New Delhi,તા,18
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા દરમિયાન શ્રધ્ધાળુઓની ભારે ભીડ સતત વધતી રહી છે કેદારનાથ, બદરીનાથ અને ગંગોત્રી ધામમાં દર્શન માટે લાંબી લાઈનો લાગી રહી છે.
સૌથી વધુ દબાણ કેદારનાથ યાત્રા માર્ગ પર જોવા મળી રહ્યું છે. જયાં સોનપ્રયાગથી માંડીને ગૌરી કુંડ સુધી યાત્રીઓની ભારે ભીડ ઉમટી રહી છે. વીક-એન્ડ પર દેશભરમાંથી પહોંચેલા હજારો શ્રધ્ધાળુઓના કારણે પ્રશાસનને ભીડને નિયંત્રણ કરવામાં ઘણી મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે.
ગંગોત્રી ધામમાં શુક્રવારે લગભગ એક કિલોમીટર લાંબી લાઈન લાગી હતી, જયારે કેદારનાથ ધામમાં દર્શન માટે કેટલાય કલાકો સુધી રાહ જોવી સામાન્ય બાબત બની ગઈ છે. પંચ કેદારયાત્રામાં સામે રૂદ્રનાથ મંદિરના કપાટ ગ્રીષ્મકાલીન દર્શન માટે આજે સોમવારે ખોલાશે.

