New Delhi,તા.15
નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA) દ્વારા મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET (UG) 2026ને લઈને એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ભારત સરકારની મંજૂરી બાદ, NTAએ પરીક્ષાની નવી તારીખ જાહેર કરી દીધી છે.નવી જાહેરાત મુજબ, NEET (UG) 2026ની રી-એક્ઝામ હવે 21 જૂન, 2026, રવિવારના રોજ યોજવામાં આવશે. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે, તેઓએ આ નવી તારીખની ખાસ નોંધ લેવી.NTAએ ઉમેદવારો અને વાલીઓને ખાસ અપીલ કરી છે કે સોશિયલ મીડિયા કે અન્ય બિનસત્તાવાર સ્ત્રોતો પર આવતી અફવાઓથી દૂર રહેવું. પરીક્ષા સંબંધિત કોઈપણ સચોટ માહિતી માટે માત્ર NTAની સત્તાવાર ચેનલ્સ અને વેબસાઇટનો જ ઉપયોગ કરવો.
જો વિદ્યાર્થીઓને પરીક્ષા બાબતે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય, તો તેઓ નીચે આપેલા સત્તાવાર માધ્યમો દ્વારા NTAનો સંપર્ક કરી શકે છે:
ઇ-મેઇલ: [email protected]
હેલ્પલાઇન નંબર: 011-40759000 અથવા 011-69227700

