ઠ માસિક પ્રદર્શન હતું. સ્થાનિક બજાર મૂડીએ માર્ચના વેચાણ દરમિયાન થયેલા નુકસાનને પાછું મેળવ્યું છે અને બજાર યુદ્ધ શરૂ થયા પહેલાના સ્તરે પાછું ફર્યું છે. જોકે, કુલ બજાર મૂડી ૨ જાન્યુઆરીએ નોંધાયેલા રૂ. ૪૮૧ લાખ કરોડના ટોચના સ્તરથી લગભગ રૂ. ૧૮ લાખ કરોડ નીચે છે. તાજેતરના સુધારા છતાં, સેન્સેક્સ તેના ૮૫,૮૩૬ ના રેકોર્ડ બંધ સ્તરથી લગભગ ૧૧% નીચે છે, જ્યારે નિફ્ટી તેની ટોચથી લગભગ ૯% નીચે છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકો પણ તેમના ઉચ્ચ સ્તરથી નીચે છે, જે અનુક્રમે ૨.૭% અને ૮.૪% ઘટયા છે. વિશ્લેષકો ચેતવણી ઉચ્ચારી છે કે તાજેતરના સુધારા પછી હજુ પણ ઘટાડાનું જોખમ રહેલું છે, જ્યારે મૂલ્યાંકન મર્યાદિત દેખાય છે, નિફ્ટી તેની ૧૨-મહિનાની આગળની કમાણીના લગભગ ૧૯ ગણા લાંબા ગાળાના સરેરાશની નજીક ટ્રેડિંગ કરી રહ્યો છે. બજાર માટે ચાલુ ભૂ-રાજકીય તણાવ વચ્ચે ક્ડના ઊંચા ભાવ, સરેરાશથી ઓછા ચોમાસાની શક્યતા અને કમાણીના ડેટા પરના જોખમો મુખ્ય ચિંતાઓ છે.
શેર બાયબેકની બોલબાલા, કંપનીઓ સક્રિય..!!
ભારતમાં શેર બાયબેકની બોલબાલા ફરી વધી રહી છે. કેટલીક કંપનીઓએ આ મહિને તેમના શેર બાયબેક કરવાની યોજના જાહેર કરી છે. નિષ્ણાંતો કહે છે કે આ વલણ કર નિયમોમાં તાજેતરના ફેરફારો અને શેરના ભાવમાં ઘટાડાને પગલે કંપનીઓની નફા વિતરણ વ્યૂહરચનામાં પરિવર્તન સૂચવે છે.
વિપ્રો, અરવિંદો ફાર્મા અને સાયન્ટ સહિત અડધો ડઝન કંપનીઓ બાયબેક મોરચે કાર્યરત છે જેમણે આ મહિને અત્યાર સુધીમાં શેર બાયબેક પ્રોગ્રામનો પ્રસ્તાવ મૂક્યો છે. આ દરખાસ્તો ખાસ કરીને એવા સમયે આવી છે. જ્યારે કંપનીઓ તેમના અંતિમ ડિવિડન્ડ ચૂકવી રહી છે. બાયબેક ઓફરમાં આ વધારો ફાઇનાન્સ એક્ટ, ૨૦૨૬માં કરવેરા નિયમોમાં ફેરફાર પછી આવ્યો છે, જે ૧ એપ્રિલથી અમલમાં આવ્યો હતો. નવા નિયમો હેઠળ, શેરધારકોએ નફા પર મૂડી લાભ કર ચૂકવવો પડશે. આ નિયમ અગાઉના ’ડીમ્ડ ડિવિડન્ડ’ને બદલે છે, જેણે બાયબેકનું આકર્ષણ નોંધપાત્ર રીતે ઘટાડયું હતું. છેલ્લા બે વર્ષમાં બાયબેક પ્રવૃત્તિ ધીમી રહી હતી. પ્રાઇમ ડેટાબેઝ અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૬ માં ૧૬ કંપનીઓએ રૂા. ૧૯,૫૦૦ કરોડના શેર ફરીથી ખરીદ્યા હતા. નાણાકીય વર્ષ ૨૦૨૫ માટેનો કુલ આંકડો રૂા.૮,૦૩૪ કરોડ હતો, જે નાણાકીય વર્ષ ૨૦૨૪માં રૂા.૫૦,૭૫૦ કરોડ કરતા નોંધપાત્ર રીતે ઓછો હતો. તાજેતરના વર્ષોમાં બાયબેકના કરવેરાનું સંચાલન કરતા નિયમોમાં ત્રણ મોટા ફેરફારો થયા છે.
સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી, કંપનીઓએ બાયબેક વિતરણ કર ચૂકવ્યો હતો, જ્યારે શેરધારકોને તેમાંથી મુક્તિ આપવામાં આવી હતી. ઓક્ટોબર ૨૦૨૪માં આ બદલાયું, જ્યારે બાયબેકમાંથી મળેલી રકમ પર ડિવિડન્ડ જેવા શેરધારકોના હાથમાં સ્લેબ દરે કર લાદવામાં આવ્યો, જેના કારણે કેટલાક રોકાણકારો માટે અસરકારક કર દર ૪૦ ટકાથી વધુ થઈ ગયા અને બાયબેક પ્રવૃત્તિમાં ઘટાડો થયો હતો.
ડેરિવેટિવ્ઝ ટર્નઓવર ૬% ઘટયું, કેશમાં ૭% વધ્યું…!!
સમાપ્ત થયેલા એપ્રિલમાં દેશની ઈક્વિટી માર્કેટમાં કેશ તથા ડેરિવેટિવ્સ વેપારમાં વિરોધાભાષી સ્થિતિ જોવા મળી હતી. કેશ વેપારના ટર્નઓવરમાં માસિક ધોરણે સાત ટકા વધારો જોવા મળ્યો હતો જ્યારે ડેરિવેટિવ્સના વેપારમાં સરેરાશ દૈનિક ટર્નઓવરમાં ૬ ટકા ઘટાડો જોવા મળ્યો હતો. ૧લી એપ્રિલથી સિક્યુરિટીઝ ટ્રાન્ઝકશન ટેકસ (એસટીટી)માં વધારો લાગુ થવાને પરિણામે ડેરિવેટિવ્સના ટર્નઓવર પર અસર જોવા મળી છે.૧લી એપ્રિલથી ફ્યુચર્સના વેપાર પર એસટીટી ૦.૦૨ ટકા પરથી વધારી ૦.૦૫ ટકા કરાયો છે. જ્યારે ઓપ્શનમાં આ આંક ૦.૧૦ ટકાથી પરથી વધારી ૦.૧૫ ટકા કરાયો છે. બીએસઈ તથા એનએસઈ પર કેશ સેગમેન્ટમાં સંયુકત સરેરાશ દૈનિક ટર્નઓવર ગત મહિને રૂપિયા ૧.૪૪ લાખ કરોડ રહ્યું હતું જે બે વર્ષની ઊંચી સપાટીએ હતું. એપ્રિલમાં બેન્ચમાર્ક ઈન્ડાઈસિસમાં પણ એક વર્ષનો સૌથી વધુ વધારો જોવાયો હતો. ડેરિવેટિવ્સમાં સંયુકત સરેરાશ દૈનિક ટર્નઓવર રૂપિયા ૪૮૫.૯૮ લાખ કરોડ રહ્યું હતું જે માર્ચમાં ૫૧૬.૪૧ લાખ કરોડ જોવા મળ્યું હતું. બજારની સારી કામગીરીને કારણે કેશ સેગમેન્ટના ટર્નઓવરમાં વધારો જોવા મળ્યો હતો. એપ્રિલમાં લાર્જ તથા મિડકેપ સ્ટોકસની લાંબા સમય બાદ સારી કામગીરી રહી હતી. યુદ્ધને કારણે માર્ચમાં ઈક્વિટીસ માર્કેટમાં ભારે અફરાતફરી જોવા મળી હતી. એસટીટીમાં વધારા ઉપરાંત રિઝર્વ બેન્ક દ્વારા બ્રોકરો માટે ફન્ડિંગના ધોરણોને સખત બનાવવાના નિર્ણયે પણ વેપાર માટેનું માનસ ખરડાયું હતું. જો કે રિઝર્વ બેન્કે આ નિર્ણય ત્રણ મહિના માટે મોકૂફ રાખ્યો છે. ડેરિવેટિવ્સ માર્કેટમાં એકંદર વેપારમાં બીએસઈનો હિસ્સો વધી એપ્રિલમાં પ્રથમ જ વખત ૫૦ ટકાને પાર કરી ગયો છે. એપ્રિલ ૨૦૨૫માં કેશમાં સરેરાશ દૈનિક ટર્નઓવર રૂપિયા ૧.૦૬ ટ્રિલિયન રહ્યું હતું જ્યારે ડેરિવેટિવ્સમાં આ આંક રૂપિયા ૩૬૮.૨૧ ટ્રિલિયન રહ્યો હતો. રિઝર્વ બેન્કના સખત ધોરણને જોતા આગળ જતા ડેરિવેટિવ્સ સેગમેન્ટના ટર્નઓવર પર અસર પડવાની શકયતા નકારાતી નથી. એસટીટીમાં વધારા ઉપરાંત ફન્ડિંગ ધોરણોમાં સખતાઈથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય બજારમાંથી પીછેહઠ કરી રહ્યા છે.
ખાનગી ક્ષેત્રની બેન્કોને વર્તમાન નાણાં વર્ષમાં રિટેલ ધિરાણમાં વધારાની અપેક્ષા..!!
ધિરાણ વૃદ્ધિ માટે મોટેભાગે કોર્પોરેટ તથા માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એમએસએમઈ) પર નિર્ભર રહેતી મોટી ખાનગી ક્ષેત્રની બેન્કો વર્તમાન નાણાં વર્ષમાં રિટેલ ધિરાણ ઉપાડમાં વધારો થવાની અપેક્ષા રાખી રહી છે.
ગયા નાણાં વર્ષના ચોથા ત્રિમાસિકમાં રિટેલ ધિરાણ વૃદ્ધિ એક અંકમાં રહી હતી. જો કે રિટેલ ધિરાણ છૂટુ કરવામાં ભારે ઝડપ ધિરાણ ચોપડા પર અર્થપૂર્ણ વૃદ્ધિમાં પરિવર્તન જોવા મળશે તેવી ખાનગી બેન્કો અપેક્ષા રાખી રહી છે.
પશ્ચિમ એશિયાની કટોકટી વચ્ચે પણ કોર્પોરેટ ધિરાણમાં સ્થિતિ સ્થાપકતા જળવાઈ રહેવાની ધારણાં છે. દેશના કેટલાક ક્ષેત્રો જેમ કે ડેટા સેન્ટરો, ગ્રીન એનર્જી તથા ડિફેન્સ અને કેટલાક મોટો જુથોની કામગીરી જોરદાર જોવા મળી રહી હોવાનું એક ખાનગી બેન્કના સીનિયર એક્ઝિકયૂટિવે જણાવ્યું હતું. બોન્ડ માર્કેટમાં ઊંચા વ્યાજ દરોને કારણે મોટા જુથો બેન્ક ધિરાણને વધુ પસંદ કરી રહ્યા છે. બેન્કો કોર્પોરેટ ધિરાણ વધારવામાં વધુ રસ ધરાવતી હોય છે.
જીએસટી આવક રૂ.૨.૪૩ લાખ કરોડની નવી ટોચે..!!
ઇરાન યુદ્ધને કારણે ક્રૂડનાં ભાવ વધ્યા હોવા છતાં એપ્રિલમાં કુલ જીએસટી કલેક્શન ૮.૭ ટકા વધી લગભગ ૨.૪૩ લાખ કરોડ રૂપિયાનાં રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે તેમ જારી કરવામાં આવેલા સરકારી આંકડામાં જણાવવામાં આવ્યું છે. આ આંકડા વૈશ્વિક અનિશ્ચિતતા છતાં મજબૂત આર્થિક પ્રવૃત્તિઓનાં સંકેત આપી રહ્યાં છે.આ અગાઉ સેન્ટ્રલ જીએસટી, સ્ટેટ જીએસટી અને ઇન્ટિગ્રેટેડ જીએસટીથી થનાર અત્યાર સુધીનું સૌથી મોટું જીએસટી કલેક્શન ગયા વર્ષે એપ્રિલમાં નોંધવામાં આવ્યું હતું. જે ૨.૨૩ લાખ કરોડ રૂપિયાથી વધુ હતું. સ્થાનિક વ્યવહારોમાંથી કુલ આવક ૪.૩ ટકા વધીને ૧.૮૫ લાખ કરોડ રૂપિયાથી વધુ થઇ હતી. જ્યારે એપ્રિલ, ૨૦૨૬માં આયાતમાંથી જીએસટી કલેક્શન ૨૫.૮ ટકા વધીને ૫૭,૫૮૦ કરોડ રૂપિયા થયું હતું. એપ્રિલમાં કુલ સીજીએસટી અને એસજીએસટી કલેક્શન અનુક્રમે ૫૨,૧૪૦ કરોડ રૂપિયા અને ૬૧,૩૩૧ કરોડ રૂપિયા રહ્યું છે. આ મહિના દરમિયાન આઇજીએસટી કલેક્શન ૧.૨૯ લાખ કરોડ રૂપિયાથી વધારે રહ્યું હતું. એપ્રિલ દરમિયાન રિફંડમાં ૧૯.૩ ટકાની વૃદ્ધિ જોવા મળી છે અને તે ૩૧,૭૯૩ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. રિફંડ એડજસ્ટ કર્યા પછી નેટ જીએસટી કલેક્શન ૭.૩ ટકા વધીને ૨.૧૧ લાખ કરોડ રૂપિયા રહ્યું છે.

