New Delhi,તા,18
આગામી સમયમાં તમો હાઈવે પર જતા હો તો કદાચ ઓટોમેટીક ટોલ પણ વધી જાય તો આશ્ચર્ય થશે નહી. સરકાર દેશના 28 હાઈવે `વેચવા’ તૈયારી કરી રહી છે જે સરકારી તિજોરીમાં રૂા.35000 કરોડની આવક આવશે.
સરકારે નવા ઈન્ફ્રાસ્ટ્રકચરનું સર્જન કરતા જૂના ઈન્ફ્રાસ્ટ્રકચરમાંથી આવકની રીસાયકલીંગ- નવા-જૂનું કરવાની યોજના બનાવી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડીયા આ માટે વેચાણપાત્ર હાઈવેની યાદી તૈયાર કરી રહી છે.
ખાસ કરીને ઉતરપ્રદેશ હરિયાણામાં નવા જે હાઈવે બન્યા છે તે ચોકકસ સમય માટે લીઝ પર અપાશે જે બીલ્ટ, ઓપરેટ, ટ્રાન્સફરના ધોરણે હવે બે હાઈવેને આ મોડેલ મુજબ અપાશે. સાત હાઈવે માટે એન્જીનીયરીંગ-બાંધકામની કામગીરી સોપાશે.
મોટા ભાગે સરકાર હાઈબ્રીડ મોડેલ જેમાં સરકારનો અંકુશ પણ જળવાઈ રહે તે નિશ્ચિત થશે. 2025-26માં આ પ્રકારે રૂા.24000 કરોડ સરકારે મેળવ્યા હતા તો આ વર્ષે ચાર રાજયમાં 260 કીમીના હાઈવે સંચાલન ખાનગીકરણથી રૂા.9000 કરોડ મળ્યા છે.
આગામી ત્રણથી પાંચ વર્ષમાં વધુ 1500 કીમીના હાઈવેનો ઉમેરો કરાશે. સરકારે જે નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન 2.0 જે જાહેર કર્યા છે તેમાં 2026થી30 દરમ્યાન રૂા.4.42 લાખ કરોડની આવકની ધારણા છે. 2026/27માં વર્ષમાં રૂા.68770 કરોડ મળશે. આમ હાઈવે બાંધકામ માટે પણ જરૂરી ભંડોળ મળી રહેશે.

