Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે: Gopal Italia

    June 24, 2026

    Vadodara કોર્પોરેશનમાં હંગામી નિમણૂકોની પ્રથા યથાવત, ઇજનેરોની મુદતમાં 11 માસનો વધારો કરાશે

    June 24, 2026

    Porbandar: પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું

    June 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે: Gopal Italia
    • Vadodara કોર્પોરેશનમાં હંગામી નિમણૂકોની પ્રથા યથાવત, ઇજનેરોની મુદતમાં 11 માસનો વધારો કરાશે
    • Porbandar: પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું
    • Surendranagar: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત
    • Surat પાલિકાની ડીકેએમ હોસ્પિટલ પાસે 15 દિવસથી ઉકરડો યથાવત
    • Vadodara પદ્મધારા સ્ટ્રક્ચર પ્રા.લિ.માં ઇલેક્ટ્રિક લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી
    • Vadodara ના રાજરાણી તળાવ પાસે ગાંજાનું વેચાણ કરતા કેરીયર ઝડપાયો
    • Chhota Udepur માં તાંત્રિક વિધિના વહેમમાં પાડોશી મહિલાની હત્યા, કલાકોમાં આરોપી ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»સુરતમાં યુવતીને Message કરવા બાબતે મિત્રો વચ્ચે લોહિયાળ જંગ, કારખાનામાં કાતરના ઘા ઝીંકી હત્યા
    સુરત

    સુરતમાં યુવતીને Message કરવા બાબતે મિત્રો વચ્ચે લોહિયાળ જંગ, કારખાનામાં કાતરના ઘા ઝીંકી હત્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 9, 2026Updated:May 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat, તા.૯

    ડાયમંડ સિટી સુરતમાં ગુનાખોરીના ગ્રાફમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન શહેરના પુણા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સામાન્ય વાતમાં થયેલી તકરાર હત્યામાં પરિણમી છે. પુણા ગામમાં આવેલા ઓમ શાંતિ ભવન સ્થિત સાડીના એક કારખાનામાં કામ કરતા બે શ્રમિકો વચ્ચે થયેલી બોલાચાલીએ લોહિયાળ વળાંક લીધો હતો, જેમાં એક ૩૯ વર્ષીય વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.?

    મળતી માહિતી મુજબ, પુણા ગામના ઓમ શાંતિ ભવનમાં સાડીના બે કારખાના આવેલા છે. આ કારખાનામાં પશ્ચિમ બંગાળના વતની એવા બે શ્રમિકો કામ કરતા હતા. મૃતકનું નામ ચાંદ સાલેહાર બીબી (ઉં.વ. ૩૯) છે, જ્યારે આરોપીની ઓળખ મુસા સલામભાઈ શેખ (ઉં.વ.૨૦) તરીકે થઈ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, બંને શ્રમિકો મૂળ પશ્ચિમ બંગાળના હોવાથી એકબીજાને સારી રીતે ઓળખતા હતા.

    ઘટનાના દિવસે, કોઈ યુવતીને મેસેજ કરવા બાબતે બંને વચ્ચે સામાન્ય મજાક અને ખેંચતાણ શરૂ થઈ હતી. આ મજાક ધીમે-ધીમે ઉગ્ર રૂપ ધારણ કરી ગઈ અને બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. જેથી મજાક-મજાકમાં આરોપી મુસા શેખ વધુ પડતો ગુસ્સે થઈ ગયો અને પોતાનો આપો ગુમાવી બેઠો અને કારખાનામાં સાડીના કામ માટે વપરાતી તીક્ષ્ણ કાતર ઉઠાવી તેણે ચાંદ સાલેહાર બીબી પર હુમલો કરી દીધો હતો. મુસાએ મૃતકની પીઠના ભાગે કાતરના ત્રણથી ચાર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. હુમલો એટલો ગંભીર હતો કે, ચાંદ સાલેહાર બીબી લોહીલુહાણ થઈ સ્થળ પર જ ઢળી પડ્યો અને તેનું કરુણ મોત નીપજ્યું હતું.?

    ઘટનાની જાણ થતા જ પુણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો અને ગણતરીના કલાકોમાં જ આરોપી મુસા શેખની ધરપકડ કરી લીધી હતી.? પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “આરોપી મુસાને પણ ઝપાઝપી દરમિયાન સામાન્ય ઈજાઓ પહોંચી હોવાથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા આરોપીની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેની સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.”?

    ભરચક રહેણાંક અને વ્યાપારી વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને અન્ય શ્રમિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સામાન્ય રીતે શાંત ગણાતા આ વિસ્તારમાં નજીવી બાબતે થયેલી હત્યાએ સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા કર્યા છે. ખાસ કરીને પરપ્રાંતિય શ્રમિકોમાં વધતી જતી આક્રમકતા અને આવેશમાં આવીને કરવામાં આવતા ગુનાઓ પોલીસ માટે ચિંતાનો વિષય બન્યા છે.

    murder surat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    Surat પાલિકાની ડીકેએમ હોસ્પિટલ પાસે 15 દિવસથી ઉકરડો યથાવત

    June 24, 2026
    સુરત

    Suratમાં પ્રેમી દંપતીનું કરૂણ મોતઃ કોર્ટ મેરેજ બાદ સામાજિક લગ્નની રાહમાં જીવન ટૂંકાવ્યું

    June 23, 2026
    સુરત

    Surat: પાટીદાર અનામત આંદોલનના વધુ બે કેસ પરત ખેંચાયા, હાર્દિક પટેલ-અલ્પેશ કથીરિયાને રાહત

    June 23, 2026
    રાષ્ટ્રીય

    ૧૧ વર્ષની બાળકીનું અપહરણ, દુષ્કર્મ, પછી નિર્દયતાથી હત્યા; જંગલમાંથી લાશ મળી

    June 23, 2026
    સુરત

    Suratમાં રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો, ૪.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત

    June 22, 2026
    સુરત

    Suratમાંથી નકલી ડિટર્જન્ટ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ૩ની અટકાયત

    June 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે: Gopal Italia

    June 24, 2026

    Vadodara કોર્પોરેશનમાં હંગામી નિમણૂકોની પ્રથા યથાવત, ઇજનેરોની મુદતમાં 11 માસનો વધારો કરાશે

    June 24, 2026

    Porbandar: પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું

    June 24, 2026

    Surendranagar: દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના ઘટના સ્થળે મોત

    June 24, 2026

    Surat પાલિકાની ડીકેએમ હોસ્પિટલ પાસે 15 દિવસથી ઉકરડો યથાવત

    June 24, 2026

    Vadodara પદ્મધારા સ્ટ્રક્ચર પ્રા.લિ.માં ઇલેક્ટ્રિક લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી

    June 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે: Gopal Italia

    June 24, 2026

    Vadodara કોર્પોરેશનમાં હંગામી નિમણૂકોની પ્રથા યથાવત, ઇજનેરોની મુદતમાં 11 માસનો વધારો કરાશે

    June 24, 2026

    Porbandar: પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું

    June 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.