Rajkot તા.૧૧ઃ
વી.વી.પી. એન્જીરીંગ કોલેજના ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ દ્વારા CODEX – Exhibition of Coded Innovation નામના પ્રોજેક્ટ ફેર-૨૦૨૬નું આયોજન GTU Venture,Saurashtra Hub વી.વી.પી. કેમ્પસ ખાતે કરવામાં આવેલ હતું. કાર્યક્રમની શરૂઆત દીપ્રાગટયથી થઈ હતી.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, નવીન વિચારસરણી અને તકનિકી કુશળતાનો વિકાસ કરવાનો હતો.
આ પ્રોજેક્ટ ફેરમાં અનેક પ્રોજેક્ટમાંથી નિષ્ણાતો દ્વારા પસંદ કરાયેલ ૨૫ (પચ્ચીસ) પ્રોજેક્ટસનું પ્રદર્શન કરવામાં આવેલ હતું. જેમાં, વિદ્યાર્થીઓએ તેમના નવીન વિચારો આત્મવિશ્વાસ પૂર્વક રજુ કર્યા હતા.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રદર્શનની મુલાકાત લઈ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિવિધ આધુનિક ક્ષેત્રો અંગે જાણકારી મેળવી હતી. ખાસ કરીને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, ડેટા સાયન્સ અને ડેટા એનાલિસીસ જેવા ક્ષેત્રોમાં રજૂ થયેલા પ્રાયોગિક મોડેલ્સ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.આ પ્રોજેક્ટ ફેર વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક સાબિત થયો હતો અને ટેકનોલોજી પ્રત્યે જાગૃતિ વધારવા તેમજ નવીનતાને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ મંચ મળેલ.આ ફેરની સફળતા માટે પ્રિન્સીપાલશ્રી ડો. પિયુષભાઈ વણઝારાના માર્ગદશન હેઠળ ડીપ્લોમાં ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડો. પરેશભાઈ કોટકના પ્રોત્સાહનથી વિભાગીય વડા ડો. દર્શનાબેન પટેલ, કો-ઓર્ડીનેટર્સ પ્રો. સ્વીટુ સુરેજા અને પ્રો. હેમાંગી જોષીએ ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રોજેક્ટ ફેરની સફળતા બદલ સંસ્થાના ટ્રસ્ટીઓશ્રી કૌશિકભાઈ શુક્લ, ડો. સંજીવભાઈ ઓઝા, શ્રી હર્ષલભાઈ મણિયાર, ડો. નરેન્દ્રભાઇ દવે, ડો. નવીનભાઇ શેઠે શુભેચ્છાઓ પાઠવી હતી.

