Mumbai તા,14
ત્રણ વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે ટકરાશે. KKR ને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે સ્ટાર સ્પિનર વરૂણ ચક્રવર્તી આ મેચ માટે ઉપલબ્ધ નથી. વરૂણની સ્થિતિ અંગે સહાયક કોચ શેન વોટસનની અપડેટ KKR ચાહકોને નિરાશ કરશે.
વોટસને જણાવ્યું હતું કે સ્પિનર વરૂણ ચક્રવર્તીનો આગામી મેચમાં ભાગ લેવા પર શંકા છે કારણ કે તેને પાછલી મેચમાં ડાબા પગમાં ઈજા થઈ હતી. જો વરૂણ આ મેચમાં રમી શકશે નહીં, તો તે ટીમ માટે ફટકો હશે.
KKR એ ખરાબ શરૂઆતથી પાછા ફર્યા છે અને સતત મેચ જીતી છે. જોકે, પ્લેઓફની આશા જીવંત રાખવા માટે, તેમણે કોઈપણ કિંમતે RCB ને હરાવવું પડશે.

